Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અભિનવટીકા
જે જીવો મૃતપિંડ અથવા લાકડું કે ભીંત જેવા જડ-અજ્ઞાની છે. જે વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરવામાં, સમજવામાં,અને ધારણ કરવામાં તથા વિવેક શકિતથી હિતાહિતના વિવેચન માં અથવા વિશિષ્ટ બુધ્ધિ પ્રતિભા અને ઉહાપોહા- તર્કશકિત થી કામ લેવામાં અસમર્થ છે, અથવા મહા મોહોદય થી વિપરીત શ્રધ્ધા કેપ્રવૃત્તિવાળા છે અથવા દ્વેષાદિ થી વસ્તુના સ્વરૂપને અન્યથા ગ્રહણ કરેલું છે અથવા જે દુષ્ટ ભાવના વાળા છે તે બધાં અવિનેય કહ્યા છે.
આવા જીવોની ઉપેક્ષા કરવી. માધ્યસ્થ ભાવના રાખવી. તેના વિશે રાગ કે દ્વેષ કરવો નહીં તે જ શ્રેયસ્કર છે.
ઉપદેશને અયોગ્ય અવિનીત પ્રાણી પ્રત્યે રાગદ્વેષના ત્યાગ પૂર્વક-સમભાવ સહ એને સમજાવવા કે સુધારવા કરતા તેને ઉપદેશન આપવો અને હૃદયમાં ભાવ દયા ચિંતવવા પૂર્વક ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કેમ કે સંભવ છે કે તેવાને ઉપદેશ આપવાથી દ્વેષ ભાવ-ક્લેશ-કંકાસવૈમનસ્ય આદિ ઉત્પન્ન થશે તેમ થવાથી વ્યવહારિક તથા આધ્યાત્મિક બંને નુકસાન જશે
ભાવનાઃ-માધ્યસ્થ ભાવનાભાવવાથી ઉભય પક્ષેદ્વેષની પરિણતિથતીનથી. વૈરાનુબંધ જન્મતો નથી-શકિત અને શ્રમ વેડફાતા નથી. પરિણામે હિંસા જૂઠ આદિ પાપોનું આચરણ થતું નથી એમ વિચારી સ્વીકારી વ્રતીજીવોએ સતત માધ્યસ્થ ભાવના ભાવવી. જેથી તેમના વ્રતોમાં સ્થિરતા અને દૃઢતા આવે છે. ઉપર જણાવ્યા મુજબની મૈત્ર્યાદિ ચાર ભાવના ભાવવાથી (૧)અહિંસાદિ પાંચે વ્રતોની સ્થિરતાઆવેછેઅથવા (૨) અહિંસાદિ પાંચે વ્રતોમાં દૃઢતા આવે છે અથવા (૩)અહિંસાદિ પાંચે વ્રતોમાં પૂર્ણતા આવે છે
[] [8]સંદર્ભ:આગમ સંદર્ભ:
मित्तिं भूएहिं कप्पए सुडियादा साणुकोस्सयाए
३८
मज्झत्थो निज्जरापेही समाहिमणुपालए आचा. श्रु. १, अ.८, गा. ५ આ ચારે વાકયોની વૃત્તિ જોતા મૈત્ર્યાદિ ચારે ભાવનાનો અર્થ જોવા મળે છે
અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)ષોડશક પ્રકરણ (૨)યોગ શાસ્ત્ર
[] [9]પધઃ
(૧)
(૨)
सूय. श्रु. १, अ.१५, गा. ३ ઔપ. મૂ. ૩૮/૨૦-૨ ઔર સૂ. ૩૪/૧
(૩)શાંત સુધારસ
જગતના જીવમાત્રમાંહિં ભાવના મૈત્રી ભલી ગુણથી અધિકા જીવ નિરખી ઉલ્લાસભાવ પ્રમોદની સંસાર દુઃખે તપ્ત જીવો માંહિં કરુણા આણવી અપાત્ર જડ અજ્ઞાની જનમાં માધ્યસ્થતા પીછાણવી હો જીવમાત્રમાં મૈત્રી વધુ ગણે પ્રમોદનો દુઃખમાં કરુણાવૃત્તિ માધ્યસ્થતા કુપાત્રમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org