Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નામક દોષની વ્યાખ્યા આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે. હિંસાની વ્યાખ્યા માટે સૂત્રકાર મહર્ષિ બે અંશો રજૂ કરે છે
(૧)પ્રમત્તયોગ અર્થાત્ રાગદ્વેષવાળી તેમજ અસાવધાન પ્રવૃત્તિ (૨)પ્રાણ વધ અહીં પ્રથમ અંશ કારણરૂપ છે અને બીજો અંશ કાર્યરૂપ છે. સૂત્રનો ફલિતાર્થ એ છે કે “પ્રમત્તયોગથી થતો પ્રાણવધ” તે હિંસા છે જ પ્રમત્ત - પ્રમત્તનો સામાન્ય અર્થ પ્રમાદ કરાય છે.
# પ્રમાદ નો વિસ્તૃત અર્થ [.૮-જૂ8] “મદ્ય,ઇન્દ્રિયના સ્પર્શાદિ પાંચ વિષયો, ક્રોધાદિ ચારકષાયો,નિદ્રા અને ચાર પ્રકારે વિકથા એમ પંદર ભેદે પ્રમાદને જણાવવામાં આવે લ છે. તે પ્રમાદ એટલે આત્મ વિસ્મરણ અથવા કર્તવ્ય-અકર્તવ્યની સ્મૃત્તિમાટે સાવધાન ન રહેવું તે
# કષાય સહિત અવસ્થાને પ્રમાદ કહે છે અને આ પ્રમાદથી યુકત જે આત્માના પરિણામ તેને પ્રમત્ત કહે છે
૪ આત્માના પરિણામ પ્રમાદ રૂપે પરિણત થાય છે તે પરિણામ જ પ્રમત્ત કહેવાય છે * યોT:- મન,વચન, કાયાની ક્રિયા કે પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે
- પ્રમત્તયા- પ્રમાદ પરિણત વ્યકિતના મન,વચન, કાયાના વ્યાપારને પ્રમત્ત યોગ કહે છે
प्राण:- प्राणिति जीवति अनेन इनि प्राण:
છે જેના વડે જીવે તે પ્રાણ-જેના દશભેદ કહ્યા છે – પાંચ ઇન્દ્રિયને સ્પર્શ,રસ,પ્રાણ,ચક્ષુ,શ્રોત્ર -ત્રણ બળ – મનોબળ,વચનબળ,કાયબળ ૩ –શ્વાસોચ્છવાસ-૧ , આયુષ્ય-૧
આ દશે દ્રવ્ય પ્રાણ કહ્યા એ સંસારી જીવનું જીવન છે. આ પ્રાણ વિના કોઈ પણ સંસારી જીવ જીવી ન શકે
* વ્યપરોપUT:-વ્યપરોપણ એટલે વધ # વ્યપરોપણ અર્થાત વિયોગ હિંસા:- હિંસાની મૂળ વ્યાખ્યાતો સૂત્રકાર મહર્ષિ પોતેજ આ સૂત્રમાં જણાવે છે કે પ્રમત્ત યોગ વડે કરીને પ્રાણોનો નાશ કરવો તેહિંસા
૪ મદ્ય,વિષય,કષાય,નિદ્રા અને વિકથાના મન,વચન, કાયા ના વ્યાપાર વડે કરીને કોઇપણ જીવના દશમાંના એક કે વધુ પ્રાણનો વિયોગ કરવો તે હિંસા છે.
જ હિંસા કરવી, મારવું, પ્રાણનો અતિપાત અર્થાત પ્રાણનો વિયોગ પ્રાણનો વધ,દેહાન્તરનું સંક્રમણ કરાવવું અથાત્ ભવાન્તર કે ગત્યન્તર પહોચાડી દેવો અને પ્રાણોનું વ્યપરોપણ કરવું આ બધાં શબ્દો હિંસાના પર્યાયવાચી શબ્દો છે અથવા એકાર્થક શબ્દો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org