Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૧ (૨)ડૂાાક્ષા.. સૂત્ર. ૭:૧૮ થી અતિવીર શબ્દની અનુવૃત્તિ
I [7]અભિનવટીકાઃ- બીજું સત્યવ્રત અથવા ધૂળ મૃષાવાદ વિરમણ વ્રત, તેના પાંચ અતિચારો ને આ સૂત્ર થકી સૂત્રકાર જણાવે છે–સૂત્રમાં બીજા વ્રત કે અતિચારનું સ્પષ્ટ કથન ન હોવા છતાં પૂર્વસૂત્રની અનુવૃત્તિથી આ પાંચે અતિચારો છે તે વાત સ્પષ્ટ થાય છે
વળી સૂત્રઃ૧૯ માં જણાવેલ યથાશ્રમ” ના અધિકાર મુજબ સૂત્ર ક્રમના પ્રામાણ્ય થી અહીં બીજું વ્રત જ ક્રમાનુસાર આવે છે તેથી આ પાંચને બીજા વ્રતના અતિચારો કહ્યા છે.
[૧]મિથ્થા ઉપદેશઃ- સાચું ખોટું સમજાવી કોઈને આડે રસ્તે દોરવોનેમિથ્યાઉપદેશ.
જ ખોટી સલાહ આપવી,ભૂલ ભરેલું કહેવું, ખોટામાર્ગદોરવણી આપવી એકબીજાને ચડાવી મારી કજીયો કરાવવો વગેરે
૪ આ અતિચારને અન્યત્ર મોયુવાસ મૃષાઉપદેશ કહેલો છે. કોઈને મૃષા ઉપદેશ આપવો કે જાણી બુઝને ઉશ્કેરણી કરવી તે
તદુપરાંત મંત્ર,ઔષધિ વગેરે જે વસ્તુઓનું પોતાને સમ્યગ્રજ્ઞાન નથી તેનો ઉપદેશ આપવો અથવા વંચનાદિ શીખવનારા શાસ્ત્રો ભણાવવા તે પણ મૃષાપદેશ જ છે. જેને બીજા સત્ય વ્રતનો પહેલો અતિચાર કહ્યો છે
૪ મિથ્યા ઉપદેશ એટલે પરપીડાકારી વચન, અસત્ય ઉપદેશ, અતિસંધાન ઉપદેશ વગેરે મિથ્થા ઉપદેશ છે. ચોર ને મારી નાંખવો જોઈએ, વાંદરાઓને પૂરી દો, વગેરે પરપીડાકારી વચનો છે, ખોટી સલાહ આપી ઉંધા માર્ગે ચડાવવો એ અસત્ય ઉપદેશ છે. વિવાદમાં અન્યને છેતરવાનો ઉપાય બતાવવોતે અતિસંધાન ઉપદેશ છે
અહીં પર પીડાકારી વચનથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ ન હોવાછતાં અંતર્દષ્ટિએવ્રતભંગ છે. એ જ રીતે જે વિષયમાં પોતાને પૂરો અનુભવ ન હોય તે વિષયમાં પોતે સલાહ આપે અને વ્યકિતવિપરીત માર્ગે ચડેતેમાં પણ પોતાની દ્રષ્ટિએ અસત્ય ન હોવાછતાં અનુભવીના દ્રષ્ટિએ અસત્ય છે એટલે બાહ્યથી સત્ય હોવા છતાં તાત્વિક દ્રષ્ટિએ અસત્ય છે 2 असदपदेशः परेणान्यस्यातिसन्धानं स्वयं वाऽतिसन्धानमन्यस्यइति ।
मिथ्योपदेशो नाम प्रमत्त वचनम् अयथार्थ वचनोपदेशो विवादेष्वतिसन्धानोपदेश રૂતિ રિરહસ્ય અભ્યાખ્યાનઃ
#રાગથી પ્રેરાઈને, વિનોદખાતર કોઈપતી-પત્ની કે બીજા સ્નેહીઓને છૂટાં પાડવા કે કોઈ એકની સામે બીજા ઉપર આરોપ મુકવો તે
જ કોઈની ગુપ્ત વાત જાહેર કરી દેવી અથવા સ્ત્રી અને પુરુષની મિથન ક્રિયાને લગતી ગુપ્ત વાત રાગાદિ યુકત મશ્કરીમાં કે રમતમાં કે બેકાળજી થી જાહેર કરી દેવી કે કોઈના ઉપર ખોટું આળ ચલાવવું .
# રમ્ એટલે નિર્જન સ્થળ અથવા એકાન્ત. ત્યાં ઉભા રહી કોઈ બે માણસો વાત કે મસલત કરતા હોય તો અનુમાન માત્રથી એમ કહીદેવું કે તેઓ અમુક પ્રકારની વાત કરતા હતા, કોઇની નિંદા કરતા હતા, કોઈ છૂપું કાવતરું કરતા હતા તો તે પણ રહસ્યાભ્યાન જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org