Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)પાક્ષિક સૂત્રવૃત્તિ (૩)વંદિત સૂત્ર -ગાથા ૧૩ પ્રબોધટીકા-૨ (૪)અઢાર પાપ સ્થાનક સૂત્ર-પ્રબોધટીકા-૨ D[9] પધઃ- આ બંને પદ્યો પૂર્વ સૂત્રમાં સમાવિષ્ટ થયા છે.
U [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રમાં ત્રીજા વ્રતને સ્પષ્ટ કરવા માટેની ભૂમિકા રજુ કરી છે. એ ચોરીને તેય -દોષને સમજી સ્વીકારીને તેનું નિવારણ કરવામાં આવે તો આપોઆપ ત્રીજા વ્રતનું પ્રગટીકરણ થવાનું છે.
અહીં પણ ચોરી એટલે માત્ર “લઇલેવું” એટલો જ મર્યાદિત અર્થ ન વિચારતા તેમાં પ્રમત્તયોગ શબ્દનું મહત્વ અવધારવું જોઈએ.કારણકે અપ્રમત્ત વ્યકિત પણ કર્મનું આદાન વગેરે કરે છે. તો શું તેને પણ ચોરી કહીશું?
ના. પ્રમત્તયોગ હોય અને ગ્રહણ કે ધારણને યોગ્ય વસ્તુ હોય ત્યારે જ આ અદત્તાદાનની વિચારણા કરવાની છે પણ જો આ વ્રત ને સમજીને અણદીધેલું એક તણખલું પણ કોઈ ગ્રહણ ન કરે તો આપોઆપ સમાજ વ્યવસ્થામાંથી ચોર-પોલીસ કે તત્સંબંધિ ન્યાયાલયોની આવશ્યકતાનો જ લોપ થઇ જાય છે. સુંદર અને શાંત સમાજ વ્યવસ્થાનું સર્જન થાય છે અને લોકો સંતોષ વૃત્તિ વાળા થઈ જાય છે. એ જ આ સૂત્રનો સામાજિક નિષ્કર્ષ છે. બાકી આત્મિક દ્રષ્ટિએ તો આ વ્રતના સર્વથાપાલન થકી આત્મા કર્મ પુદગલને પણ ગ્રહણ ન કરે તે જ તેનો નિષ્કર્ષ છે અર્થાત તે જીવ મોક્ષને પામનારો થાય છે.
0 1 0 0 0 0 0
(અધ્યાયઃ સૂત્ર:૧૧) [1] સૂત્ર હેતુ - આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અબ્રહ્મના સ્વરૂપને કહે છે. U [2] સૂત્રમૂળ - મૈથુનમબ્રા
[3]સૂત્ર પૃથક મૈથુન - અબ્રહ્મ U [4] સૂત્રસાર-મૈથુનપ્રવૃત્તિ તે અબ્રહ્મ છે. U [5] શબ્દ જ્ઞાનઃ
મૈથુનમ -સ્ત્રી પુરુષનું જે મિથુન કર્મ
અવલ-બ્રહમચર્યનો અભાવ U [6]અનુવૃત્તિઃ- [અહીંએકમત પ્રમાણે વડગપુત્રયમ્મી.. પાયખi વંદિત સૂત્ર ગાથા-૧૫ -પ્રમાદ વશાત સ્વીકારી એ તો પ્રમયો ત્ સૂત્ર ૭:૮ અથવા તેના યોn[ શબ્દની અનુવૃત્તિ
D [7] અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિ ચતુર્થવ્રતને સમજાવવા માટે પ્રથમ તેની ભૂમિકા બાંધે છે અને તે ભૂમિકા એ જ અબ્રહ્મ દોષની પ્રવૃત્તિ.જેનો અર્થ સૂત્રકાર પોતે સ્વોપજ્ઞભાષ્યમાં આ રીતે કરે છે. કે “સ્ત્રી અને પુરુષ બંનેનામિથુનભાવ અથવા મિથુનકર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org