Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ری
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્વેષનું નિવારણ કરવું એજ છે.
આ જ કારણથી હિંસા આદિ પાંચ દોષોમાં કયો દોષ પ્રધાન અને કયો દોષ ગૌણ, કયો પહેલો ત્યાગ કરવાલાયક અને કયો પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ રહેતો નથી.
આમતો એક હિંસા દોષની વિશાળ વ્યાખ્યામાં બધાં દોષ સમાઈ જાય છે. છતાં અપેક્ષાએ વિવક્ષા કરવામાં આવે તો પાંચે દોષોમાં એક બીજા દોષોની વિવલા થઈ શકે છે. પરંતુ પાંચે દોષો ના ત્યાગમાં પ્રમાદ ત્યાગ અથવા રાગ-દ્વેષનો ત્યાગ એજ મુખ્ય લક્ષ્ય રાખી વતી આત્માઓએ આત્મ વિકાસ સાધવો જોઈએ.
D D D D D D
(અધ્યાયઃ૭-સૂત્રઃ ૧૩) 0 [1]સૂત્રહેતુ સૂત્રકારમહર્ષિઆ સૂત્રથીખરો વતી કોને કહેવાય તેની વ્યાખ્યા કે પ્રાથમિક લાયકાતને જણાવે છે
1 [2]સૂત્ર મૂળ-નિ:ો વતી D [3]સૂત્ર પૃથક-નિ: શન્ય: ત્રી
[4]સૂત્રસાર:- જે શલ્ય વિનાનો હોય તે વ્રતી શિલ્ય રહિતનો વિરતિઘર આત્મા વ્રતી કહેવાય છે] U [5] શબ્દજ્ઞાનનિ: શલ્ય-માયાદિ શલ્ય રહિત વતી વ્રત વાળો, વ્રતથી યુક્ત
[6]અનુવૃત્તિ-સ્પષ્ટ અનુવૃત્તિ કોઈ જ નથી.
[7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિ એ આ અધ્યાયના પ્રથમ સૂત્રમાં વ્રતની વ્યાખ્યા કરેલી. તે મુજબ હિંસાદિ પાંચે દોષોથી વિરમવું તે વ્રત કહેવાય. હવે સામાન્ય જનમાનસ આટલી જાણકારી પરથી એમ જ સમજવાનો કે જે વ્રત ધારણ કરે તે વ્રતી કહેવાય
સૂત્રકારે પહેલા હિંસાદિ દોષોની વિસ્તૃત અને સ્પષ્ટ સમજ આ પૂર્વેના પાંચ સૂત્રો થકી આપી દીધી હવે વ્રતીનું લક્ષણ જણાવે છે તદનુસાર તો શલ્યરહિતતા ને વ્રતીનું લક્ષણ કહ્યું છે તો પછી ખરેખર વતી કોણ? વ્રતધારી કે નિઃશલ્ય? આવો પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે.
આ સૂત્રમાં તેનું સમાધાન કરતા જણાવે છે કે માત્ર અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય કે નિષ્પરિગ્રહવ્રતને ધારણ કરવાથી કોઈ વાસ્તવીકરીતે વ્રતી બનતો નથી. ખરેખરવતી બનવા માટેની પૂર્વશરત એ છે કે આવો વ્રતધારી જીવ નિઃશલ્ય હોવો જોઈએ અર્થાત્ શલ્યને ત્યાગ કરવો વતીપણાની પૂર્વ શરત છે
–જો તેનામાં દંભ,ડોળ કે ઠગવાની વૃત્તિ પડેલી હોય -જો તેનામાં હજી પણ ભોગોની લાલસા પડેલી હોય -જો તેનામાં સત્ય પરની શ્રધ્ધા ન હોય કે અસત્યનો આગ્રહ હોય તો આ ત્રણે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org