Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૩
] [5]શબ્દજ્ઞાનઃ
અનુપ્રજ્ઞાર્થ- -ઉપકાર ને માટે, [સ્વ પરના] સ્વસ્થતિસર્વાં- પોતાનો પોતાની વસ્તુનો, ત્યાગ વાનક્- દાન દેવું [અર્હદ્ ભકિત કે સાધર્મિકોને] J[6]અનુવૃત્તિઃ- કોઇ અનુવૃત્તિ નથી
[7]અભિનવટીકાઃ-દાનધર્મ એ જીવનના બધા સદ્ગુણોનું મૂળ છે તેથી એનો વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદ્ગુણોના ઉત્કર્ષનો આધાર છે અને વ્યવહાર દ્રષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે.
૧૪૫
-‘‘દાન નો અર્થ ન્યાયપૂર્વક પોતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું’' એવો કરેલ છે- પરંતુ
(૧)એ અપર્ણ તેના કરનારને અને તેના સ્વીકારનારને ઉપકારક હોવું જોઇએ (૨)અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરીતેની મમતા ટળે અને તે રીતે તેનો સંતોષ અને સમભાવ કેળવાય
(૩) સ્વીકાર કરનારનો ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેનો સદ્ગુણો ખીલે * અનુપ્રાર્થ:
અનુમ ્ એટલે અન્ન વગેરે ઉપકાર
अनुगृह्यतेऽनेन इति अनुग्रहः अन्नादिः उपकारकः प्रतिग्रहीतुः दातुम्व प्रधानानुषङ्गिफलं प्रधानं मुकितः, आनुषङ्गिकं स्वर्गादिप्राप्तिः
૪ આ ઉપકાર બે પ્રકારે થાય છે સ્વ ઉપકાર અને પર ઉપકાર
સ્વ ઉપકાર પણ બે ભેદે છે (૧) પ્રધાન-મુખ્ય (૨) આનુસંગિક-ગૌણ (૨)પ્રધાન સ્વ અનુગ્રહ:
–સ્વનો મુખ્ય અનુગ્રહ [અર્થાત્ ઉપકાર] તો દાનથી મોક્ષની પ્રાપ્તિ જ છે —દાનધર્મનું મુખ્ય ફળ તે કર્મનિજરા થકી આત્માની સંસાર થી મુકિત થવી તે. (૨)આનુષંગિક સ્વ અનુગ્રહઃ- મુખ્ય ઉપકાર ની સાથે સાથે અનાયાસે આનુષંગિક કે ગૌણ ઉપકાર પણ થઇ જ જાય છે જેના બે ભેદ છે.
આંલોક સંબંધિઃ- સંતોષ,વૈભવ આદિની પ્રાપ્તિ થવી, આત્મામાં સંતોષ ગુણની ઉત્પત્તિ થતા રાગાદિ દોષોની હાનિ થવી અને વિશિષ્ટ નિર્જરા થકી બાહ્ય સુખ સામગ્રી પણ પ્રાપ્ત થવી તે ગૌણ ઉપકાર
પરલોક સંબંધિઃ- પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થવી તે પરલોક સંબંધિ આનુષંગિક સ્વ અનુગ્રહ.
★ प्रच्युतस्येह सुकुलप्रत्याति विभवबोधि लाभादिः
પર ઉપકાર [-અનુગ્રહ] પણ બે ભેદે છે (૧)પ્રધાન (૨)આનુષંગિક
અ ૭/૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org