Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સુખને ઉપજાવવાને સમર્થ હોતું નથી તેના વડે માત્ર દુઃખ પ્રતિબંધ થાય છે તો પણ મૂઢ માણસો તે અવસ્થા વિશેષ ને સુખ માને છે
આ રીતે ખરેખર!મૈથુન એ સુખ નથી પણ ઉદ્ભવેલ એક રોગ કે વ્યાધિનું નિવારણ માત્ર છે બીજું તેને ખણજ આદિ વ્યાધિના ક્ષણિક પ્રતિકાર સમાન હોવાથી દુઃખ જ કહેલ છે જેમ કોઇ ગુંમડું પાકી ગયું હોય તે પ્રાણીને તીવ્ર વેદના થતી હોય તેના રસી વગેરે નીકળી જતાં તે માણસને શાંતિ લાગે છે,તેમ પુરુષ વેદાદિના ઉદયથી તીવ્ર દુઃખ અને અતિ થી પીડાતો, વિવેક ભ્રષ્ટ,સદા આર્ત્તધ્યાન થી પીડાતા મનવાળો માણસ સ્ત્રીના સંયોગમાં વીર્યાદિ છોડે છે તે ગૂમડામાંથી નીકળતા રસીની જેમ મોહનીયકર્મના ઉદયથી સુખ માનવા છતાં દુઃખ જ છે
વળી વીર્યાદિ નિક્ષેપ એ માત્ર મોહજન્ય વ્યાધિનો પ્રતિકાર જ છે. માટે કામસુખ એ દુઃખજ છે. ખૂજલી કે ખરજના રોગીને જેમ ખણતી વખતે બહુ મજા આવે છે તે નખ,લાકડાનો ટુકડો,બરછટ કપડું,કાકરો, પત્થર જે હાથ લાગે તેનાથી શરીર ખજવાળવામાંડે છે ત્યારે તેને ખૂબજ મજા આવે છે પણ પાછળથી લોહી આવી જાય છે અને ખરજ મટે છે ત્યારે તેને ગમે તેટલું સુખરૂપ લાગવાછતા અંતે દુઃખદજ બને. છે તે રીતે કામેચ્છારૂપ રોગથી ઘેરાયેલા જીવને મૈથુન સેવન ક્ષણવાર સુખ રૂપ લાગે પણ અંતે તો દુઃખજ છે.
ભાવનાઃ-વિવેકી માણસ આ લોક અને પરલોકમાં દુઃખના કારણભૂત,દુર્ગતિના કારણભૂત એવા મૈથુન થી વિરમવું કે નિવૃત્ત થવું એ જ કલ્યાણકારી છે તે પ્રમાણે ભાવના ભાવવી [૫]પરિગ્રહઃ
परिग्रहवानप्राप्तप्राप्तनष्टेषु काङ्क्षारक्षणशोषोद्भवं दुःखभेव प्राप्नोति
પરિગ્રહ પણ અપ્રાપ્ત ધનની ઇચ્છાનો સંતાપ,પ્રાપ્ત ધનના રક્ષણની ચિંતા, તેના ઉપભોગમાં અતૃપ્તિ,તેનો નાશ થતા શોક વગેરે કારણ દુઃખ જ છે
જયાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તી ની ઇચ્છાનું દુઃખ,પ્રાપ્ત થયા પછી આ નષ્ટ ન થઈ જાય તેવી વિચારણાથી તેના રક્ષણ કરવા માટે ચિંતિત રહે છે. કદાચ જો તે નાશ પામે તો તે ધનના વિયોગથી ઉત્પન્ન થયેલો શોકથી ઉદ્વિગ્ન રહે છે. આ રીતે પરિગ્રહની અપ્રાપ્તી-પ્રાપ્તિ અને વિયોગે દુઃખ જ છે
” પરિગ્રહ શબ્દથી સચિત્ત-અચિત્તાદિ ભેદ અને મમત્વનો સંબંધ છે. તે મમત્વવાળો જ પરિગ્રહવા કહેવાય છે. તેને અપ્રાપ્તિમાં મેળવવાની કાંક્ષા,પ્રાપ્તિમાં રક્ષણ ની ચિંતા અને નાશ થતા શોકનો ઉદ્ભવ એ સર્વેમાં ખેદ હોવાથી દુઃખજ છે
પ્રશ્નઃ- ધન સંચય થી તો સુખ દેખાયજ છે છતાં દુઃખ કેમ કહો છો? સમાધાનઃ-ધનની અપ્રાપ્તિ-પ્રાપ્તિ-નાશએત્રણેસ્થિતિનાદુ:ખોનોસ્પષ્ટઅભિપ્રાયો
કહેલો જ છે તદુપરાંત જો આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલવવામાં આવે તો ધન-સંપત્તિ એ પર વસ્તુ છે. આ પરવસ્તુથી સુખ-દુઃખ કે લાભ-નુક્સાન થાય તે માન્યતા જ મોટી ભ્રમણા છે માટે પહિાદિ દુઃખજ છે તે આત્મિક સુખરૂપ તો કદાપી ન થાય પણ આ લોકને પરલોકમાં પણ દુઃખના કારણ રૂપ હોવાથી દુઃખ જ છે. ભાવનાઃ- આલોક અને પરલોકમાં દુઃખ તથા દુર્ગતિને દેનાર એવા આ દુઃખના કારણભૂત કે સ્વયમ્ જેદુઃખજછે તે પરિગ્રહ થી અટકવું કે તેનો ત્યાગ કરવો એ જ કલ્યાણકારી છે તેમ ભાવના ભાવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org