Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨
–૩ સ્થળ અદત્તાદાન વિરમણ વ્રત# દેશથી ચોરીની વિરતિ તે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત
જ અદત્તાદાન એટલે અણ દીધેલું લેવું અથવા ચોરી. આ દોષનો અલ્પ અંશ કે એક દેશથી ત્યાગ કરવો તે સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત.
# જેને વ્યવહારમાં ચોરી કહેવામાં આવે છે તે પરદ્રવ્યહરણ, ખીસું કાપવુંદાણચોરી, ધાડ, લૂંટફાટ વગેરે સ્થળ ચોરીનો ત્યાગ તે સ્થૂળ અદત્તાદાન વિરમણવ્રત
# અર્થાત ચોરી કે પર દ્રવ્ય હરણ બે રીતે છે
(૧)સીધું હરણ - માલિકે આપ્યા વિના બળજબરી થી, ફોસલાવીને અથવા ખાતર પાડીને લઈ લેવું તે સીધુ દ્રવ્ય હરણ કે ચોરી છે
(૨)માલિકને ખબર ન પડે તે રીતે મુકતી થી છેતરપિંડી થી કે રાજયના અધિકારી સાથે મળી જઈને અનૂકુળ કાયદા કરાવવા દ્વારા પડાવી લેવું તે આડકતરું દ્રવ્ય હરણ છે
-૪- સ્થળ મૈથુન વિરમણ વ્રત$ દેશથી મૈથુન ની વિરતિ તે સ્થૂલ મૈથુન વિરમણવ્રત
# સ્વપત્ની સિવાયની અન્ય કોઈ સ્ત્રી અથવા પરસ્ત્રી સાથે મૈથુન નો ત્યાગ, તે સ્થળ મૈથુન વિરમણ
૪ પરદાર કે પરસ્ત્રી ગમન થકી વિરમવું તે
અહીં “પર''એટલે પોતાના સિવાયની. એવોઅર્થકરવોઅન્ય મનુષ્યો સઘળાતિર્યંચો અને સઘળાદેવોએબધા “પર છે તેમની તેમની સ્ત્રીઓ સાથેવિષયભોગથીવિરમjઅથવાજે પોતાની સ્ત્રી નથી તે સર્વત્રી થકી વિરમવું તે. તેને સ્વદારા સંતોષ વ્રત પણ કહે છે -પ-સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રતઃ૪ દેશથી પરિગ્રહ-મમતાથી વિરતિ તે સ્થળ પરિગ્રહ વિરમણ વ્રત
# રોકડ,દુકાન,ઘર,દાગીના, રાચરચીલું વગેરે દરેકનો અમુક અમુક પ્રમાણથી વધારેનો ત્યાગ તે રીતે પરિગ્રહનું પરિમાણ નક્કી કરવું તે પણ પરિગ્રહ પરિમાણ અર્થાત્ સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રત કહેવાય છે.
૪ પરિગ્રહના પરિમાણની મર્યાદા નક્કી કરવી તે * સર્વત: વિરત-મહાવ્રતમ:- હિંસાદિ દોષોથી સર્વથા વિરમવું તેનેમહાવત કહેવાય છે. હિંસાદિ દોષો પાંચ છે માટે મહાવ્રત પણ પાંચ સમજવા.
-૧-સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત-સર્વ પ્રકારના જીવની હિંસાનો ત્યાગ તે [જીવ ના ભેદો માટે ગ.ર-૧૦ થી ૧૫ જૂઓ
s ત્રસ, સ્થાવર સૂક્ષ્મ,બાદર એમ સર્વ પ્રકારના જીવોની હિંસા ને કરવા-કરાવવાઅનુમોદવા થકી વિરમવું તે સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત -૨-સર્વથા મૃષાવાદ વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ
જ ક્રોધ, લોભ, ભય, હાસ્ય એ કોઈપણ કારણે બોલાતા સર્વઅસત્ય વચનથી અટકવું તે સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org