Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ છે એવી ભાવના ભાવવી જોઈએ એટલે કે હિંસાદિ નેવિશે આ બેમાંથી એક ભાવના ભાવવી
# સૂત્રોકત એવા વા શબ્દનો બીજો અર્થ સમુચ્ચય છે
–અર્થાત હિંસાદિ પાંચે દોષોમાં અપાયદર્શન અને અવદ્યદર્શનની ભાવના પણ ભાવવી એટલે કે સૂત્ર ૪ અને સૂત્ર ૫ બંને મુજબની ભાવના ભાવવી તે માટે શબ્દ મુકેલ છે
જ દુ:શ્વમેવ-અહીં સૂત્રકાર મહર્ષિએ: શબ્દ સાથે 4 કાર પણ મુકેલ છે. તેનો અર્થ એજ છે કે હિંસાદિ પાંચે દોષોમાં સુખનાછાંટો પણ નથી. એકબિંદુસમાન સુખ પણ કદીઆદોષોમાં પ્રાપ્ત થતું નથી દુઃખ દુઃખ અને દુઃખ જ છે એમ ભાર પૂર્વક જણાવવા માટે અહિં પર્વ મુકેલ છે.
-हिंसादिषु - हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेषु विषयभूयमापन्नेषु दुःखहेतुषुस्वभावेषु च दुःखबहुलतामेव भावयेत् ।
[૧]હિંસાઃ+ यथा ममाप्रियं दुःखं, एवं सर्व सत्त्वानाम्
$ જેવી રીતે મને દુઃખ અપ્રિય છે તેવી રીતે બધાં પ્રાણીઓને તે અનિષ્ટ છે. મારી હિંસાથી જેમ મને દુઃખ થાય તેમ હું બીજાની હિંસા કરું તો તેને દુઃખ કેમ ન થાય? જેવો હું છું તેવાજ બધાં પ્રાણીઓ છે માટે તેમને પણ દુ:ખ કેમ ન થાય? જેવોહું છે તેવાજ બધાં પ્રાણીઓ છે માટે તેમને પણ દુઃખ થવાનું છે. - $ જેમ દુઃખ અર્થાત્ અનિષ્ટ સંયોગ નિમિત્ત,શરીર અને મનને પીડારૂપ હોવાથી મને પ્રીતિકારી થતા નથી. એ રીતે જગતના બધા જીવોને પણ અપ્રિય છે
ભાવના-વધ, બંધન, છેદન, આદિજેવામપીડાકારી છેતેવાબધાનેદુ:ખદાયી છે તેવુંવિચારી હિંસા થી વિરમવું અથવા હિંસાનો ત્યાગ એ જ કલ્યાણકારી છે તેમ ભાવના ભાવવી.
[૨]અસત્ય, જૂઠ,મિથ્યાભાષણઃ
है यथा मम मिथ्याभ्याख्यानेनाभ्याख्यातस्य तीव्र दुःखं भूतपूर्व भवति च तथा सर्वसत्त्वानाम्।
૪ મિથ્યા ભાષણથી જે રીતે મને દુઃખ થાય છે. કદાચ કોઈ મારા વિષયમાં મિથ્યાભાષણ કરે છે અથવા કોઇએ કર્યુ હોય તો તેથી મને તીવ્ર દુઃખ થાય છે ભૂતકાળમાં પણ થયું છે તેનો મને અનુભવ છે એ રીતે પ્રાણિમાત્રને મિથ્યાભાષણ અર્થાત જૂઠથી દુઃખ થાયછે.
# મને કોઈ જૂઠું કહે અથવા મારા ઉપર કોઈ જૂઠું આળમુકે તો તે નિમિત્તે મને પ્રકૃષ્ટ દુઃખ ભૂતકાળમાં ઉત્પન્ન થયું છે. વર્તમાન માં પણ જૂઠા આળથી મને દુઃખ થાય છે તેવી રીતે તમામ જીવોને આ હેતુથી દુઃખ ઉત્પન્ન થાય છે અને બોલનાર ને પણ બીજા જન્મમાં સદા દુ:ખનો અનુભવ થયા કરે છે
ભાવનાઃ- આમ અસત્યવચન કે જૂઠાઆળથી મારા જેટલું જ દુઃખ અન્યને થતું હોવાથી તેનાથી વિરમવું કે અટકવું એ જ કલ્યાણ કારી છે, તેવી ભાવના ભાવવી
[૩]ચોરી,તેયઃ- यथा मम इष्टद्रव्यवियोगे दुःखं भूतपूर्व भवति च तथा सर्वसत्त्वानाम् । # જેમ મારી કોઈ ઈષ્ટવસ્તુનો વિયોગ થાય તો તેનાથી મને ખૂબજ દુઃખ ભૂતકાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org