Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એ કારણથી તે અતીન્દ્રીય હોવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. જયારે અરૂપી કહેવાતા ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોને તો ઇન્દ્રિયો ના વિષય બનવાની યોગ્યતા હોતી જ નથી. આજ તફાવત અતીન્દ્રિય પુદ્ગલ અને અતીન્દ્રિય ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જીવસ્તિકાય વચ્ચે જાણવો.
૪ પુલ નું વૈધર્યપણું-પુદ્ગલ સિવાય અન્ય કોઈ દ્રવ્ય મૂર્ત નથી. કેમ કે અન્ય કોઈ દ્રવ્ય ઇન્દ્રિયથી ગૃહિત થતું નથી પરિણામે આ રૂપી પણું જપુદ્ગલને ધર્માસ્તિકાય આદિ ચાર તત્વોથી અલગ કરતું વૈધર્મ છે.
અર્થાત રૂપીપણાની દ્રષ્ટિ એ પુદગલ દ્રવ્ય અન્ય દ્રવ્ય થી અસમાન છે.
–મન તથા સૂક્ષ્મ પુદ્ગલો ઇન્દ્રિયો દ્વારા જણાતા નથી. પણ તે સૂક્ષ્મતા છોડીને જયારે સ્થૂળતા ધારણ કરે ત્યારે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે બાકી સૂક્ષ્મ અવસ્થામાં રહેલા પુદ્ગલોમાં પણ વર્ણાદિ ચતુષ્કતો વિદ્યમાન હોય જ છે.
૪ સારાંશ રૂપે- એમ કહી શકાય કે- આ સૂત્રથી બે વાત સિધ્ધ થઈ.
(૧)ધર્માદિકની સાથે પુદ્ગલનું જે અરૂપી પણું સિધ્ધ થતું હતું તે આ સૂત્ર થકી નિવૃત થાય છે. અર્થાત પુદ્ગલ રૂપી છે તેવું સિધ્ધ થાય છે.
(૨)અનંત પુદ્ગલ સાથે રૂપીપણાનું નિત્ય તાદાસ્ય અવસ્થિત રહે છે તે પણ સિદ્ધ થાય છે. આ બે સાબિતી ને લીધે સૂત્રના પણ બે રીતે અર્થ કર્યા છે. (૧)રૂપી દ્રવ્ય પુગલ જ છે બીજા દ્રવ્યો રૂપી નથી. (૨)બધા પુદ્ગલો રૂપી જ છે કોઈ પુદ્ગલ અરૂપી નથી. # પુરા: બહુવચન કેમ? બહત્વના પ્રતિપાદનને માટે
-સ્કંધ,દેશ, પ્રદેશ અપેક્ષા એ જ નહીં પણ અનેક ભેદ પુગલોને જણાવવા માટે પુસ્ત્રિ : એવુ બહુવચન મુકેલ છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ-પાર્થિવ પ.૭૩૨ પૂ. રૂ૦૫/૨ # તત્વાર્થ સંદર્ભ-અરસાવવત: પુસ્ત્રિ: ૫:૨૩ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- નવતત્વ ગાથા:૯ વિવરણ 1 [9પદ્યઃ(૧) દ્રવ્ય પુદ્ગલ માત્ર રૂપી સૂત્ર દ્વારા સંગ્રહ્યા
પ્રથમના એ ત્રણે દ્રવ્યો એકને અક્રિય કહ્યા (૨) આ પદ્ય પૂર્વ સૂત્ર સાથે કહેવાઈ ગયું છે.
U [10]નિષ્કર્ષ- આ સૂત્રમાં પુદ્ગલના રૂપી પણાને જણાવવાનું મુખ્ય પ્રયોજન છે. આ રૂપી પણાનો અર્થ એ કે તે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો થકી ગ્રાહ્ય છે. આ ઉપરથી તત્વ સમજવા જેવું એ છે કે આ જગતમાં જે-જે કંઈ દેખાય છે તે તમામ પુલાસ્તિકાય દ્રવ્ય ના વિકારો જ છે ટૂંકમાં કહીએ તો જે દેખાય છે તે પુદ્ગલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org