Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તદુપરાંત કોઈ અન્ય પરંપરાનું સૂત્રકારના કાળે વિદ્યમાન પણું હોવું તે પણ સંભવી શકે છે પણ તેનો કોઈ વર્તમાન કાલિન આગમ ગ્રન્થ માં કે ટીકા ગ્રન્થોમાં ઉલ્લેખ કરતા નથી વૃત્તિકારતો એક સુંદર વાકયથી અહી ખુલાસો કરે છે કે રેશે- માવસ્થાનું પ્રતિતિનું પ્રતિક प्रतिक्षणम् इति देशव्रतम् इति सुखावबोधार्थम् अन्यथाक्रम:-क्रमभेद हेतुः ।
- સ્વરૂપ - દિવ્રતમાં હંમેશને માટે દિશા ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણવખતે વખતે પ્રયોજન અનુસાર ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યમાંથી નિવૃત્તિ લેવી તે દેશવિરતિ વ્રત
૪ દિગ વિરતિ વ્રતમાં ગમનની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથા યોગ્ય અમુક દેશનો -ભાગનો સંક્ષેપ કરવો તે દેશ વિરતિ.
-દેશ અર્થાત અમુક ભાગ સંબંધિ વિરતિ, તે દેશ વિરતિ. જેમ કે દશે દિશામાં ૧૦૦૦ કિલોમીટર જવા વિશેનો જે નિયમ છે તેમાં દરરોજ જેટલું જવાની સંભાવના હોય તેટલા જ દેશથી વધારે હદ બહાર ન જવું તેવો નિયમ કરવો
અગર સખત માંદગી કે પ્લાસ્ટર આવેલું હોય ત્યારે ઘર કે હોસ્પિટલ બહાર ન જવાનો નિયમ કરવો. જે દિવસ પોતાના ગામ કે શહેરની સીમાન છોડવી હોય ત્યારે તે ગામ કે શહેર ની હદ સુધીનું પરિમાણ નક્કી કરવું તે દેશ વિરતિ વ્રત.
ફળઃ- આ નિયમથી દિ વિરતિમાં જે હદ છોડવામાં આવી છે તેનો પણ સંકોચ થવાથી તેના અગારીવતીને દિવિરતિમાંજેલાભ થતો હતોતેલાતો થાય જ છે, તદુપરાંતવ્રતની અપેક્ષાએ અહીં વિરતિ વધારે હોવાથી, જેટલું વિરમણ વધુ તેટલો લાભ પણ વધારે જ મળે છે
- વર્તમાન પ્રણાલિ - આ વ્રત સંબંધે વર્તમાન કાળે એવી પ્રણાલિ વર્તે છે કે ઓછામાં ઓછા એકાસણાના તપસહિત સવાર-સાંજ બંને સમય પ્રતિક્રમણ કરવા ઉપરાંત બીજી આઠ (કે દશ) સામાયિક કરવી
આ વ્રતને ગ્રહણ કરતી વખતે વર્ષમાં હું અમુક સંખ્યામાં જેમ કે ચારવખત, છ વખત એ રીતે દેશાવકાસિક કરીશ એમનિયમ કરવામાં આવે છે અને દશ-સામાયિકથકી પ્રતિક્રમણ કરવા પૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે છે
શાસ્ત્રીય રીતે તેં દિશા પરિમાણનો સંક્ષેપ કરવો એ જ દશાવકાસિક કહેલું છે - આ વ્રતનો શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર-ટીકા મુજબનો અર્થ:
દેશ શબ્દથી દિ વિરતિ વ્રત વડે મર્યાદિત કરેલો દિક્ષરિમાણ નો એક ભાગ અથવા કોઇપણ વ્રત સંબંધિ કરવામાં આવેલો સંક્ષેપ સમજવાનો છે
અવકાશ એટલે અવસ્થાન અર્થાત્ કોઈપણ વ્રતમાં રાખેલી છૂટોને વિશેષ મર્યાદિત કરીને તેના એક ભાગમાં એટલે કે દેશમાં સ્થિર રહેવું તે-દેશાવકાસિક વ્રત
આ વ્રતનું પાલન દિગૂ વિરતિના સંક્ષેપ ઉપરાંત સચિત, દ્રવ્ય,વિગઈ, વાણહ, તંબોલ,વત્ય,કુસુમ,વાહણ,શયન, વિલેપન, બ્રહ્મચર્ય,દિશા,હાણ, ભસુએચૌદનિયમોના ધારવાથી પણ થઈ શકે છે
જો કે અહીં સૂત્રકાર-તથા વૃત્તિકારને તો દિવિરતિ વ્રતનો સંક્ષેપ જ આવત થકી ઈષ્ટ છે, વિશેષ ભાષ્ય કે વૃત્તિ તત્સમ્બન્ધ જોવા મળતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org