Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪
૨૭ -પરભવમાં તે પાપનું ફળपर प्रेत्य चाशुमां गतिं गर्हितश्च भवति (૧)પરલોકમાં દુર્ગતિમાં ભ્રમણ કરવું પડે છે (૨)ત્યાં પણ અનેક દુઃખ અને હેરાનગતિ ભોગવવા પડે છે
(૩)તથા વ્યભિચારી હંમેશા નિંદા પાત્ર બને છે ભાવનાઃ- આલોક અને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળો ને દેનારા અબ્રહ્મનો ત્યાગ કરવો કે તેનાથી નિવૃત્ત થવું એ જ શ્રેયસ્કર છે
પિપરિગ્રહ - આલોકમાં નુકસાનઃहै शकुनिरिव मांसपेशीहस्तोऽन्येषां क्रव्यादशकुनानात्।ि
# જે રીતે કોઈપક્ષી કે જેના પંજામાં માંસનો ટુકડો લાગેલો રહેતો હોય છે, તે બીજા માંસ ભક્ષી પક્ષીઓનો શિકાર બની જાય છે તેની પાસે થી તે માંસભક્ષી પક્ષી માંસના ટુકડાને લુંટી લે છે અને તેમાસનો ટુકડો મેળવવા પેલા પક્ષીને અનેક પ્રકારે ત્રાસ પણ આપે છે એવી જ રીતે પરિગ્રહ ધારી મનુષ્ય પણ પ્રત્યક્ષ આ લોકમાં ચોર,ડાકુ વગેરેનું નિશાન બની જાય છે પરિણામે ચિંતા અને કાયમી હેરાનગતિ સર્જાય છે આ ભવમાં તે પાપનું ફળ
अर्जन रक्षणक्षयकृतांश्च दोषान् प्राप्नोति । न चास्य तृप्तिर्भवतीन्धनैरिवाग्नेर्लोभाभिमूततत्वाच्च कार्याकार्या न पेक्षो भवति ।
# ધન મેળવવું, સંચય કરવો અથવા તેનો નાશ થવો તેના દ્વારાજે વ્યાકુળતાહેરાનગતિ આદિથાય તે સહન કરવા પડે છે, ધન મેળવવા ટાઢ,તડકો,ભૂખ,તરસ વગેરે અનેક કષ્ટો સહન કરવા પડે છે
મેળવવા માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જો ન મળતોમાનસિકચિંતાઆદિદુઃખ ઉત્પન્ન થાય છે. કદાચ જો ધન મળી જાય તોતેના રક્ષણ માટે અનેક કષ્ટો સહન કરવા પડે છે
ચોર-લુંટારા આ ધન લઈ ન જાય તેની ચિંતા, ભય વગેરે માનસિક દુઃખો સદા રહ્યા કરે છે. ધન ઘણું મળવાં છતાં તૃપ્તિ થતી નથી
# જે રીતે ગમે તેટલું બળતણ નાખવા છતાં અગ્નિ જેમ વધતો જાય છે તેમ ગમે તેટલું ઘન મળવા છતાં લોભી માણસને સંતોષ થતો જ નથી. ઉલટો તેનો અસંતોષ વધતો જાય છે અતૃપ્તિ વધતી જાય છે અને અતપ્ત માણસ કદી શાંતિ પામતો નથી
# કેટલાંક ને લાંભાતરાયનો ઉદય થતાં ધનનો નાશ થાય ત્યારે સ્ક્રય બંધ પડી જાય છે, અતિસાર, સંગ્રહણી, ઝાડા,પ્રેસર વગેરે રોગો થાય છે, અથવા મરણ પર્યન્ત માનસિક પરિતાપ રહ્યા કરે છે
# લોભીમાણસ ધન મેળવવાની લાલસામાંવિવેક પણ ભૂલી જાય છે કર્તવ્ય કે અકર્તવ્યની દરકાર રાખતો નથી. હું કોણ છું હુંક્યાસ્થાનમાં છું? અમુક કાર્યમારે કરવા જાઈએકેનકરવા જોઈએ? વગેરે બધું ભૂલી જાય છે. આથી આલોકમાં અનેક સાથે કંકાસ-કજીયો-વૈમનસ્ય કરતોઅપ્રિય થવા માંડે છે અને એ રીતે મળેલ જીવનના સદુપયોગને બદલે તેને વેફે છે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org