Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૪
તવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [3]સૂત્ર પૃથક્ક-હિંસડુિ ફુદ - અમુત્ર વ માય ગવદ્ ટર્શનમ્
[4]સૂત્રસાર-હિંસા આદિ [પાંચ દોષો] માં આલોક અને પરલોકના અપાય દર્શન અને અવધ દર્શન ભાવવા.
[અર્થાતુ હિંસાથી આલોક અને પરલોકને વિશે પોતાના શ્રેયોનો નાશ એટલે કે અનર્થની પરંપરાએને પાપનો કરુણવિષાકભોગવવાનું થાય છે, તે વાતની વિચારણા કરવીમતલબ કે તેનાથી વિરમવું ,
I [5]શબ્દજ્ઞાન - હિંસા, અસત્ય,સ્તેય,અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ હિંસાવિહુ- આલોક અમૂત્ર-પરલોક -અને
અપાય-અનર્થ પરંપરા એવદ્ય-ગહિત, પાપ તન- ઉપલબ્ધિ U. [6] અનવૃત્તિઃ- (૧)હિંસાવૃતસ્તેયાત્રા પરપ્રદ..સૂત્ર. ૭૨
(ર)તત્ ઐયર્થ સૂત્ર ૭:૩થી માવના શબ્દ ની અનુવૃત્તિ O [7]અભિનવટીકા-જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષોનું ખરું દર્શન થવાથી જ ત્યાગ ટકી શકે છે. એ કારણથી સૂત્રકાર મહર્ષિ અહીં અહિંસા આદિ વ્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરાવે છે
આ હિંસાદિદોષોનું દર્શન સૂત્રકારે બે રીતે જણાવેલ છે (૧)ઐહિક દોષદર્શન ()પારલૌકિકદોષ દર્શન
હિંસા અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ અનુભવાય છે, તેનું ભાન સદા તાજું રાખવું તે ઐહિક દોષ દર્શન છે
-અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવું તે પારલૌકિકદેવદર્શન છે અને આ બંને જાતના દર્શનોના સંસ્કારોને પોષવાતે અહિંસા આદિવ્રતોની ભાવનાઓ છે
હિંસતિયું- મયદર્શન અવદર્શન– કઈ રીતે? [૧] હિંસાઃઆ લોકમાં નુકશાન + नित्योद्वेजनीयो नित्यानुबद्ध वैरश्च
# હિંસક માણસ આ જન્મમાં હંમેશ ઉદ્વિગ્ન અને આકુળ-વ્યાકુળ સ્વભાવનો હોય છે. પોતે ઉદ્વિગ્ન રહે છે અને અન્યને ઉગ કરાવે છે
# કોઈને કોઈની સાથે તેને કાયમ વેરભાવ રહે જ છે અને એ રીતે અન્યપ્રાણી સાથે વૈરની પરંપરા ઉભી થાય છે.
આ જન્મમાં તે પાપનું ફળઃ4 इहैव वधबन्धपरिक्लेशादीन् प्रतिलभते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org