Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૩ માનસિક દોષરૂપ છે જયાં સુધી જીવમાં આ ત્રણે શલ્યો હશે ત્યાં સુધી તે મન અને શરીર ને કોતરી ખાય છે અને આત્માને સ્વસ્થ-નિરોગી થવા દેતા નથી
આ રીતે શલ્ય વાળો આત્મા કોઈ કારણસર વ્રત લઈલે તો પણ તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જોમ શરીરના કોઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીક્ષ્ણ વસ્તુ ભોંકાઈ હોય, તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કોઈપણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી. તેમ ઉક્ત માનસિક દોષો પણ તેવાજ વ્યગ્રતા કારી હોવાથી તેમનો ત્યાગ એ વતી બનવા માટેની પાયાની શરત રૂપે જણાવવામાં આવેલ છે.
જે નિઃ :- વ્રતી ની વ્યાખ્યારૂપે મૂકાયેલો આ શબ્દ છે. જેનો સામાન્ય અર્થ થાય છે શલ્ય રહિત કે શલ્ય વગરનો
$ શત્રુતતિ શક્યમ્ - શ ને ઉણાદિનો પ્રત્યેય લાગી શસ્ય એ રીતે શક્ય શબ્દ બનેલો
૪ ગૃતિ હિનતિ તિ શક્યમ્ એવી પણ વ્યુત્પત્તિ જોવા મળેલ છે
# શલ્ય એટલે પીડાદાયીવસ્તુ. જે રીતે શરીરમાં કાંટો વગેરે લાગેતો તેને શલ્ય કહેવાય છે તે રીતે આત્માના પીડાકાર ભાવને પણ શલ્ય કહેવામાં આવે છે
$ જે રીતે કાંટો વગેરે શલ્ય શરીરમાં બેસી જાયતો પ્રાણિઓને પીડાકારી થાય છે તે જ રીતે શરીર અને મન સંબંધિ પીડાનું કારણ હોવાથી કર્મોદય જનિત વિકારને શલ્ય કહેવામાં આવે છે
શલ્ય શબ્દનો શબ્દાર્થ કંટક થાયછેજેકાંટાની માફકસ્બયને ખુંચે છે તેને પણ શલ્ય કહ્યું છે
૪ માયા,નિદાન, મિથ્યાત્વએ ત્રણ શલ્ય છે. શરીરના કોઈ ભાગમાં જેમ કોઇ શલ્ય પ્રવેશ કરેતો તે શરીર અને મનને અવસ્થ બનાવી દે તેમ માયાદિ ત્રણે શલ્યો આત્મામાં રહી જાય તો આત્માને અસ્વસ્થ બનાવી દે છે અને તેની પ્રગતિનો રોધ કરે છે
૧-માયાશલ્ય -માયા એટલે કપટ અથવા માયાચાર $ માયા, નિકૃતિ, વંચના, ઠગવાની વૃત્તિ એ બધું માયા શલ્ય છે. ૪ કપટ પણું હોવું તે માયા શલ્ય
4 माया शाठ्यम् उपधि: छद्म कषाय विशेष । मिमीते परान् इति माया । स्वेन शाठयेन परेषां सारासारप्रमाणमादत्त इति इयन्त एतद्दति सुखसाध्या गृहीतहृदयावष्टम्भानवष्टम्भाः।
# કપટ એજ શલ્ય. જેમ કે જીવ અતિવાર સેવવા છતાં કપટથી ગુરુની સમક્ષ આલોચના ન કરે, કરેતો ખોટી રીતે કરે, કપટથી બીજાની ઉપર પોતાના દોષો ચઢાવે ત્યારે માયા થકી અશુભ કર્મનો બંધ કરીને પોતાના આત્માને દુઃખી કરે છે આ માયા પ્રવૃત્તિ એ જ તેનું શલ્ય કહેવાય છે. ૨. નિયાણ શલ્ય - ભોગની ઇચ્છા, ભોગની લાલસા
વ્રતસાધનાના ફળ રૂપે આલોક અને પરલોકનાં દુન્યવી સુખોની ઇચ્છા રાખવી. $ સંસારિક ભોગરૂપ ફળોની ઇચ્છા ન હોવાથી તે નિદાન.
$ નિદાન એટલે દેવની, મનુષ્યની ઋધ્ધિ જોઇને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાપૂર્વક અનુષ્ઠાન કરવું એ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org