Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૪
સામ્ય ઃ- અને સશતા
~ ગુણનું સામ્ય એટલે તેમાં રહેલા સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશોની સમાનતા
-- સર્દશતા- એટલે તેની જાતિમાં રહેલી સમાનતા
આ રીતે ગુણ સામ્યતાનો સંબંધ અંશોની સંખ્યા સાથે છે જયારે સર્દશતાનો સંબંધ સ્નિગ્ધ-રૂક્ષ એ જાતિ સાથે છે.
૧૪૧
વિસદ્દશ:- જેમ સમાનતાની વ્યાખ્યા કરતા કહ્યુ કે સ્નિગ્ધ નો સ્નિગ્ધ સાથે કે રૂક્ષનો રૂક્ષ સાથે બંધ તે સર્દશ કહેવાય. તેમ સ્નિગ્ધ નો રૂક્ષ સાથે કે રૂક્ષ નો સ્નિગ્ધ સાથે બંધ થવો તે વિસર્દશ કહેવાય છે.
-વિસર્દશ એટલે જાતિની અસમાનતા
વિશેષઃ- સૂત્ર સંબંધિ કેટલાંક સ્પષ્ટીકરણોઃ
-૧-પૂર્વસૂત્રઃ૩૩ ઉપરથી એવું ફલિત થતું હતું કે મધ્યમ અને ઉત્કૃષ્ટ અર્થાત્ જધન્યેતર સંખ્યા યુકત અંશો વાળા બધા પુદ્ગલ અવયવોનો પારસ્પારિક બંધ થઇ શકે છે પરંતુ એમાં પણ અપવાદ છે.
-૨- સમાન અંશ વાળા અને સમાન જાતિવાળા [અર્થાત્ સદેશ]અવયવો– પુદ્ગલોનો પારસ્પારિક બંધ થઇ શકતો નથી પરિણામે
-૩- સમાન અંશવાળા સ્નિગ્ધ - સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના સ્કન્ધ બનતા નથી.
-૪- સૂત્રકારે આ રીતે કરેલા નિષેધનો અર્થ એ છે કે અસમાન ગુણવાળા સર્દશ અવયવોનો બંધ થઇ શકે છે. એટલે કે
-૫- મધ્યમ ગુણી અને ઉત્કૃષ્ટ ગુણી પણ સમાન સંખ્યા વાળા અને સર્દશ પણ હોય તો તેઓનો પરસ્પર બંધ થઇ શકે નહીં પરંતુ થોડા-વત્તા ઓછા કે વધુ અંશો હોય તેવા સર્દશ પુદ્ગલો તો બંધ પામી જ શકે છે.
-૬ અર્થાત્
-
– જો ગુણની સામ્યતા ન હોય તો સર્દશ કે અસર્દશ કોઇપણ પ્રકારના પુદ્ગલો પરસ્પર બંધ પામી શકે છે. તેમજ
– ગુણની સામ્યતા હોય તો પણ અસર્દશ ગુણોનો પારસ્પારિક બંધતો થઇ જ શકે છે. –૭ વળી એક ગુણ અંશવાળો પણ અસર્દશ એવા બે કે તેથી અધિક ગુણવાળા પુદ્ગલ અવયવ સાથે પરસ્પર જોડાઇ શકે છે
– ૮ અહીં સર્દશતાનું વિધાન જાતિની દૃષ્ટિએ છે જયારે સામ્યતાનું ગુણકૃત્ સમતાની દૃષ્ટિએ છે તેથી
- એક સ્નિગ્ધ ગુણ વાળા સાથે એક સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય બે સ્નિગ્ધ ગુણ વાળા સાથે બે સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય –ત્રણ સ્નિગ્ધ ગુણ વાળા સાથે ત્રણ સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય ~ સંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળા સાથે સમ-સંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International