Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૫
૨૯ થતી આ લોક પરલોકસંબંધિ કર્મવિપાકની અદૂભુત વિચારણા તો છે જ સાથે સાથે જો તેનાથી વિરમવા માં આવે, તેનાથી નિવૃત્ત થવામાં આવે તો વૈરાગ્ય માટે પણ ઉત્તમોત્તમ વિચારણા થઈ શકે છે. આ પાંચે ના વિપાકની વિચારણા અને તેના થકી વિરમવું એટલે ભાવથી અને દ્રવ્ય થી સર્વવિરતિ પણું. અને જો જીવ દ્રવ્ય અને ભાવપૂર્વક સર્વવિરતિ પણાને પામે તો પછી ક્રમશઃ એ પાંચે થી વિરમેલો તે કષાયના નિગ્રહ-ઉપશમ કે ક્ષય સુધી પહોંચી જઇને વિતરાગતાને પામનારો અવશ્ય થવાનો છે.
માટે આ પાંચે ભાવના ભાવપૂર્વક ભાવતા-ભાવતા તેના સર્વથા આચરણ થકી મોક્ષને પામવા રૂપ પરંપર ફળની પ્રાપ્તિ એ જ આ સૂત્રનો નિષ્કર્ષ છે
0 0 0 0 0 0
(અધ્યાયઃ-સૂત્રઃ૫) U [1]સૂત્રહેતુ- વ્રતને સ્થિર કરવા માટે સૂત્રકાર મહર્ષિ સર્વ વ્રત માટેની સર્વ સામાન્ય એવી બીજી ભાવનાને અહી જણાવે છે
U [2] સૂત્ર મૂળ-યુવમેવ વા 0 [3]સૂત્ર પૃથક-યુવમ્ વ વા
U [4] સૂત્રસાર:-અથવા [હિંસા આદિ દોષોમાં ] દુઃખ જ છે [એમ ભાવના ભાવવી] [અર્થાત્ હિંસાદિ પાપો દુઃખરૂપ જ છે એમ વિચારવું
U [5]શબ્દજ્ઞાનઃ૩:-દુ:ખ
વ-જ - અથવા U [6]અનુવૃત્તિ - (૧)હિંસકૃતસ્તેયાત્રHપરિપ્રદ..સૂત્ર ૭:૧ (૨)તશ્ચર્થ ભાવની.. સૂત્ર. ૭:૩
U [7]અભિનવટીકાઃ-જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષોનું ખરું દર્શન થવાથી જ ત્યાગ ટકી શકે છે એ કારણથી અહિંસા આદિ વ્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરવું આવશ્યક મનાયેલ છે
એ દોષ દર્શન સંબંધે પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર જણાવે છે કે ત્યાજય વૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તો જ એમનો ત્યાગ વિશેષટકે, તે માટે હિંસા આદિ પાંચે દોષોને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાનો અર્થાત દુઃખ ભાવનાનો અહીં ઉપદેશ કરવામાં આવે છે
અહિંસા આદિ વ્રત લેનાર પોતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુઃખની કલ્પના કરે એ જ દુ:ખ ભાવના છે. અને એ ભાવના એ-એવ્રતોના સ્થિરીકરણમાં ઉપયોગી છે
વા:- સૂત્રમાં કહેવાયેલ વ શબ્દ નો એક અર્થ વિકલ્પ છે -અર્થાત હિંસાદિમા અપાય-અવદ્યદર્શન ભાવવું જોઈએ. અથવાતો હિંસાદિ પાંચે દોષો દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org