Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૭ સૂત્રઃ ૧૬
- ૭૯ નકકી કરી તેની બહારના દરેક ઘર્મ કાર્યમાંથી નિવૃત્તિ લેવી તે દિગૂ વિરતિ વ્રત
જ પૂર્વ, પશ્ચિમ ઉત્તર, દક્ષિણ, ઈશાન,અગ્નિ,નૈઋત્ય,વાયવ્ય,ઉર્ધ્વ અને અધો એ દશે દિશામાં અમુક હદથી બહાર જવુંએપ્રમાણે દરેકદિશામાંગમન પરિણામનો નિયમ કરવો તે દિવિરતિ
જેમ કે કોઇપણ દિશામાં ૧૦૦૦ કીલો મિટરથી બહાર ન જવું અથવા ભારતની બહાર ન જવું વગેરે પોતાના ત્યાગની ઈચ્છા-વૃત્તિ અનુસાર જે વિરમણ કરવામાં આવે પરિમાણ નક્કી કરવામાં આવે તે દિગ્વિરતિ
$ આ વ્રતમાં દિશાનું પરિમાણ નક્કી થતું હોવાથી આ વ્રતને દિક્પરિમાણ વ્રત કહેવાય છે અને તેના ધારક ને દિક્પરિમાણ અગારી વ્રતી કહેવામાં આવે છે
एभिश्चदिग्वतादिभि: उत्तरव्रतैः सम्पन्नोऽगारीव्रती भवति । तत्र दिग्व्रतं नाम तिर्यगूर्वमधो दशानां दिशां यथाशकित गमन परिमाणाभिग्रहः
ફળઃ- દિગુ વિરતિ વ્રતનું ગ્રહણ નું ફળ શું? કોઈપણ વ્રત ફળદાયી જ હોય અહીં આ વ્રતના મુખ્ય બે ફળ જણાવે છે -૧- ધારેલી દિશાની બહાર થતી સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ થાય છે,
અન્યથા પોતે ન જાય, પોતે હિંસા ન કરે, કોઈને પ્રેરણા ન કરે છતાં જો દિશાનું પરિમાણ નિશ્ચિતનકર્યુ હોય તો ત્યાં થતી સર્વ પ્રકારની હિંસાનું પાપ લાગે છે. કારણ કે નિયમ રહિતતા થી હિંસાના અનુમોદનનો દોષ ચાલુ રહે છે
-૨-દિ વિરતિ વ્રતથી તે અગારી વ્રતીનો લોભ મર્યાદિત બને છે.હદનું નિયમન થયા પછી તે નિયત કરેલ પરિમાણની બહાર ગમે તેટલો આર્થિક લાભ થવાનો હોય તો પણ ત્યાં જવાનું હોતું નથી એટલે સંતોષની માત્રાવિનાનો અને લોભને મર્યાદિત બનાવ્યા સિવાયનો આત્મા આ નિયમ ગ્રહણ કરી શકતો નથી
-વળી એક વખત નિયમના રહણ બાદ તેનાં સમ્યગ પાલન થી લોભ કષાયની માત્રામાં અધિકાધિક ઘટાડો થતો જાય છે અને અનેક આર્થિક પ્રલોભનો સમક્ષ ટકવાનું સાત્વિક બળ મળે છે
[૨]દેશ વિરતિ વ્રતઃ- દેશવગાસિક)
ક્રમભેદ હેતુ- સામાન્યથી તથા આગમ પ્રાપ્ત ઉલ્લેખાનુસાર આ વ્રત નો ક્રમ ઉત્તરગુણોમાં પાંચમો આવે છે છતાં તત્વાર્થસૂત્રકારે તેને જે બીજા ક્રમમાં મુકેલ છે તે ક્રમ ભેદ કરણનો હેતુ એ છે કે પૂર્વનું વ્રત જે દિશા પરિમાણ દર્શાવે છે તેનો સંક્ષેપ કરવો
જેમ કે આપણે દૃષ્ટાન્તલીધું કે દશે દિશામાં ૧૦૦૦ કિલોમિટર જવું તેવું દિમ્ પરિમાણ લીધું પણ તે નિયમતો વાર્ષિક કે આજીવન પર્યન્ત નો હોઈ શકે જયારે રોજેરોજ કંઈ તે અગારી વતીને ૧૦૦૦ કિલોમીટરનું ગમનાગમન હોતું નથી તેથી દિવસ-દિવસના નિયમમાં આ દશ દિશાના પરિમાણનો સંક્ષેપ થઈ શકે છે એટલે તે જ અગારી વ્રતી આ ૧૦૦૦ કિલોમીટરના નિયમને ૧૦ કે ૧૦૦ કિલોમીટર જેટલો પણ સંક્ષેપિત કરી શકે છે
આ રીતે પૂર્વના વ્રતના સંક્ષેપનું કારણ હોવાથી આર્ષ ક્રમ ભેદ કરીને અને આ વ્રતનું ગ્રહણ કર્યું હોય તે વાત સ્વીકૃત થઇ શકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org