________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-૩- સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતઃ-સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ
દાંત ખોતરવા માટેની સળી જેવી નાનામાં નાની વસ્તુથી માંડીને કોઇપણ અણદીધેલી વસ્તુ ન લેવી તે સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત.
-૪- સર્વથા મૈથુન વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના મૈથુનનો ત્યાગ
ૐ માત્ર સ્ત્રી [ક પુરુષ]સાથે વાત કરવા જેટલા અલ્પ પણ [અર્થાત્ સર્વ પ્રકારના] મૈથુન એટલે કે કામનો સંગ,તેનાથી વિરમવું તે સર્વથા મૈથુન વિરમણ વ્રત. -૫- સર્વથા પરિગ્રહ વિરમણ વ્રતઃ- સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ
વસ્તુ વગેરેમાં અલ્પ પણ મૂર્છા ન રાખવી તે સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત આ રીતે દેશથી વિરમવું તેને અણુવ્રત કહેલ છે અને સર્વથા વિરમવું તેને મહાવ્રત કહેલ છે મહાવ્રત અને અણુવ્રત વચ્ચે તફાવત
-૧-વ્રત સ્વીકારની દૃષ્ટિ એઃ- પાંચે મહાવ્રતોનો સાથેસ્વીકાર કરવાનો હોય છે પોતાની અનૂકૂળતા પ્રમાણે એક-બે એમ છૂટાં છૂટાં મહાવ્રતોનો સ્વીકાર થઇ શકે નહીં
જયારે અણુવ્રતોમાં પોતાની અનુકૂળતા મુજબ એક બે વગેરે અણુવ્રતો સ્વીકારી શકે છે ૨- કોટી-ભેદ સંખ્યા:-મહાવ્રતોમાં ૯ કોટી પચ્ચક્ખાણ હોય છે જયારે અણુવ્રતોમાં ૬-કોટી પચ્ચક્ખાણ હોય છે કારણ કે
—પાંચ મહાવ્રતોમાં મન,વચન,કાયાથી કરવું-કરાવવું અને અનુમોદવું એ રીતે ત્રણ યોગ અને ત્રણ કરણથી [૩X૩] નવ ભેદે પચ્ચક્ખાણ હોય છે જયારે અણુવ્રતમાં મન,વચન,કાયાથી કરવું નહીં-કરાવવું નહી એમ ત્રણ યોગ અને બે કરણથી [૩×૨] છ ભેદે પચ્ચક્ખાણ હોય છે પણ અનુમોદના નો ત્યાગ હોતો નથી.
-૩ છૂટછાટની દૃષ્ટિએ ઃ- પાંચ મહાવ્રતોમાં પાંચે પાંચ નો સ્વીકારતો જરૂરી છે જ તદુપરાંત તેમાં કોઇ છૂટછાટ લઇ શકાતી નથી જયારે અણુવ્રતોમાં પોતે સ્વીકારેલા એક-બે કે પાંચે વ્રતોમાં સંક્ષેપ થઇ શકે છે, અનુકૂળતા મુજબ છૂટછાટ લઇ શકે છે.
-૪ અલ્પબહુત્વઃ- મહાવ્રતોની અપેક્ષાએ નાના વ્રતો હોવાથી તેને અનુ-નાના વ્રતો કહે છે અથવા અણુ વ્રતોની અપેક્ષાએ મોટા હોવાથી તેને મહાવ્રતો કહેવામાં આવે છે -પ મહા કે અણુ કેમ કહ્યા
— —ગુણોની અપેક્ષાએ સાધુ મહાવ્રત ધારી કરતા - ગૃહસ્થો દેશ વિરતિધરો અણુ અર્થાત્ નાના હોય છે માટે તેને અણુ કહ્યા અથવાતો ગૃહસ્થોની અપેક્ષાએ સર્વવિરતિધર માં ગુણો વધુ હોવાથી તેને ‘મહા’ કહેવામાં આવે છે
– ૩- ભગવંત પોતાની પ્રથમ દેશના માં પહેલા સર્વવિરતિ નો અર્થાત્ મહાવ્રતો નો ઉપદેશ આપે છે જયારે તિત્પશ્ચાત] તેના પછી અર્થાત્ અનુ દેશ વિરતિનો ઉપદેશ આપતા હોવાથી તેને અનુવ્રતો કહેવામાં આવે છે
[] [8]સંદર્ભ:
♦ આગમસંદર્ભ:-પંવાળુવ્વતા પળત્તા તં નહા શૂઝાતો પાળાવાયાતો વેરમાં શૂછાતો मुसावायातो वेरमणं, थूलातो अदिन्नादाणातो वेरमणं, सादारा संतोषे इच्छापरिमाणे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org