Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
દર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દ,રૂપ,રસ,ગંધ,સ્પર્શ એ પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયમાં સ્વીકારાયેલું છે. માટે સર્વથા વિષયવિમુખ બનીસ્વરૂપલીનતા કે સ્વગુણ રમણતા થકીજજીવ શીવ બની શકે તે આ સૂત્રનો નિષ્કર્ષ છે.
| _ _ _ _
(અધ્યાયઃ સૂત્ર:૧૨) U [1] સૂત્ર હેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પરિગ્રહના સ્વરૂપને જણાવી રહયા છે.
[2] સૂત્ર મૂળ-મૂર્ચા - પuિ: U [3] સૂત્ર પૃથક-સ્પષ્ટ જ છે. U [4] સૂત્રસાર-મૂચ્છ પરિગ્રહ છે.
[અર્થાતુ-સચેતન કે અચેતન કોઈ પણ પદાર્થઉપર મમત્વબુધ્ધિ.“મારુ કરવાની-મારું માનવાની બુધ્ધિ તે પરિગ્રહ છે] U [5] શબ્દજ્ઞાનઃ
-મૂચ્છ-મૂચ્છ,આસકિત,મમત્ત્વબુધ્ધિ
પાિ -પરિગ્રહ-ધારણ કરવું, સ્વીકાર U [6] અનુવૃત્તિ -શ્રમયો I[ સૂત્ર. ૭:૮
D [7] અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિ પ્રથમ સૂત્રમાં વ્રતની વ્યાખ્યા આપતા હિંસાદિ પાંચ દોષથી વિરતિતે વ્રત એવી વ્યાખ્યા જણાવી ગયા પછી પાંચે દોષોની ક્રમાનુસાર વ્યાખ્યા કરતા આ સૂત્રમાં હવે પરિગ્રહનામક પાંચમાદોષને જણાવે છે? “મૂચ્છતે પરિગ્રહ” પણ મૂર્છા એટલે શુ? મૂચ્છ ની વ્યાખ્યા શુ?
જ મૂચ્છ- મૂચ્છ એટલે આસકિત.
૪ નાની મોટી જડ,ચેતન,બાહ્ય, કે આંતરિક,ગમે તે વસ્તુ હોય કે કદાચ ન પણ હોય, છતાં તેમાં બંધાઈ જવું કે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસવો તે મૂચ્છ.
જ લોકમાં મૂચ્છ શબ્દ બેહોશીના અર્થમાં પ્રસિધ્ધ છે તેથી તેના અર્થની વિશેષ સ્પષ્ટતા કરવા માટે સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે-મૂચ્છ, ઇચ્છા,પ્રાર્થના, કામ,અભિલાષા,કાંક્ષા,ગૃધ્ધિ વગેરે એકાWક અથવા પર્યાયવાચી શબ્દો છે.
& સચેતન કે અચેતન કોઈપણ પદાર્થ ઉપર મમત્વ બુધ્ધિ અથવા મારું કરવાની કે માનવાની બુધ્ધિ તે જ મૂચ્છ
# ગાય,ભેંસ,ધન, ધાન્ય, આદિ ચેતન-અચેતન બાહ્ય ઉપધિ અને રાગાદિરૂપ અભ્યન્તર ઉપધિનું સંરક્ષણ-સર્જન અને સંસ્કાર આદિરૂપ વ્યાપાર જ મૂર્છા છે.
– મૂછું ધાતુનો અર્થ મોહ છે. અને અહીં બાહ્ય-અભ્યત્તર ઉપધિ વિષયક મમત્વ એ પણ મોહનું સ્વરૂપ જ હોવાથી મૂર્જી શબ્દનો મોહ-મમત્વાદિ અર્થ યોગ્ય જ છે.વાત-પિત્ત કફ આદિથી ઉત્પન્ન થતી, બેહોશીરૂપ અર્થ ધરાવતી મૂચ્છ અહીં લેવાની નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org