Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા યથાયોગ્ય હોય છે.
જ વન્તઃ- મૂળ મત પ્રત્યય છે. વ્યાકરણના નિયમાનુસાર વત થયો છે. વતનું બહુવચનમાં વન્તઃ થયુ છે.
- આ શબ્દ પૂર્વના ચાર સાથે જોડાયેલો છે. -स्पर्शश्च रसश्च गन्धश्च वर्णश्च स्पर्शरसगन्धवर्णास्त एतेषांसन्तीति स्पर्शरसगन्धवर्णनवन्त:
આ રીતે વાનરસવાન, વાન,વર્ણવાન એમચારે શબ્દોબનતા હોવાથી સ્પર્શવાળો , રસવાળો,ગર્ધવાળો અને વર્ણવાળો એમ ચારે ગુણોથી યુકત તે પુદ્ગલ કહેલ છે.
પુત્ર -પુદ્ગલ શબ્દની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે. -અહીં પુદ્ગલ શબ્દ ને બહુવચનમાં પ્રયોજેલ છે. કેમ કે પુદ્ગલ દ્રવ્યો અનંત છે અને પ્રત્યેક પુદ્ગલ દ્રવ્ય આ ચારે લક્ષણોથી યુકત છે
-સ્પર્શ,રસ,ગંધ અને વર્ણએ ચાર જે દ્રવ્યમાં છે તે પુદ્ગલ જ વિશેષ:- સૂત્ર સંબંધિ વિશેષ વિચારણા -
# સ્પર્શદિ ચારે ગુણો સાથે જ રહે છે એથી જયાં સ્પર્શ કે અન્ય કોઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણે ગુણો પણ અવશ્ય હોય જ.
# સ્પર્ધાદિ ચારમાં કોઈપણ ગુણો અવ્યકત હોય તેવું બને પણ હોય જ નહીં એવું કદી બનતુ નથી.
# જેમકેવાયુ,વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ પણ તેને રૂપને જાણી શકતા નથી કારણ કે વાયુનું રૂપ અતિ સૂક્ષ્મ છે જે જોવાની આપણા ચક્ષમાં શકિત નથી.
# આ જવાયુ વર્તમાન વૈજ્ઞાનિક પધ્ધતિએહાઈડ્રોજન અને ઓકિસજન રૂપે સંયોજન પામે ત્યારે પાણી સ્વરૂપ બને છે અને નજરે જોઈ શકાય છે. કારણ કે બે વાયુના સંયોજન વડે તે અણુઓ સૂક્ષ્મપણાનો ત્યાગ કરીને સ્થૂળ બની જાય છે.
# અહીં સ્પર્શમાં મૂદુ કે વર્ણમાં કૃષ્ણ વગેરે જે વાત કરી તેમાં પણ કંઈને કંઈ તરતમતા હોય છે. તેથી સામાન્ય રીતે મૂદુત્વ સ્પર્શ એક હોવા છતાં બધા મૂદુ પદાર્થો નો સ્પર્શ સમાન જણાતો નથી. તે જ રીતે કૃષ્ણત્વ વર્ણ હોવા છતાં બધા માણસો કે બધી વસ્તુનું કાળાપણું એક સરખું હોતું નથી તે બધામાં તરતમતા નજરે પડે છે.
આ તારતમ્ય પ્રમાણે સંખ્યાત,અસંખ્યાત અને અનંત સુધી ભેદો હોઈ શકે છે [જો એક એક ભેદને અલગ કર્મ પ્રકૃત્તિ સ્વરૂપે મૂલવશો તો કર્મપ્રકૃતિ પણ અસંખ્યાત થઈ જશે.
( પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. તેના ખંધ,દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ પૂર્વે જણાવેલા છે. આ દરેક દ્રવ્યમાં સ્પર્શ-રસ ગંધ વર્ણ એ ચારે પર્યાયોનું અસ્તિત્વ અવશ્ય હોય છે. જેમાં ઉપર જણાવ્યા મુજબ આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ અને પાંચ વર્ણ એમ વીસ ભેદોમાંથી યથાસંભવ ભેદ કે ગુણધર્મો સ્કન્ધાદિમાં જોવા મળે છે.
સંસારી સકર્મક જીવદૂત્રોનો સંસારીક સમસ્ત જીવન વ્યવહાર આ પુદ્ગલ દ્રવ્યના સંયોગ-વિયોગ સ્વરૂપ છે. જયારે ધર્માસ્તિકાયાદિ ત્રણનો જીવ કે પુગલ સાથે કયારેય સાંયોગિક પરિણામ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org