Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – આદિમાન એટલે જે કોઈ કાળે ઉત્પન્ન થયેલ છે તે આદિ
-શબ્દના બે અર્થો ટીકાકાર મહર્ષિ જણાવે છે. -૧ ૩ શબ્દ પરિણામ ના ઉપસંગ્રહને માટે છે.
-૨ ૨ શબ્દ અનુકત એવા કાળના સમુચ્ચયને માટે છે. (જો કે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો “કાળ''નો ઉલ્લેખ કરેલો જ નથી. ત્યાં સ્પષ્ટ વધશનીવે; ત ! એમ કહી ને સૂત્રકારે અરૂપી એવાકાળ દ્રવ્યની ગણના કરી જ નથી તે વાત ખાસ લક્ષમાં રાખવી
અરૂપી દ્રવ્યોનું અનાદિ પણુંદ્રવ્યો બે પ્રકારના છે (૧)રૂપી (૨)અરૂપી
તેમાં રૂપીદ્રવ્ય માટે સૂત્રકારમહર્ષિ હવે પછીના સૂત્ર૫:૪૩ માં પિS વિમાન કહીને રૂપી દ્રવ્યોમાં પરિણામો આદિમાન છે. તેવું જણાવે છે જયારે પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ કથન કરે છે કે મન પપુ ધર્માધાશનીવવું તે ! અર્થાત
અરૂપી દ્રવ્યોમાં અનાદિ પરિણામ હોય છે.
(૧)ધર્માસ્તિકાય તેમાં અસંખ્યપ્રદેશત,લોકાકાશવ્યાધિત્વ,ગતિઅપેક્ષા કારણત્વ, અગુરુલઘુત્વ વગેરે અનાદિ પરિણામ છે.
(૨)અધર્માસ્તિકાય-તેમાં અસંખ્યપ્રદેશ7,લોકાકાશવ્યાપિ–સ્થિતિ અપેક્ષા કારણત્વ, અગુરુલઘુત્વ વગેરે અનાદિ પરિણામ છે.
(૩)આકાશાસ્તિકાય તેમાં અનંત પ્રદેશત્વ,અવગાહદાયિત્વ, વગેરે અનાદિ પરિણામ છે. (૪)જીવના-જીવત્વ વગેરે અનાદિ પરિણામો છે.
(૫) [ભાષ્યકાર મહર્ષિએ કાળને દ્રવ્ય ન ગણતા હોવાથી તેનો સમાવેશ અહીં કર્યો નથી. પણ વૃત્તિકાર મહર્ષિ એ અરૂપી એવા કાળની અન્ય મતે વિવફા કરી હોવાથી કાળના વર્તના વગેરે અનાદિ પરિણામો છે તેવું જણાવેલ છે.
આ પરિણામો કોઈક અમુક અમુક કાળે ઉત્પન્ન થયા તેવું નથી પણ દ્રવ્યના નિત્ય સહભાવી હોવાથી અનાદિ જ છે.
એક વિવાદ અને સમાધાનઃકોઈ પણ વ્યરૂપી હોય કે અરૂપી તેમાં અનાદિ અને આદિમાન એવા બંને પરિણામો હોવાના કેમ કે પ્રવાહની અપેક્ષા પરિણામ અનાદિ છે અને વ્યક્તિની અપેક્ષાએ પરિણામ આદિમાનું હોય છે. આ વાત પૂર્વે પણ થયેલી જ છે.
ઉપરોકત ભાષ્યકૃત વ્યાખ્યા અનુસાર ધર્માદિ દ્રવ્યોના જે પરિણામ જણાવ્યા છે તે અનાદિ જ છે પણ વ્યકિત અપેક્ષાએ તેમાં આદિપણું પણ ઘટી શકે છે એવો પ્રશ્ન ખુદ વૃત્તિકાર-ટીકાકાર મહર્ષિ એ ઉઠાવેલો છે અને તેઓ એમ પણ છેલ્લે લખે છે કે વસ્તુતઃબધા દ્રવ્યોમાં આદિમાન તથા અનાદિમાન પરિણામ હોય છે.
દિગમ્બરોના ટીકા ગ્રન્થોમાં પણ બંને પ્રકારના પરિણામો હોવાનું સ્પષ્ટ કથન છે. तदभावस्तत्त्वं परिणाम इति आख्यायते स द्विविधोऽनादिरादिमांश्च ।
અહીં પ્રશ્ન થાય કે જે વાત દિગમ્બર ટીકાકારો લખે છે કે જે વાત સિધ્ધ સેનીય ગણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org