Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૬
-૧ આહાર પૌષધ:- ઉપવાસ આદિ આહાર ત્યાગ રૂપ તપ કરવું તે
-૨ શરીર સત્કાર પૌષધ -સ્નાન,ઉદ્વર્તન, વિલેપન, પુષ્પ,ગબ્ધ વિશિષ્ટ વસ્ત્ર અને આભરણ આદિથી શરીરનો સત્કાર કરવાનું તજી દેવું તે શરીર સત્કાર પૌષધ
-૩ બ્રહ્મચર્ય પૌષધઃ- બ્રહ્મચર્યનું પાલન કરવું તે -૪ અવ્યાપાર પૌષધ - સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો તે
આ ચારે પૌષધ સર્વથી અને દેશથી બંને પ્રકારે હોઈ શકે પણ હાલ પૂર્વાચાર્યોની પરંપરાનુંસાર ફકત આહાર પૌષધ જ સર્વથી અને દેશથી કહ્યો છે બાકીના ત્રણે પૌષધ તો સર્વથી જ થાય છે
આહાર પૌષધમાં ચઉવિહાર ઉપવાસ એ સર્વ પૌષધ છે અને તિવિહાર ઉપવાસ, આયંબિલ નિવિ, એકસણ એદેશ પૌષધ છે
–આ વ્રતમાં અગારી વ્રતીઓએ પર્વતિથિએ પૌષધ લેવાનો નિયમ કરવો જોઇએ અને જો પર્વતિથિએ ન થઈ શકે તો વર્ષમાં અમુક પૌષધ કરવા તેવો નિયમ પ્રહણ કરવો.
ફળઃ- અન્ય વ્રતોની અપેક્ષાએ આ વ્રતમાં ત્યાગની વિશેષ તાલીમ મળે છે.સાધુ જીવન ની પવિત્રતાનો આંશિક પરિચય મળે છે કષ્ટ સહન કરવાની શકિત વિકસે છે. શરીર પરનો મમત્વભાવ ઓછો થાય છે, ધર્મજાગરિકા થાય છે.જાપ સ્વાધ્યાયાદિ ધર્મ અનુષ્ઠાનો થાય છે
[]ઉપ ભોગ પરિભોગ પરિમાણ વ્રતઃ
સ્વરૂપ:- જેમાં બહુજ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન,ઘરેણા, કપડાં, વાસણ, કૂસણ વગેરેનો ત્યાગ કરી ઓછા અધર્મવાળી વસ્તુઓ નું પણ ભોગ માટે પરિમાણ બાંધવું તે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત
र उपभोग परिभोग व्रतं नाम अशनपानखाद्यस्वाद्यगन्धमाल्यादीनां प्रावरणालङ्कारशयना सनगृहयानवाहनादीनां बहसावद्यानां च वर्जनमल्पसावधानामपि परिमाणकरणमिति ।
૪ ઉપભોગ - જેનો ભોગ એકવાર થાય તે “ઉપભોગ'' જેમ કે આહાર,પાન, સ્નાન, ઉદ્વર્તન,વિલેપન,કુસુમ વગેરે તે એક વખત ભોગવાઇ ગયા પછી બીજી વારના ભોગમાટે નકામા બને છે
પરિભોગઃ- જેનો ભોગ વધારે વખત થઈ શકે તે પરિભોગ જેમ કે વસ્ત્ર આભૂષણ , શયન, આસન,વાહન, સ્ત્રી વગેરે તે બધું એક કરતા વધુ વખત ભોગવી શકાય છે.
આવા ઉપભોગ અને પરિભોગનું પરિમાણ નક્કી કરવું તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત
આ વ્રત ને ભોગપભોગ પરિમાણ વ્રત પણ કહે છે પરંતુ તેનું તાત્પર્ય એ જ છે કે ભોગ્ય વસ્તુઓની મર્યાદા કરીને ભોગ લાલસા પર કાબૂ મેળવવો
જો કે આતો શબ્દાર્થ કહ્યો. ભાષ્યાનુસાર તેનો ભાવાર્થ કરીએ તો “અતિ સાવદ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ અને અલ્પ સાવઘવાળી વસ્તુઓનો ઉપભોગ પણ પરિમાણ થી કરવો તે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત
આ વ્રતનો નિયમ બે પ્રકારે કરવામાં આવે છે તેત્ર વિષ વ્રત ગોગન વર્મવિષયવાહૂ I
-૧ ભોજન સંબંધિઃ-આહારમાં બત્રીશ અનંતકાય સહિતના બાવીશ અભક્ષ્યો જેમાં રાત્રિભોજનનો પણ સમાવેશ થાય છે કેમકે રાત્રિભોજનએ અભક્ષ્ય છે. શ્રાવકનું કોઇ સ્વતંત્ર For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International