Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 151
________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોવો જોઇએ જ પ્રસન્નચિત્ત આદિ ચાર ગુણો (૧)પ્રસન્નચિત્ત-સાધુ વગેરે પોતાના ઘેર આવે ત્યારે હું પુણ્યશાળી છું જેથી મારે ઘેર મુનિ-મહાત્માઓનાપગલાથાય,એવો વિચાર કરી ધન્યતા અનુભવે, પરંતુ આતો રોજરોજ અમારા ઘેર આવે છે એવા વિચારો કરી કંટાળે નહીં (૨)આદરઃ-જયારે પણ મુનિ-મહાત્મા પધારે ત્યારે આવો આવો પધારો-પધારોએવી સતત આનંદની વૃધ્ધિ હોય,લાભ આપો લાભ આપો કહેતા થાકતો ન હોય તેને આદર કહે છે (૩)હર્ષ:- સાધુને જોઈને કે સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે, વસ્તુનું દાન દેતાં પણ હર્ષ પામે, આપ્યા પછી પણ અનુમોદના કરે એ રીતે દાન વેળા, તેની પૂર્વે તથા તેની પછીથી એમ સર્વ વખતે તે હર્ષાયમાન જ રહે. (૪)શુભાશયઃ- પોતાના આત્માનો સંચાર થી વિસ્તાર કરવાના આશયથી દાન આપે અર્થાત કર્મ નિર્જરાની બુધ્ધિ થી દાન આપે 1 જ વિષાદ આદિ ચાર દોષોનો અભાવ - (૧)વિષાદઅભાવઃ- આપ્યા પછીમેં કયાં આપી દીધું? વધારે અપાઈ ગયું એવો પશ્ચાતાપ ન કરે પણ વ્રતીના ઉપયોગમાં આવે એને પોતાનું ભાગ્ય માને અને વારંવાર અનુમોદના થકી પોતાના આનંદને અભિવ્યકિત કરે (૨)સંસાર સુખની ઇચ્છા નો અભાવઃ- દાન આપીને તેના ફળ રૂપે કોઇપણ જાતના સંસાર સુખની ઇચ્છા ન રાખે (૩)માયાનો અભાવ-દાન આપવામાં કોઈપણ જાતની માયા ન કરતા સરળ ભાવથીદાન કરે. (૪)નિદાન નો અભાવઃ-દાનના ફળ રૂપે પરલોકમા સ્વર્ગાદિ સુખની કોઈપણ અપેક્ષા ન રાખે કે ઈચ્છા ન સેવે અહીં બીજા અને ચોથો દોષ સમાન જણાય છે પણ તેમાં મહત્વનો તફાવત એ છે કે સંસાર સુખની ઇચ્છાનો અભાવ એ આલોકને આશ્રીને વિચારાયેલ મુદ્દો છે જયારે નિદાનનો અભાવ એ પરલોકને આશ્રીને વિચારાયેલ મુદ્દો છે. 4 दातृविशेषात् दानधर्मस्यविशेषो भवति । दातृ विशेषः प्रतिग्रहीतयनसूया, त्यागेविषादः, अपरिभाविता दित्सतो ददतो दत्तवतश्च प्रीतियोग: कुशलाभिसन्धिता, द्दष्ट फलानपेक्षिता, निरुपधत्वम्, अनिदानत्वम् इति । [૪]પાત્ર# દાન લેનારે સત્પરુષાર્થ પ્રત્યે જ જાગરૂક રહેવું તે પાત્રની વિશેષતા છે. & સન્ દર્શન સમ્યજ્ઞાન, સમ્યક્ષ્યારિત્ર યુક્ત અને તપથી યુકત હોય તે પાત્ર કહેવાય. સાધુ ભગવંતની દૃષ્ટિએ ૧૮૦૦૦ શીલાંગ ના ઘારક તે ઉત્તમ પાત્ર કહેવાય. તે ગુણનું વત્તા ઓછાપણું થવાથી ઉત્કૃષ્ટ પાત્રના અનેક ભેદ કે તરતમતા જોવા મળે છે. આ પાત્ર પણ દ્રવ્ય અને ભાવ બે ભેદ જોવા મળે છે -દવ્ય પાત્ર એટલે ભાજન, જેમાં સાધુ ગોચરી લાવેછેતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170