Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૩- સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતઃ-સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ દાંત ખોતરવા માટેની સળી જેવી નાનામાં નાની વસ્તુથી માંડીને કોઇપણ અણદીધેલી વસ્તુ ન લેવી તે સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત. -૪- સર્વથા મૈથુન વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના મૈથુનનો ત્યાગ ૐ માત્ર સ્ત્રી [ક પુરુષ]સાથે વાત કરવા જેટલા અલ્પ પણ [અર્થાત્ સર્વ પ્રકારના] મૈથુન એટલે કે કામનો સંગ,તેનાથી વિરમવું તે સર્વથા મૈથુન વિરમણ વ્રત. -૫- સર્વથા પરિગ્રહ વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ વસ્તુ વગેરેમાં અલ્પ પણ મૂર્છા ન રાખવી તે સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત આ રીતે દેશથી વિરમવું તેને અણુવ્રત કહેલ છે અને સર્વથા વિરમવું તેને મહાવ્રત કહેલ છે મહાવ્રત અને અણુવ્રત વચ્ચે તફાવત -૧-વ્રત સ્વીકારની દૃષ્ટિ એઃ- પાંચે મહાવ્રતોનો સાથેસ્વીકાર કરવાનો હોય છે પોતાની અનૂકૂળતા પ્રમાણે એક-બે એમ છૂટાં છૂટાં મહાવ્રતોનો સ્વીકાર થઇ શકે નહીં જયારે અણુવ્રતોમાં પોતાની અનુકૂળતા મુજબ એક બે વગેરે અણુવ્રતો સ્વીકારી શકે છે ૨- કોટી-ભેદ સંખ્યા:-મહાવ્રતોમાં ૯ કોટી પચ્ચક્ખાણ હોય છે જયારે અણુવ્રતોમાં ૬-કોટી પચ્ચક્ખાણ હોય છે કારણ કે —પાંચ મહાવ્રતોમાં મન,વચન,કાયાથી કરવું-કરાવવું અને અનુમોદવું એ રીતે ત્રણ યોગ અને ત્રણ કરણથી [૩X૩] નવ ભેદે પચ્ચક્ખાણ હોય છે જયારે અણુવ્રતમાં મન,વચન,કાયાથી કરવું નહીં-કરાવવું નહી એમ ત્રણ યોગ અને બે કરણથી [૩×૨] છ ભેદે પચ્ચક્ખાણ હોય છે પણ અનુમોદના નો ત્યાગ હોતો નથી. -૩ છૂટછાટની દૃષ્ટિએ ઃ- પાંચ મહાવ્રતોમાં પાંચે પાંચ નો સ્વીકારતો જરૂરી છે જ તદુપરાંત તેમાં કોઇ છૂટછાટ લઇ શકાતી નથી જયારે અણુવ્રતોમાં પોતે સ્વીકારેલા એક-બે કે પાંચે વ્રતોમાં સંક્ષેપ થઇ શકે છે, અનુકૂળતા મુજબ છૂટછાટ લઇ શકે છે. -૪ અલ્પબહુત્વઃ- મહાવ્રતોની અપેક્ષાએ નાના વ્રતો હોવાથી તેને અનુ-નાના વ્રતો કહે છે અથવા અણુ વ્રતોની અપેક્ષાએ મોટા હોવાથી તેને મહાવ્રતો કહેવામાં આવે છે -પ મહા કે અણુ કેમ કહ્યા — —ગુણોની અપેક્ષાએ સાધુ મહાવ્રત ધારી કરતા - ગૃહસ્થો દેશ વિરતિધરો અણુ અર્થાત્ નાના હોય છે માટે તેને અણુ કહ્યા અથવાતો ગૃહસ્થોની અપેક્ષાએ સર્વવિરતિધર માં ગુણો વધુ હોવાથી તેને ‘મહા’ કહેવામાં આવે છે – ૩- ભગવંત પોતાની પ્રથમ દેશના માં પહેલા સર્વવિરતિ નો અર્થાત્ મહાવ્રતો નો ઉપદેશ આપે છે જયારે તિત્પશ્ચાત] તેના પછી અર્થાત્ અનુ દેશ વિરતિનો ઉપદેશ આપતા હોવાથી તેને અનુવ્રતો કહેવામાં આવે છે [] [8]સંદર્ભ: ♦ આગમસંદર્ભ:-પંવાળુવ્વતા પળત્તા તં નહા શૂઝાતો પાળાવાયાતો વેરમાં શૂછાતો मुसावायातो वेरमणं, थूलातो अदिन्नादाणातो वेरमणं, सादारा संतोषे इच्छापरिमाणे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 170