Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતેચેતન અચેતનના સ્વભાવની ભાવના ભાવતોજીવ હંમેશા સંવેગને પામનારો થાય છે # તદુપરાંત - જગતનો સ્વભાવ કેવો છે?
–જયાં પ્રિય નો વિયોગ અપ્રિય નો સંયોગ, દારિદ્ધ,દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, વધ, બંધન , અસમાધિ,દુઃખ સંવેદન વગેરે લક્ષણો સતત જોવા મળે છે, માતા મટીને પુત્રી મિત્ર મટીને શત્રુ વગેરે થયા કરે છે સંસારમાં સર્વત્થાનોની અશાશ્વતતા જોવા મળે છે તેથી જગતના આવા સ્વભાવને જોઈને-જાણીને તે જગત સ્વભાવ સંવેગ ને માટે છે તેમ ભાવના ભાવવી અથવા જગતના સ્વભાવથી સંવેગ જ ઉત્પન્ન થાય તેમ ચિંતવવું
જ વાયqમાવઃકાયઃ- દેહ, શરીર, વીયો તિ શ્રેય કાયસ્વભાવઃकायस्वभावोऽनित्यतात दुःखहेतुत्वं नि:सारताऽशुचित्वम् इति ।
# શરીર નો સ્વભાવ છે કે જન્મ-બાળપણ -તારુણ્ય-યુવાની વૃધ્ધાવસ્થા વગેરે અનુસાર અનિત્યતાનું જ દર્શન કરાવે છે
–તેમાં બાળ-કુમાર-યૌવન-પ્રૌઢ-વૃધ્ધાવસ્થા બધામાં વિનશ્વરતા જણાય છે. કશુંજ શાશ્વત નથી પૂર્વાપૂર્વા વસ્થાનો લોપ અને ઉત્તરા ઉત્તરા અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ રીતે આયુષ્યની સમાપ્તિ પર્યન્ત શરીર ના પરિણામોમાં સતત અનિત્યતા જોવા મળે છે.
-ક્રોધાગ્નિથી, વાયુકે તાપના શોષણથી કેતેવા અન્ય કારણોથી શરીરના આકારમાં પરિણત પુદ્ગલમાં જે વિભક્તતા કે પરિવર્તન આવે છે તે પણ શરીરની અનિત્યતાનું દર્શન કરાવે છે
એ જ રીતે આ શરીર ને લાલન-પાલન થી, કુંકુમ-અગરુ કપૂર-કસ્તુરી આદિથી લેપ કરવાથી,અન્ન-પાન-વસ્ત્રાદિ વડે પોષવા કે આચ્છાદિત કરવા છતાં પણ ગમે ત્યારે તેનો ધ્વંસ-નાશ થઈ જાય છે
–આ શરીરસ્વભાવ થી દુઃખ હેતુભૂત હોય દુઃખને જ જન્મ આપે છે. જયાં સુધી શરીર છે ત્યાં સુધી તેને આશ્રીને રહેલા જીવને દુ:ખનો જ ઉપભોગ કરાવે છે કેમ કે આત્મ પ્રદેશ અને પુદ્ગલ પ્રદેશો અન્યોન્ય ક્ષિર-નિર થઇ ગયા હોવાથી આત્મા ને પુદ્ગલ નિમિત્તે ઘણોજ દુઃખનો અનુભવ થયા કરે છે જે શરીર બળી જાય ત્યાં સુધી ચાલુ રહે છે
–એ જ રીતે નિઃસારતા એ પણ કાયાનો સ્વભાવ જ છે. જો ચામડી અને માંસના પટલ ભેદીને કે છૂટા પાડીને જોવામાં આવે તો આ શરીરમાં હાડકા-મૂત્ર-મળ-પિત્ત-મજજા-કફલોહી વગેરે સર્વે વસ્તુ જે કંઈપણ જોવામાં આવે છે તે બધી અસાર વસ્તુ છે તેમાં સારભૂત તત્વ કશુંજ જોવા મળતું નથી અર્થાત આ શરીરને છેદી- ભેદી-છૂટૂપાડીને જોવામાં આવે તો સમગ્ર કાયા નિસાર જણાય છે તેમાં સાર ભૂત કોઇ જ વસ્તુ લાગતી નથી
– છેલ્લે આ કાયા અશુચિતથી ભરેલી છે. આ અશચિત્વ તો લોક પ્રસિધ્ધ છે. ગર્ભમાં વ્યુત્ક્રાન્તિ પામે ત્યારે શુક્ર અને શોણિત નાસંયોગ રૂપ, પછી ક્લલરૂપ, પછી માંસપેશી વગેરેના પરિણામરૂપે પણ અશુચિમય કાયાજ હોય છે, પછી જયારે હાથ-પગવગેરે સર્વેઅંગો પરિપૂર્ણ થાય ત્યારે તે પરિપૂર્ણ થવામાં પણ માતાના આહારની અશુચિ કે પિતાનું વીર્ય જ આહાર રૂપે લેવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org