Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮
૪૯
-ભલે સ્થૂલ આંખે ન જાણીશકે છતાં તાત્વિક રીતે માત્ર પ્રમત્તયોગ એ પ્રમત્તયોગ જનિત પ્રાણનાશ ની કોટિનીજ હિંસા છે અને માત્ર પ્રાણનાશ એ, કોટિમાં આવે તેવી હિંસા નથી. * પ્રશ્ન-૩ જોપ્રમત્ત યોગ એજ હિંસાના દોષપણાનું મૂળ બીજ હોયતો,હિંસાની વ્યાખ્યામાં એટલું જ કહેવું બસ છે કે પ્રમત્તયોગ એ હિંસા અને જો આ દલીલ સાચી હોયતો એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે કે હિંસાની વ્યાખ્યામાં પ્રાણનાશ ને સ્થાન આપવાનું કારણ શું?
સમાધાનઃ- તાત્વિક રીતેતો પ્રમત્તયોગ ને જ હિંસા કહેલી છે, છતાં સમુદાયમાં તેનો ત્યાગ એકાએક અને મોટેભાગે શકય નથી તેથી ઉલટુંમાત્ર પ્રાણવધ એ સ્થૂળ અથવા સ્વરૂપ હિંસા છેછતાં તેનો ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઇષ્ટ છે, તેમજ પ્રમાણમાં મોટે ભાગે શકય પણ છે.
કદાચ પ્રમત્તયોગ અર્થાત્ ભાવ કે નિશ્ચય હિંસાન છુટયા હોય તો પણ સ્થૂલ પ્રાણનાશ વૃત્તિ ઓછી થઇ જાય ત્યારે પણ સામુદાયિક જીવનમાં સુખશાંતિ વર્તતી જોવા મળે છે
અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ સ્થૂળહિંસાનો અર્થાત્ દ્રવ્યહિંસાનો ત્યાગ થયા પછી ધીમે ધીમે પ્રમત્તયોગ અર્થાત્ ભાવ હિંસાનો ત્યાગ સમુદાયમાં સંભવિત બને છે
આ રીતે નિશ્ચય દૃષ્ટિએ પ્રમત્તયોગ રૂપ-ભાવહિંસાનો જ ત્યાગ ઇષ્ટ હોવા છતાં સામુદાયિક જીવન વ્યવસ્થાની દૃષ્ટિએ હિંસાને સ્થાન આપી તેના ત્યાગને અહિંસાની કોટીમાં મૂકવામાં આવેલ છે.
* પ્રશ્ન-૪ સૂત્રમાં પ્રાણના વિયોગને હિંસા કહેલી છે પણ આ પ્રાણો આત્માથી જૂદાં છે પ્રાણો ના વિયોગથી આત્માનો વિનાશ થતો નથી. તો પછી પ્રાણોના વિયોગને દોષ-પાપ કે અધર્મરૂપ શામાટે ગણેલ છે?
સમાધાનઃ-પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી પણ દુઃખ અવશ્ય થાય છે અને દુઃખ ની અનુભૂતિને કારણે જ પ્રાણ વિયોગને અધર્મ-પાપ કે દોષરૂપ ગણેલ છે.
આ રીતે પ્રાણવિયોગ ઉપરાંત અન્યને કોઇપણ રીતે દુઃખ આપવું એ પણ અધર્મ કે હિંસા છે * દ્રવ્ય કે ભાવ હિંસાનું સ્વરૂપઃ
આત્માના જ્ઞાનાદિ ગુણો એ ભાવ પ્રાણ છે વિષય-કષાય આદિ પ્રમાદને કારણે આત્માનાં ગુણોનો ઘાત થાય છે આ ઘાત પણ હિંસા જ છે આત્માના ગુણોનો ધાત એ ભાવ હિંસા છે
આત્માના ગુણોના ઘાતરૂપ ભાવ હિંસાની અપેક્ષાએ દ્રવ્ય પ્રાણોના ઘાત એ દ્રવ્ય હિંસા છે આ દ્રવ્ય અને ભાવ એ બંને હિંસામાં ભાવ હિંસાની મુખ્યતા છે છતાં વ્યવહારમાં હિંસાના સ્વરૂપને રજૂ કરતી વખતે તથા અહિંસાના વ્રત સ્વરૂપનો સ્વીકાર કરતી વેળાએ તો વ્ય પ્રાણનાશ રૂપ હિંસાની જ વિચારણા કરવામાં આવે છે તે લક્ષમાં રાખવું
દૃવ્ય -ભાવ હિંસા સ્વ અને પર ભેદે
અ ૭/૪
પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વ-ભાવ-હિંસા છે
બીજાના આત્માના ગુણોની ઘાતમાં નિમિત્ત બનવું એ પર ભાવ હિંસા છે. ઝેર કે અન્ય દ્રવ્યથી પોતાના પ્રાણોનોવિયોગ કરવો એ સ્વવ્ય હિંસા છે બીજાના દ્રવ્ય પ્રાણોનો વિયોગ કરાવવો તે પર-ધ્રૂવ્ય હિંસા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org