Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૮ નાની યા મોટી શંકા-અન્યથા વિચારણા કરવી, તે શંકા અતિચાર
૪ આહત પ્રવચનની દ્રષ્ટિ સ્વીકાર્યા પછી તેમાં વર્ણવાયેલા કેટલાંક સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો જે માત્ર કેવલજ્ઞાન કે આગમગમ્ય હોય તેમને વિશે શંકા કરવી કે “આમ હશે કે નહીં હોય તે શંકા અતિચાર
સંશય અને તપૂર્વક પરીક્ષાનું જૈન તત્વજ્ઞાનમાં સૂપર્ણ સ્થાન હોવા છતાં અહીં શંકાને અતિચાર રૂપે વર્ણવેલ છે, તેનું કારણ એ છે કે તર્કવાદની પારના પ્રશ્નોને તર્કદ્રષ્ટિએ કસવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. તેમ કરવા જતા સાધક માત્ર શ્રધ્ધાગમ્ય વસ્તુને બુધ્ધિગમ્ય ન કરી શકવાથી છેવટે બુધ્ધિગમ્ય તત્વોને પણ છોડી દે છે
# પોતાની મતિમંદતા થી આગમોફત પદાર્થોને સમજી શકવાથી અમુક વસ્તુ અમુક રૂપે હશે કે નહીં? એવો સંશય તે શંકા
* શંકાના બે ભેદઃ-(૧)સર્વ શંકા (૨)દેશ શંકા (૧)સર્વ શંકા-મૂળ વસ્તુની શંકા તે સર્વ શંકા, ધર્મ હશે કે નહીં?
(૨)દેશ શંકા -મૂળ વસ્તુની શંકા ન હોય પણ તેના એક દેશની શંકા હોવી તે દેશ શંકા જેમ કે આત્માતો છે પણ તે આત્મા શરીર પ્રમાણ હશે કે નહીં? જીવતો છે પણ પૃથ્વીકાયાદિ જીવો હશે કે નહીં?
આવી શંકા જિજ્ઞાસા બુધ્ધિને બદલે અશ્રધ્ધાની બુધ્ધિ થી થાય તો તેને શંકા અતિચાર કહેવામાં આવે છે
अधिगतजीवाजीवादितत्त्वस्यापि भगवतः शासनं भावतोऽभिप्रपन्नस्यासंहार्यमते: सम्यग्द्दष्टेरर्हत्प्रोक्तेषु अत्यन्तसूक्ष्मेषु अतीन्द्रियेषु केवलागमग्राहयेष्वर्थेषु यः संदेहो भवति एवं स्यात् एवं न स्यात् इति शंका ।
# જે શ્રધ્ધાથી અરિહંત અને સિધ્ધ ભગવાનનું દેવતરિકે આલંબન લેવામાં આવે છે, પાંચ મહાવ્રતધારી ઓનું ગુરુ તરીકે આલંબન લેવામાં આવે છે અને વીતરાગ પ્રણીત ધર્મનું ધર્મ તરીકે આલંબન લેવામાં આવે છે તેની યર્થાથતા વિષે શંકા ઉઠાવવી એ સમ્યક્તનો પહેલો અતિચાર કે દૂષણ છે.
[૨]કાંક્ષાઃ- શ્રી જૈનસંઘ શાસનની દેવ-ગુરુ-ધર્મ સંબંધિ આત્મશુધ્ધિકારક પ્રવૃત્તિનો શંકાએ કરી અનાદર કરી અન્ય ધર્મ,મત,ગચ્છ સંબંધિ પ્રવૃત્તિપ્રતિ સંસાર સુખની લાલસાએ આદર બુધ્ધિ કરવી તે કાંક્ષા
જ ઐહિક અને પારલૌકિક વિષયોની અભિલાષા કરવી એ કાંક્ષા. જો આવી કાંક્ષા થવા લાગે તો ગુણ દોષના વિચાર વિનાજ સાધક ગમે ત્યારે પોતાના સિધ્ધાંતો ને છોડી દે તેથી તેને અતિચાર દોષ કહેલ છે
૪ કાંક્ષા એટલે ઇચ્છા. ધર્મના ફળરૂપે સુખની ઇચ્છા રાખવીતે. સંસારનું સર્વ પ્રકારનું સુખ દુઃખ રૂપ હોવાથી પરમાત્મા એ તેને હોય કહ્યું છે. આથી ધર્મ કેવળ મોક્ષને આશ્રીને જ થાય.જો ધર્મના ફળ રૂપે આલોકે પરલોકના સુખની ઈચ્છા રાખવામાં આવે તો તે પરમાત્માની આજ્ઞાનું ઉલ્લઘંન છે અને સમ્યક્ત નું દૂષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org