Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩) પ્રધાનપર અનુગ્રહઃ કર્મનિર્જરાથીદાનલેનાર આત્માની સંસાથી મુકિત તે પ્રધાન પર અનુગ્રહ કહેવાય છે.
(૪)આનુષંગિક પર અનુગ્રહ:- પર ઉપર થતો ગૌણ અનુગ્રહ પણ બે ભેદે છે.
૪ આલોકસંબંધિઃ-સંયમનું પાલન કેમોક્ષમાર્ગ આરાધનાએ દાન લેનારને આલોક સંબંધિ ઉપકાર છે
પરલોકસંબંધિઃ-વિશિષ્ટ પ્રકારના સ્વગાદિસુખની પ્રાપ્તિએપરલોકસંબંધિ ઉપકાર છે.
અર્થ એટલે પ્રયોજન
* અનુમહીર્થ એટલે ઉપકારના પ્રયોજનથી અર્થાત દાનદેવામાં ઉપકારનું પ્રયોજન કે ઉપકાર ની બુધ્ધિ જ હોવી જોઇએ
4 आत्मा च परश्च आत्मपरौ तयोः अनुग्रह: आत्मपरानुग्रहः । सोऽर्थो यस्य तदात्मपरानुग्रहार्थम् ।
જ અનુગ્રહ ની પૂર્વશરતઃ- તે વિશુધ્ધ બુધ્ધિપૂર્વક કરાયેલ હોવો જોઈએ.
-કર્મનિર્જરાદિ ફળે મને પ્રાપ્ત થાય એ પ્રકારે અનુગ્રહ ઉપકાર કરવાથી વિશુધ્ધિ બુધ્ધિત્વ પ્રાપ્ત થાય છે
– આ વિશુધ્ધિ બુધ્ધિ કર્મનિર્જરાશિફળની વિચારણા સિવાયનો અનુગ્રહ-અનુરાજ નથી. -अन्था तु अनुग्रहाभाव एव स्यात्
જ ભાષ્યમાં અનુગ્રહના આત્મા અને પર બે ભેદ કહ્યા છે, તેનું સ્વરૂપ આત્મા-[સ્વ શ્રધ્ધા, શકિત,સત્વ, ક્ષમા,વિનય,
વિષ્ણતા ગુણથી સમ્પન્ન એવો દેવાની ભાવ પરિણતિ વાળો દાતા તે સ્વ પર-જ્ઞાનક્રિયાન્વિત, કષાય વિજેતા,સ્વાધ્યાય, તપ,ધ્યાન,સમાધિ ભજનાર મૂલ ઉત્તર ગુણની સંપદાને ધારણ કરેલા.
* સ્વસ્થ-પોતાનો
સ્વ શબ્દ આત્મીય જ્ઞાતિ-ધન વગેરે વગેરે અર્થમાં વર્તે છે પણ અહીં સ્વ શબ્દ વિશેષ કરીને ધન અર્થમાં વપરાયેલ છે.
# ન્યાયોપાર્જિત અથવા ન્યાયવૃતિ થી પૂર્વજોનું વારસામાં આવેલું અથવા સ્વ સામર્થ્યથી ઉપાર્જન કરેલું ધન તેને સૂત્રકારે સ્વસ્થ શબ્દ પ્રયોજેલ છે
# સ્વસ્થ એટલે પોતાનું, લોકવિરુધ્ધ કે ચોરી આદિવ્યવહારથક ઉપાર્જેલું નહીંતેવું. આવા અન્ન,પાન,વસ્ત્ર, ઉપધિ, ઉપકરણ, ઔષધ,શયાઆદિપુદ્ગલ દ્રવ્ય અને પ્રવજ્યાને યોગ્ય એવા પ્રવજયાભિમુખ પુત્ર-દોહિત્ર-ભાઈ-પત્ની આદિ જેવદ્રવ્ય
* અતિસર્ગઃ- ત્યાગ,છોડવું તે
-માત્રછોડવું કે વિસર્જન કરવું એ જ ત્યાગ નથી પણ વિશિષ્ટ પ્રકારે દેવું સિધ્યાનમ તેને દાન કહ્યું છે
આ દાન કે “દેવું” તે બે પ્રકારે કહેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org