Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને અમુક પર્યાયો ઉત્પન્ન થાય છે. અને એ રીતે પર્યાયોનો પ્રવાહ સદા ચાલ્યા કરે છે.
પર્યાયોના પ્રવાહનો આરંભ કે અંત ન હોવાથી પ્રવાહની અપેક્ષાએ પર્યાયો અનાદિઅનંત છે.
–આ રીતે જેમ દ્રવ્યો કયારેય ગુણોથી રહિત હોતા નથી તેમ કયારેય પર્યાયોથી પણ રહિત હોતાં નથી.
-દ્રવ્યોમાં ગુણો-વ્યકિતની અપેક્ષાએ નિત્ય રહે છે. તે રીતે પ્રવાહની અપક્ષાએ પર્યાયો પણ સદા રહે છે. અર્થાત્ બંનેનું સત્ તત્વ-વિદ્યમાનતા તો સદા રહેલી જ છે.
-દરેકદ્રવ્યમાં સમયે સમયે અનંતા પર્યાયો રહેલા છે. પણ એક સમયે આ અનંતા પર્યાયોની ઉપલબ્ધિ ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ થાય છે કોઈ એક ગુણની અપેક્ષાએ થતી નથી.
-કોઈ એક ગુણની અપેક્ષાએ એક સમયે એક જ પર્યાય હોય, જેમ કે જીવમાં ચૈતન્ય,વેદના [-સુખ દુઃખનો અનુભવ,ચારિત્ર વગેરે ગુણોની અપેક્ષાએ એકજ સમયમાં અનંતા પર્યાયો છે.
–પરંતુ ફકતચૈતન્ય ગુણની અપેક્ષાએ વિચારવામાં આવેતો એકસમયે જ્ઞાનોપયોગ કે દર્શનો પયોગ એ બેમાંથી કોઈ એક પર્યાય જ હોય છે.
–એ જ પ્રમાણે કોઈ એક પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન ગુણ અપેક્ષાએ એક સમયમાં અનંતા પર્યાયો રહેલા છે પણ વર્ણાદિ કોઈ એક ગુણની અપેક્ષાએ શ્વેત,કૃષ્ણ, નીલ,પીત આદિ પર્યાયો માંથી કોઈ એક જ પર્યાય હોય છે. અલબત્ત ત્રિકાળ અપેક્ષાએ વિચારીશું તો એક જ ગુણની અપેક્ષાએ પણ અનંતા પર્યાયો થશે.
–જેમ કે આત્માના ચૈતન્ય ગુણની અપેક્ષાએ આત્મામાં એક સમયે જ્ઞાનોપયોગ અને બીજા સમયે દર્શનોપયોગ, વળી ત્રીજા સમયે પુનઃ જ્ઞાનોપયોગ અને ચોથા સમયે પુનઃદર્શનોપયોગ, એ રીતે ઉપયોગનો પ્રવાહ ચાલતો હોવાથી ભૂત-ભાવિ-વર્તમાન એ ત્રિકાળ અપેક્ષાએ તો ચૈતન્ય ગુણના અનંતા પર્યાયો થાય જ છે.
– પુદ્ગલ દ્રવ્યમાં પણ વર્ણ નામના મૂળગુણના પર્યાયની ત્રિકાળ અવસ્થામાં શ્વેત,કૃષ્ણ, નીલ, આદિ અનંતા પર્યાયો થાય છે
-એક સમયે એક દ્રવ્યમાં પર્યાયોની અનંતતાઅનંત ગુણોને આભારી છે. પ્રત્યેકદ્રવ્યમાંસદા અનંતા ગુણો રહેલા છે તેથી કરીને પ્રત્યેક વ્યમાં પ્રત્યેકસમયે પર્યાયો પણ અનંતા હોય છે.
જો કે આ અનંતા ગુણોની કલ્પના સામાન્ય બુધ્ધિવાળા જીવોને આવી શકતી નથી. વિશિષ્ટ જ્ઞાનીજ અનંત ગુણોને જાણી શકે છે છદ્મસ્થ જીવોની કલ્પનામાં તો આત્માના ચેતના,સુખ,ચારિત્ર,વીર્ય આદિ લક્ષણો જ જાણમાં હોય છે. એ જ રીતે પુગલના વર્ણ,રસ,ગંધ,સ્પર્શ એ પરિમિત ગુણોજ છદ્મસ્થના જ્ઞાનમાં આવે છે. બાકી અનંત ગુણોનું જ્ઞાન ફકત વિશિષ્ટજ્ઞાની-કેવળીને થઈ શકે છે જે શબ્દો થકી આપણે વર્ણવવા અસમર્થ છીએ
જ વસૂત્રમાં ગુખ અને પર્યાય પછીનો વત્ પ્રત્યય છે.
-સૂત્રમાં વપરાયેલો વત, મૂળભૂત મg૬ (મ) પ્રત્યયનું વ્યાકરણ ના નિયમાનુસાર થયેલ પરિવર્તિત રૂપ છે. પણ અહીં વ શબ્દ થકી કથંચિત ભેદભેદ પણું સૂચવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org