Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૬
[૩]અનર્થદંડ વિરતિઃ
સ્વરૂપઃ- જે પોતાના ભોગરૂપ પ્રયોજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત્ નિરર્થક કોઇ પ્રવૃત્તિ ન કરવી તે અનર્થદંડવિરતિ વ્રત
+ अनर्थदण्डोनाम उपभोगपरिभोगावस्यागारिणो वतिनो अर्थ: तद्व्यतिरिक्तोऽनर्थ: । तदर्थोदण्डोऽनर्थदण्डः तद् विरमि व्रतम् ।
$ અર્થ એટલે પ્રયોજન
-દંડ-જેનાથી આત્માદંડાય-દુઃખ પામેતે દંડ પાપસેવનથી આત્માદંડાય છેદુઃખ પામે છે માટે દંડ એટલે પાપ સેવન
-અર્થદંડ- પ્રયોજન વશાત્ સકારણ પાપનું સેવન તે અર્થદંડ -અનર્થદંડ-પ્રયોજન વિના નિષ્કારણ પાપનું સેવન તે અનર્થદંડ
-ગૃહસ્થને પોતાનો તથા સ્વજન આદિનો નિર્વાહ કરવો પડે છે આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપ સેવન કરે તે સપ્રયોજન -કારણ હોવાથી અર્થદંડ છે
જયારે જેમાં પોતાના કે સ્વજન આદિના નિર્વાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપ સેવન એ અનર્થ દંડ છે
-અર્થાત જેના વિના ગૃહસ્થવાસ ન ચલાવી શકાય તે પાપ સેવન એ અર્થ દંડ છે અને જેના વિના ગૃહસ્થવાસ ચાલી શકે તે પાપ સેવન એ અનર્થ દંડ છે.
છે અનર્થ દંડના ચાર મુખ્ય ભેદોઃ
૧-અપધ્યાન-અપધ્યાન એટલે દુર્ગાન,અશુભ વિચારો જેમ કે અમુક માણસ મરી જાયતો સારું, ચુંટણી ફલાણો હારી જાયતો સારું, હુંરાજા બનું તો સારુંઆવા આવા વિચારોઅપધ્યાન છે આવા વિચારો થી કાર્ય સિધ્ધી થતી નથી પણ નિરર્થક પાપ બંધાય છે માટે અનર્થદંડ છે.
-૨ પાપોદેશ-પાપકર્મથાય તેવો ઉપદેશતે પાપોપદેશ કહેવાય. જેમ કેલડાઈ થવી જોઈએ, આ યુગમાં કારખાનાવિનાતો ન જ ચાલે, તમારી કન્યા વિવાહયોગ્ય છે માટે પરણાવીદો. વગેરે વગેરે ઉપદેશ હિંસાદિ પાંચે દોષોના પોષક છે માટે તેવો ઉપદેશ એ અનર્થદંડ છે.
-૩ હિંસક સાધનોનું પ્રદાનઃ-જે સાધનો વડે હિંસા થઈ શકે છે તેવા સાધનો કોઈને દેવા-જેમકે રીવોલ્વર,છરી આદિ ઉપકરણો, કોશ કોદાળી વગેરે અધિકરણો,ઝેર, અગ્નિ વગેરે તે હિંસાના સાધન હોવાથી અનર્થદંડ રૂપ છે
-૪પ્રમાદાચરણ-નાટક, સિનેમા, સરકસ જોવો, ગીતો સાંભળવા,હિંડોળે હિંચકવું, પશુપક્ષી લડાવવા, વિકથા કરવી,ખડખડાટ હસવું, વ્યસનોનું સેવન કરવું આવી-આવી અનેક પ્રવૃત્તિઓ ગૃહસ્થાવાસ માટે અનાવશ્યક હોવાથી પ્રમાદાચરણ રૂપ અનર્થદંડ કહેલ છે.
આ ચારે પ્રકારના અનર્થદંડ વડે નિરર્થક પાપોનોબંધ થાય છે માટે તેનાથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણ વ્રત છે.
ફળ:- આ વ્રતને ગ્રહણ કરનારો અગારી વ્રતી અનેક ખોટાપાપોથી બચી જાય છે તેનું જીવન સંસ્કારિત બને છે સમાજ પણ સુખી સમૃધ્ધ અને શાંત બને છે
અ. ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org