Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્રતોને અણુવ્રત રૂપે ઓળખાવે છે. ધારોકે મહાવ્રતને આપણે ૧૦૦ ટકા ગુણાંક આપીએ તો ૧ થી ૯૯ ની કક્ષમાં કોઈપણ કક્ષાએ વ્રત ગ્રહણ કરવા તે બધા અણુવ્રત જ કહેવાય છે
- આ રીતે એવોઅર્થ પણ કરી શકાય કે જે મહાવ્રત થી ઓછે કે વત્તે અંશે ન્યૂન છે તે અણુવ્રત છે
+ अणुनि अस्य व्रतानि इति अणुव्रतः ।
–જેમને ઉપરોક્ત અહિંસાદિ પાંચેવ્રતો અણુ અર્થાતસ્તોક,થોડાક્લઘુપ્રમાણમાં ગ્રહણ કરેલા હોય તેને અણુવ્રતી કહેવાય છે અને તેમને ગ્રહણ કરેલા વ્રતને અણુવ્રત કહેવાય છે
– આવા અણુવ્રતો પાંચ છે જે મૂળભૂત અર્થાત્ ત્યાગના પ્રથમ પાયારૂપ હોવાથી આ વ્રતોને મૂળવ્રત પણ કહેવામાં આવે છે
૪ હિંસાદિકથી દેશથી કે અંશથી વિરતિ તે અણુવ્રત અને આવા અણુવતોનો ધારક હોય તે અણુવ્રતી કહેવાય છે
જ અણુવ્રતના ભેદ:
અણુવ્રતના પાંચ ભેદો છે જેની સવિસ્તૃત વ્યાખ્યા આપૂર્વેસૂત્ર૭:૨શર્વતો ગુહિતી સૂત્રની અભિનવટીકામાં કરાયેલી છે તેની સામાન્ય પરિચય વિધિ અત્રે કરેલ છે
(૧)અહિંસા અણુવ્રત - જેને સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત પણ કહે છે -પ્રમત્ત યોગથી થતી હિંસાનો દેશથી ત્યાગ તે અહિંસાણ વ્રત - સ્થળ જીવ હિંસા નહીં કરવી તે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત (૨)સત્ય-અણુવ્રત - જેને સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત પણ કહે છે -પ્રમત્ત યોગથી થતાં અસત્યનો દેશથી ત્યાગ તે સત્યાણ વ્રત
સ્થૂલ જૂઠું નહિ બોલવાનું વ્રત તે સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત (૩)સત્ય-અણુવ્રત - જેને સ્થળ મૃષાવાદ વિરમણ વ્રત કહે છે – પ્રમત્ત યોગથી થતાં અસત્યનો દેશથી ત્યાગ તે સત્યાણું વ્રત – સ્થલ અણદીધું ન લેવાનું વ્રત તે સ્થળ અદત્તાદાન વિરમણ વ્રત
(૪)બ્રહ્મચર્ય-અણુવતઃ- જેને સ્વદારા કે પરદારા ગમન વિરમણ વ્રત અથવા સ્કૂલ મૈથુન વિરમણ વ્રત પણ કહે છે
–પ્રમત્ત યોગથી થતા મૈથુન નો દેશથી ત્યાગ તે બ્રહ્મચર્યાણુવ્રત
-સ્વસ્ત્રી થી સંતોષ રાખવો અને સ્વ સિવાયની [પર સ્ત્રી સાથે ગમન કરવું નહી તે સ્થળ મૈથુન વિરમણ વ્રત અથવા સ્વદારા સંતોષ વ્રત
(૫)અપરિગ્રહ-અણુવતઃ- જેને સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત પણ કહે છે. – પ્રમત્તયોગથી થતાં પરિગ્રહ-મૂછનો દેશથી ત્યાગ તે પરિગ્રહાણુવ્રત -સ્થૂળ પરિગ્રહને મર્યાદિત રાખવાનું વ્રત તે સ્થૂળ પરિમાણ વ્રત વિસ્તારથી સૂત્ર ૭:૨માં ચર્ચાયેલા આ પાંચ અણુવ્રતનો સંયુકત અર્થ એટલો જ છે કે “નાના-મોટા દરેક જીવની માનસિક વાચિક,કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ન સચવવાથી તપોતે નક્કી કરેલ ગૃહસ્થ પણાની મર્યાદા સચવાય અર્થાત્ પ્રયોજનીભૂત હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org