Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
७४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રશ્નઃ૩ “જે ઘરમાં વસે તે અગારી” એવી એક વ્યાખ્યાને જો સ્વીકારવામાં આવેતો જેમુનિ શૂન્યગૃહમાં ઉપાશ્રયમાં કેયક્ષ મંદિર આદિમાં વાસ કરે છે તે બધાં અગારી જ કહેવાશે
અને જેઓની વિષય તૃષ્ણા છૂટી નથી છતાં કોઈને કોઈ કારણસર જેઓએ ઘર છોડી દીધેલ છે. એવા વનમાં રહેનારા ગૃહસ્થ પણ અનગારી કહેવાશે તેનું શું?
સમાધાનઃ- અહીંઘર શબ્દનો અર્થ ભાવઘર લેવાનો છે. ચારિત્રમોહનીયના ઉદયથી ઘર તરફની જે અભિલાષા કે મમતા તેને ભાવઘર કહેલું છે જે વ્યકિતને આવા પ્રકારનું ભાવઘર વિદ્યમાન છે. તે વ્યકિત જંગલમાં જાય અને નગ્નતા ને ધારણ કરીને ત્યાં વૃક્ષોને આશરે જ જીવતો હોય તો પણ તે અગારી જ છે.
જયારે ભાવ-ઘર થી નિવૃત્ત થયેલા મુનિભગવંતો ગમે ત્યાં રહેતો પણ તેમને તે સ્થળનું મમત્વ કે બંધન ન હોવાથી તેઓ અનગાર જ છે.
U [8] સંદર્ભઃ
-આગમ સંદર્ભ-વરિત્તધખે વિદે તં નહી - અમIર વરિત્તધર્મે વેવ ગણIR चरित्त धम्मे चेव * स्था. स्था. २,उ.१,सू.७२ प्रारंभे
# તત્વાર્થ સંદર્ભઃ- (૧)ગણુવ્રતો મારી સૂત્ર. થી ૭:૧૫ અગારીની વ્યાખ્યા
(२)सामायिक छेदोपस्थाप्य परिहार विशुद्धि सूक्ष्मसंपराय यथाख्यातानि चारित्रम् सूत्र ૯:૧૮ અણગારના ભેદો
U [9]પદ્યઃ(૧) વિરતિવાળા જીવના બે ભેદ સૂત્રે સંગ્રહ્યા
અગારી એ છે પ્રથમ ભેદે અણગાર બીજે સાંભળ્યા (૨) આ પદ્ય પૂર્વ સૂત્રઃ૧૪માં કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં મુખ્યત્વે વ્રતીના બે ભેદ જણાવવાનો હેતુ સ્પષ્ટ જ છે છતાં કેટલાંક મહત્વના નિષ્કર્ષ ત્યા તારવી શકાય છે, કેમકે ફકત વ્રતને આશ્રીને વિચારણા કરવામાં આવેતો તો અણુવ્રત ધારી પણ વ્રતી કહેવાશે અને મહાવ્રતધારી પણ વ્રતીજ કહેવામાં આવશે બંને વ્રતીજ છે તો તેનો ભેદશો?
(૧) અગારી વ્રતી અણુવ્રત ધારણ કરે છે જયારે અણગાર વતીઓ મહાવ્રતને ધારણ કરનારા હોય છે ,
(૨)અગારી વતીને છ કોટી પચ્ચકખાણ છે જયારે અણગાર વતીને નવ કોટી પચ્ચખાણ હોય છે
(૩)અગારી વતીને હિંસાદિ પાંચે દોષોમાં અનુમોદનાનો ત્યાગ હોતો નથી જયારે અણગાર વતીને સર્વથા વ્રત ધારણા હોવાથી અનુમોદનાના પણ પચ્ચખાણ કરેલા હોય છે
(૪)અગારી વ્રતી ઉત્કૃષ્ટ રીતે દેશ વિરતિ ધર્મ પાળે તો પણ તે વધુમાં વધુ બારમા દેવલોક સુધી જાય છે જયારે અણગારવ્રતીને ઉ ચારિત્રથી પાંચમાં અનુત્તર અને યાવત મોક્ષ સુધીની પણ ગતિ થઈ શકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org