Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. એક જ વસ્તુમાં નિત્યતા-અનિત્યતા કઈ રીતે સંભવે?
પણ આ શંકા બરાબર નથી. કેમકે આ ધર્મો પરસ્પર વિરુધ્ધ નથી. લોકવ્યવહારમાં પણ જોવા મળે છેકે એક વસ્તુ એક અપેક્ષાએ સત્ કેનિત્ય માનીને વ્યયહાર થતો હોય તે બીજી અપેક્ષાએ અસત્ કે અનિત્ય રૂપે વ્યયહાર પામે.
આ સમગ્ર વિચારણાનું મૂળ સ્યાદ્વાદ કે અનેકાન્તવાદમાં સમાવેશ પામે છે અને આ સ્યાદ્વાદ [અપેક્ષાવાદ)ની શૈલીથી જ એક વસ્તુમાં પરસ્પર વિરુધ્ધ જણાતા એવા - નિત્યઅનિત્ય, સામાન્ય વિશેષ,એકત્વ અનેકત્વ,ભેદઅભેદ,સત્ત્વઅસત્ત્વ વગેરે ધર્મો જૈનદર્શનમાં સુંદર અને સચોટ રીતે વિચલિત થયા છે.
અર્પિત -અર્પિત શબ્દના વિવિધ ટીકા કે વિવેચન આધારીત અર્થો-અર્પિત,અર્પણા અપેક્ષા,પ્રધાન,મુખ્ય વિરક્ષિત
-પ્રયોજનવશ અનેકાત્મક વસ્તુના જે ધર્મની વિવક્ષા થાય છે. અથવાવિવક્ષિત જે ધર્મને પ્રધાનતા મળે છે તેને પતિ કહે છે.
-अर्पित निदर्शितमुपात्तं विवक्षितम् इति अनर्थान्तरत् જ મતિઃ -અનર્પિત શબ્દના વિવધ ટીકા કે વિવેચન આધારિત અર્થો -અનર્પિત અનણા, અપેક્ષાન્તર,ગૌણ,અપ્રધાન,અવિવક્ષિત
-જે ઘર્મોની વિદ્યમાનતા હોવા છતા જે-તે વખતે વિવલા થતી નથી અર્થાત્ જેને ગૌણ કરાય છે તેને મર્પિત કહે છે.
-अनर्पित- अनिदर्शितम् अनुपातं अविवक्षितम् इति अनर्थान्तरम् * સિધ્ધઃ- જ્ઞાન,ઉપપત્તિ શબ્દ વ્યવહાર સાબિત થવું
सिद्धिज्ञानम् - परिर्ज्ञानम् જ સૂત્ર સંબંધિ વિચારણા -
$ વસ્તુમાં અનેક ધર્મો હોય છે. જે વખતે જે ધર્મની અપેક્ષા હોય તે વખતે તે ધર્મને આગળ કરીને વસ્તુની ઓળખ અપાય છે.
$ જેમકે એક વ્યકિત પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યકિતમાં પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરુધ્ધ ધર્મો રહેલા છે.
છે કયારેક પિતૃત્વ ધર્મની વિવક્ષા કરી પિતૃન્દુ ધર્મની અપેક્ષાએ તે પુરુષને પિતા કહેવામાં આવે છે.
$ એ જ વ્યકિતને માટે કયારેક પુત્રત્વ ધર્મની વિવક્ષા કરી અને પુત્રત્વ ધર્મની અપેક્ષાએ તેને પુત્ર પણ કહેવામાં આવે છે.
$ આ રીતે જયારે પિતૃત્ત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોતી નથી.જયારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય ત્યારે પિતૃત્ત્વ ધર્મની અપેક્ષા હોતી નથી.અર્થાત બે માંથી એક ધર્મ એક વખતે મુખ્ય હોય છે અને બીજો ધર્મ ગૌણ હોય છે.
છે આ રીતે એક જ વ્યકિતમાં પરસ્પર વિરુધ્ધ જણાતા એવા પિતૃત્વ અને પુત્રત્વબંને ઘર્મો હોવા છતાં પણ તે બંનેનું અસ્તિત્વતો છે જ ફક્ત જયારે જે ધર્મની અપેક્ષા હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org