Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ઉલ્લંઘન કરેલ હોય તેને હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ નામનો અપરિગ્રહાણુવ્રત નો બીજો અતિચાર કહ્યો છે
નોંધ:-અહીંચાંદી-સોનાના ઉપલક્ષણથી ઉચ્ચ પ્રકારની અન્ય ધાતુઓ, રત્ન,ઇન્દ્રમણી વગેરે કિંમતી પત્થર,રોકડ આદિ બહુમૂલી સર્વેનું ગ્રહણ કરવું
[एतद्ग्रहणाच्चइन्द्रनीलमरकतादि उपलक परिग्रहः] [૩]ધન-ધાન્ય પ્રમાણતિક્રમધનઃ-ગાય,ભેંસ,બળદ,આદિ ચારપગા પશુરૂપ ઘન # ઘોડા,હાથી, પાડા,ઘેટા, બકરા,ગાય વગેરે ચતુષ્પદ તે ધન # ધન –મદિષ્ય - મનવા - મ - તુરી - અમૃત વતુષઃ પરિપ્રદ્દઃ | ધાન્યઃ- ઘઉં,બાજરી,ચોખા આદિધાન્ય पर व्रीहि-कोद्रव-मुद्ग-माष-तिल-गोधूम-यव प्रमृति -ધન ચાર પ્રકારે પણ કહ્યું છે ગ્રિન્થાન્તરથી ધનનું સ્વરૂપ (૧)ગણિમ:- જે વસ્તુઓ ગણીને લેવાય જેમ કે શ્રીફળ-સોપારી વગેરે (૨)ધરિમ - જે વસ્તુઓ ધારીને-તોલીને લેવાય તે ઘરિમ. જેમ કે ગોળ સાકર (૩)મેય - જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય જેમ કે ઘી,તેલ,કાપડ વગેરે. (૪)પરિચ્છેદ્યઃ- જે વસ્તુ કસીને કે છેદીને લેવાય જેમ કે સુર્વણ રત્ન વગેરે. [નોંધઃ-તત્વાર્થ સૂત્ર વૃત્તિ અનુસાર તો ધન માં ચતુષ્પદ નો સમાવેશ કરાયેલો છે –ધાન્ય ચોવીસ પ્રકારે ગણાવાય છે
જવ, ઘઉં, શાલિ,ડાંગર,સાઠી,કોદરા,જુવાર, કાંગ,રાલક,તલ,મગ,અડદ,અળસી,ચણા, મકાઈ,વાલ,મઠ,ચોળા,બંટી, મસૂર, તુવેર,કળથી,ધાણા, વટાણા
આ રીતે વિવિધ પ્રકારના ધન-ધાન્યમાંથી અમુક જ ધન ધાન્ય પોતાના ઉપયોગ માટે છૂટું રાખવું પણ તેથી વધારેનો ત્યાગ કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ કહેવાય છે.
કોઈપણ પ્રકારની ભૂલ-ચૂકથી આ મર્યાદાનો ભંગ થાય અર્થાત ધારેલ પ્રમાણથી અધિક ધન-ધાન્યનો સ્વીકાર કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ અતિક્રમનામનો અપરિગ્રહવ્રત નામનો ત્રીજો અતિચાર કહ્યો છે.
[૪]દાસ-દાસ પ્રમાણાતિક્રમ૪ નોકર ચાકર વગેરેના પ્રમાણનો અતિક્રમ કરવો તે દાસ દાસી પ્રમાણીતિક્રમ
૪ અહીં દાસ-દાસી શબ્દથી બે પગા નોકર-ચાકર-ચાકરડી વગેરે ઉપરાંત મોરપોપટી-મેના વગેરે પક્ષીઓ પણ ગ્રહણ કરવાના છે
ધારેલ પ્રમાણથી વધુનોકર-ચાકરનો કેમેના-પોપટ આદિપક્ષીનો સંગ્રહ કરવોઅર્થાનિયત કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે દાસી-દાસ પ્રમાણતિક્રમ નામક ચોથો અતિચાર સમજવો.
# નોંધ-વંદિતસૂત્ર-ધર્મરત્નપ્રકકરણ આદિગ્રન્થોમાં દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ એવો અતિચાર કહે છે.
दासीदासा: कर्मकरा: उपरुधिका वा परिणयनादिविधिना स्वीकृता वा पत्नीत्यादि सकलद्विपदाभिगृहीतपरिमाणातिक्रमोऽतीचारः । ततश्च हंस-मयूर-कुर्कुट-सारीकादिनां च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org