Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૩
૬૯ જ પ્રશ્ન - તમે સુત્રાર્થ માં કહો છો કે નિઃશલ્ય અને વ્રતધારી બંને સાથે હોય તે વ્રતી કહેવાય. પરંતુ નિઃશલ્યત્વ અને વ્રતિત્વ બંને પૃથપૃથક છે તેથી નિઃશલ્ય ને વ્રતી કઈ રીતે કહેવાય? જેમ કોઈ પણ દંડનો સંબંધ હોવામાત્રથી કંઈ છત્રી નથી કહેવાતી તેમ વ્રતનો સંબંધ હોય તે વતી કહેવાય અને શલ્ય વગરનો તે નિ:શલ્ય કહેવાય
જો નિઃશલ્ય હોવાથી વ્રતી થઈ જતો હોય તો પછી તમારે તેને કાંતો વ્રતી કહેવો જોઇએ અને કાં નિઃશલ્ય કહેવો જોઈએ?
નિઃશલ્ય હોય અથવા વતી હોય એમ વિકલ્પ માનીને વિશેષણ વિશષ્ય ભાવ બનાવવો પણ ઉચિત નથી કેમ કે એવું કરવાથી કંઈ વિશેષ ફળ બેસતું નથી કેમ કે ““નિઃશલ્ય કહો કે વ્રતી બંને વિશેષણો થી વિશિષ્ટ એવી વ્યકિત તો એકજ છે પછી નિઃશલ્ય કહો કે વ્રતી કહો ફેરશું પડે છે?
સમાધાનઃ- અહીં નિઃશલ્યત્વ અને વ્રતિત્વ માં અંગ-અંગી નો ભાવ વિવક્ષીત છે તેમાં નિઃશલ્યતાએ અંગછે અનેવ્રતીએ અંગીdજેમ અંગ[અર્થાત અવયવો વિનાઅંગી[અર્થાત અવયવી હોઈ શકે નહીં તે રીતે નિઃશલ્યતા વિના વ્રતી હોઈ શકે નહીં
હા! શલ્યનો અભાવ સાથે વ્રતોનો સદ્ભાવનિતાન્ત જરૂરી છે. જેમ કોઈ ગોવાળ પાસે ગાયો હોય તે ખૂબજદુધ-આપતી હોયઘી પણ થતું હોય તો તેને “બહુઘીદુધવાળો ગોવાળ' કહેવાય છે. અહીં ઘી અને દુધના અસ્તિત્વથી તેનું ગોવાળપણાનું મહત્વ છે ફકત ગાય હોય અને ઘી-દુધ ન હોયતો તેને કોઈ ગોવાળ-ગાયવાળા તરીકે ઓળખતું પણ નથી તેમ પ્રસ્તુત સૂત્રનો અર્થ એ છે કે શલ્યની રહિતતા પણ હોય અને અહિંસાદિ વ્રત પણ ધારણ કર્યા હોય તો તેને વ્રતી કહેવામાં આવે છે પણ શલ્યવાળા વ્રતધારીને વ્રતી કહેવાતો નથી.
* પ્રશ્નઃ- ક્રોધાદિ ચારે કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે, આત્મા ની પ્રગતિને રોકે છે માટે શલ્ય રૂપજ છે તો માયાને જ શલ્ય કેમ કહો છો?
સમાધાનઃ- શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે. જયારે ક્રોધાદિ માં સંપૂર્ણ લાગુ પડતી નથી જે દોષો ગુપ્ત રહીને વિકારો પેદા કરે તે શલ્ય કાંટો વગેરે શલ્ય ગુપ્ત રહીને અસ્વસ્થતા આદિ વિકારો પેદા કરે છે ક્રોધાદિ પ્રગટ પણે વિકારો પેદા કરે છે. અલબત્ત ક્રોધાદિ પણ ગુપ્ત હોઈ શકે છે છતાં માયાની તુલનાએ તેનું અલ્પણું છે જયારે માયાવિશેષે કરીને ગુપ્ત પણે આપોઆપવિકાર પેદા કરે છે, તેનું પ્રગટ સ્વરૂપમાયા કરનારો પણ ઘણી વખત જાણતો હોતો નથી એવીમાયા કષાયની બાહુલ્યતા હોવાથી તેનેશલ્ય રૂપે સ્વીકારાયેલ છે. ' વળી ક્રોધ-માન-લોભ કષાય તે જ ભવમાં છોડીને મોક્ષગમન ના જે દૃષ્ટાન્તો મળે છે. તેવા કોઈ દૃષ્ટાન્ત માયા છોડીને તેજ ભવે મુકિતના સુલભ બનતા નથી આવા કારણો થી શાસ્ત્રકારે તેને શલ્ય કહેવું છે
0 [B]સંદર્ભ$ આગમ સંદર્ભઃ- [[
ડિમાNિ] તિહિં સર્જેહિં માયાન્સેf નિયાન્સે. બિછાવંસીસ - જે થા. પૂ. ૨૮૨, જે સમરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org