Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૧
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૩ સિવાયના ઓના પણ વિવાહ કરવા. તે કરવા આગળ થવું.
છે પોતાના છોકરા-છોકરી કે આશ્રીત સિવાયના તે પર. તેમના વિવાહ સંબંધિ જે પ્રવૃત્તિ તે પર વિવાહ કરણ.
છે ઉપર કહ્યા મુજબ કન્યાદાનનાફળની ઇચ્છાથી કેગ્નેહસંબંધોથી અન્યસંતાનોનાવિવાહ કરાવવામાં આવે. હવે અહીંપરદારા સાથે મૈથુન કરુનહીં, કરાવું નહીંએવો નિયમ છે. જયારે વિવાહ કરાવવામાં પરમાર્થથી મૈથુન કરાવ્યું કહેવાય એટલે અહીં પરમાર્થથીવ્રત ભંગ છે.
છતાં તે વ્યકિતના માનસિક પરિણામ અહીં એવા હોય છે કે હું વિવાહ કરાવું છું અર્થાત તે મૈથુન કરાવી રહ્યો છે એવા પરિણામ અહીં હોતા નથી. પરિણામે આંશિક દ્રત ભંગ હોવા છતાં તેના પરિણામ વ્રતના ભાંગવાના ન હોવાથી તેને અતિચાર કહ્યો છે
હવે જેમ પારકાના સંતાનોના વિવાહ કરણથી અતિચાર લાગે તેમ પોતાના સંતાનોના વિવાહથી પણ અતિચારનો લાગે છે પણ પોતાના સંતાનોનાવિવાહ કરવા એ ફરજ છે તેમ ન કરવાથી સંતાનો સ્વેચ્છાચારી બનવા સંભવ છે શાસનની હિલના થાય છે માટે ગૃહસ્થની આવશ્યકતા સમજી પોતાના સંતાનોનો નિષેધ અત્રે કરેલ નથી. છતાં ઘરની અન્ય વ્યકિત આ કાર્ય સંભાળી લઈ શકે તેમ હોયતો પોતાના સંતાનના વિવાહ કરણમાં રસ ન લેવો
स्व अपत्यस्यागारिणोऽवश्यंतयैव विवाहः कार्य: पर विवाहकरणात् तु निवर्तते । पर शब्देन अन्यअपत्यं उच्यते तस्य विवाह करणं - विवाहक्रिया कन्याफललिप्सया वा स्नेह सम्बन्धेन वा ।
[૨]ઈતર પરિગ્રહીતા ગમન-૪ થોડા કાળ માટે કોઇએ સ્ત્રી કરીને રાખેલી સ્ત્રી સાથે સંગ કરવો
# કોઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રી ને સ્વીકારી હોય ત્યારે તેજ વખતમાં તે સ્ત્રીનો ઉપભોગ કરવો તે ઇવર પરિગૃહીતા ગમન
a થોડા વખત માટે કોઈએ ભાડાથી નક્કી કરેલી એવી સ્ત્રી સાથે ગમન કરવું.
& ઈવર એટલે થોડા કાળ તે માટે ગ્રહણ કરવામાં આવેલી સ્ત્રી તે ઇવરગૃહીતા એટલેકેલગ્ન કરવાને બદલે અમુક સમય માટે પગારે યા બીજા કોઈપણ કારણે જે સ્ત્રીઓ બીજા સાથે રહેતી હોય તે ઇવરપરિગૃહીતા. તેની સાથેનું જે ગમન તે ઈવર પરિગૃહીતા ગમન
6 ઉપર જણાવ્યા મુજબ ઇવર એટલે થોડો સમય. પરિગૃહીતા એટલે સ્વીકારેલી માનો કેરૂપિયા આપીને કોઇ વેશ્યા કે સ્ત્રીને સ્વીકારી છે, તે સમયમાં થતા વેશ્યાગમનને ચોથા અણુવ્રતનો અતિચાર કહ્યો કેમકે બીજાએ રૂપિયા આપી ભાડે રાખેલી હોવાથી તે તેટલા સમય માટે બીજા દ્વારા ગ્રહણ કરાયેલી કહેવાય અર્થાત તે પરદાર કહેવાય અલબત અહીં પરદારા ગમન હોવા છતાં તેને વ્રત ભંગન કહેતા અતિચાર કહ્યો તેનું કારણ એ છે કે આવી સ્ત્રીને ભોગવતો વ્યકિત મનમાં એમજ માને છે કે હું તો વેશ્યા અથવા ગમે તે સાધારણ સ્ત્રી ભોગવું છું કંઈ કોઈને સ્ત્રીને નથી ભોગવતો અથવા આગળ વધીને તેમ પણ કહે કે કોઈની બાયડી તો નથી ઉપાડી લાવ્યો ને માટે તેને અતિચારકહ્યો છે.
१ प्रतिपुरुषगमनशीला इत्वरा वेश्याऽनेकपुरुषगामिनीभवतितस्यैचयदाऽन्येन कश्चित कालमभिगृहय भाटी दत्ता भवति तावन्तंकालं अगम्याऽसौनिवृत पररदास्य भवति । इत्वरा च असौ परिगृहीता च इति इत्वरपरिगृहीता । गमनम् अभिगमो मैथुनासेवनम् । अथवा इत्वरं स्तोकं अपि उच्यते । इत्वरं स्तोकमल्पं परिगृहीता इत्वरपरिगृहीता । अथवा इत्वर कालंपरिगृहीता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org