Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૨
૧૦૯ વખતે વધારે આવે અને વેચતી વખતે ઓછું જાય તેવી બુધ્ધિ અને પ્રવૃત્તિ તેમજ ત્રાજવા તોલા પણ ખોટાં રાખવા. વ્યવહારુ ભાષામાં કહીએતો લેવા-દેવાના કાટલા નોખા રાખવા તે હીનાધિક માનોન્માન એ ત્રીજા અસ્તેય વ્રતનો ચોથો અતિચાર કહેલો છે
हीनं-न्यूनं, अधिकं अतिरिक्तं मानं उन्मानं वा । तत्र मानं कुड्वादि । उन्मानं तुलादि। हीनं मानमुन्मानं वा अन्यदानकाले करोति । स्वयं पुनर्गृहणनधिकं करोति ।
[૫]પ્રતિરૂપક વ્યવહારઃ-૪ સારી-ખોટી વસ્તુના ભેળ-સંભેળ કરવા # અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી તે પ્રતિરૂપક વ્યવહાર છે.
# જુના-નવા,અસલી નકલી,ઉંચા-હલકા વગેરે માલમાં ભેળસેળ કરવી, સરખે સરખી ચીજથી છેતરવું એકને બદલે બીજું આપીદેવું વગેરે પ્રતિરૂપક વ્યવહાર છે
$ પ્રતિરુપએટલે સદંશરૂપ,સરખું કે નકલ. કોઈપણ વસ્તુમાં તેના જેવીજ હલકી વસ્તુ ભેળવવી, તેને જ મળતી નકલબનાવીને સાચા માલ તરીકે વેચવી. તેત્રીજા અણુવ્રતને દુષિત કરતો એવો પાંચમો અતિચાર છે
$ ઉપર કહ્યા મુજબ માલમાં ભેળ-સેળ,નકલીમાલ, બનાવટી વસ્તુ અસલરૂપે વેચવી વગેરે પ્રતિરૂપક વ્યવહારમાં ઠગબાજી થી પરધન પડાવી લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં તે પોતે જાતે એવું માને કે આ તો વ્યપાર છે, વણિકકલા છે, કહીને લઈએ છીએ, થોડું કંઈ કોઈના ખીસામાંથી ચોરી કરીએ છીએ, એમ અંતવૃત્તિ અને બહિર્વત્તિ માં ફરક છે તેથી તેને ત્રીજા અસ્તેયવ્રત અર્થાત્ સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતનો અતિચાર કહ્યો છે
प्रतिरुपक: ताद्दश: तस्य विविधम् अवहरणं व्यवहारः प्रक्षेपः । U [8] સંદર્ભ
$ આગમ સંદર્ભઃ-શૂ વિાિણ પં માર.. તેનાહડે તરપકો विरुद्धरज्जाइकम्मे कूडतुल्लकूड़माणे तप्पडिरूवगववहारे - उपा. अ.१-सू.७-३
જે તત્વાર્થ સંદર્ભ-અજ્ઞાતા તેય સૂત્ર ૭:૧૦ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિતસૂત્ર ગાથા:૧૪-પ્રબોધટીકાભા. ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪) ધર્મ રત્ન પ્રકરણ U [9]પદ્યઃ(૧) ચોરને વળી મદદ દેતા અદત્તવસ્તુ લાવતા
દાણચોરી કૂટતોલા કૂટમાપા રાખતા વસ્તુમાંહિ ભેળસેળો કરે મૂર્ખ શિરોમણી
અતિચાર સેવે ગુણ ન રહેવે વ્રતત્રીજાને અવગણી (૨) ચોરી પ્રયોગવળીચૌર્યખરીદનારકાનૂનભંગ કરવાં કૂટતોલા માપ
કૃત્રિમ વસ્તુ વ્યવહારજ દોષપાંચ અસ્તેયવ્રતતણા અતિચાર ખાસ [10] સૂત્રકાર મહર્ષિ અહીં અસ્તેય વ્રતના અતિચારોનું વર્ણન કરે છે વતી શ્રાવકોને નિરતિચાર વ્રતના પાલન માટે ઉકત દોષોનું નિવારણ કરવું જોઇએ સામાજિક
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only