Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૧
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૯
નિશ્ચયકાળઃ- પૂર્વે સૂત્ર૨૨:માં જણાવ્યા મુજબનો વર્તના િલક્ષણ વાળો કાળ તે નિશ્ચય કાળ કહેવાય છે. આ નૈશ્ચયિક કાળ લોક અને અલોક બંનેમાં હોય છે. વર્તનાઃ- સાદિ સાંત વગેરે ચાર ભેદે કોઇપણ સ્થિતિમાં કોઇપણ રીતે દ્રવ્યોનું હોવું તે પરિણામઃ- દ્રવ્યોની પરિણતિ-નવાપણું કે જૂના પણું તે પરિણામ યિાઃ- ભૂત-વર્તમાન કે ભાવિ એવી પદાર્થોની ગતિ,સ્થિત્યાદિ ચેષ્ટા તે ક્રિયા પરાપરત્ન:- કોઇપણ પદાર્થજેના આશ્રયથી પહેલો થાય તે પર અને પછી થાય તે અપર જેમ કે ૧૦ વર્ષના છોકરાથી ૧૬ વર્ષનો છોકરો મોટો-૫૨-કહેવાય નોંધઃ-આ લક્ષણો સૂત્ર ૫:૨૨ માં વિસ્તારથી ચર્ચેલા છે.
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા કાળ એ ધ્રૂવ્ય નથી, પણ દૂવ્યના વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. જીવાદિ ધ્રૂવ્યોમાં થતાં વર્તનાદિ પર્યાયોમાં કાળ ઉપકારક હોવાથી પર્યાય અને પર્યાયીના અભેદ વિવક્ષાથી ઔપચારિક [ઉપચારથી]દ્રવ્ય કહેવામાં આવે છે.
પ્રશ્નઃ-જોપર્યાય અને પર્યાયી [અર્થાતદ્રવ્ય]નાઅભેદનીવિવક્ષાથીજોકાળનેદ્રવ્ય કહેવામાં
આવેતો વર્તનાદિ પર્યાયો જેમ અજીવના છે તેમ જીવના પણ છે. એટલે કાળને જીવ-અજીવ ઉભય સ્વરૂપે કહેવો જોઇએ તેને બદલે શાસ્ત્રમાં કાળને અજીવ સ્વરૂપ કહ્યો છે તેનું શું કારણ?
સમાધાનઃ- આ ઐશ્ચયિક કાળ જીવાજીવ ઉભય સ્વરૂપજ છે. આગમમાં નીવા જેવ અનીવા વેવ ત્તિ એમ પણ કહ્યું છે. [જો કે આગમમાં તો છ ા પળત્તા કહી કાળને દ્રવ્ય પણ ગણેલું છે તેવાત અહીં અપ્રસ્તુત હોવાથી વિશેષ ચર્ચા કરેલ નથી] તેથી કાળ જીવાજીવરૂપ છે જ પણ જીવ કરતા અજીવ દ્રવ્યની સંખ્યા અનંતગણી હોવાથી બહુલતાને આશ્રીને અહીં ગનીવ ના ભેદમાં કાળને ગણાતું હોય છે.
] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:- અળતા સમયા મા૰ ૧.૨ ૩.ફૂ. ૭૪૭૪-૬-૨ જે તત્વાર્થ સંદર્ભ:- વર્તનાપરિણામક્રિયા પરત્નારત્વે વૃ ાસ્ય ૬:૨૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ-(૧)નવતત્વ ગા. ૧૩ વિસ્તાર (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ:૨૮
[9]પદ્યઃ- આ સૂત્રના બંને પઘો પૂર્વસૂત્રઃ૩૭ માં કહેવાઇ ગયા છે
[10]નિષ્કર્ષ:- આ બે સૂત્ર થકી અનંત સમય પર્યાત્મક કાળ ક્રૂવ્ય છે અથવા કાળ પણ જીવાજીવનો પર્યાય છે તેવું કહ્યું પણ સમય છે-કાળછે તે વાતના અસ્તિત્વનો ઇન્કાર થઇ શકે તેમ નથી.
આ કાળ દ્રવ્ય જે વ્યવહારિક કાળ ગણાવે છે તેમાં એક માપ છે પુદ્ગલ પરાવર્તન. જે જીવ એક વખત સમ્યક્તવ ને સ્પર્શે તે વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળમાં મોક્ષે જાય. આપણે પણ સમ્યકત્વ પામીને આ વ્યવહાર કાળનીજ ગણના કરવાનીછે. કયારે આપણે પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પૂરો કરીને મોક્ષમાં જઇએ અને મોક્ષમાં પણ જે સાદિ અનંત
અ પ/૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org