Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૩૧
૧૩૧ પણ નથી અને બાધિત પણ નથી.
-કેમકે વિદ્યમાન એવા બધાં ધર્મો એકી સાથે વિવક્ષિત હોતા નથી. પ્રયોજન પ્રમાણે કયારેક એકનીતો કયારેક બીજાની વિવેક્ષા હોય છે જયારે જે ધર્મની વિવક્ષા કરાય ત્યારે તે ધર્મ પ્રધાન બની જશે અને બીજા ધર્મો અપ્રધાન કે ગૌણ બની જશે.
-જે કર્મનો કર્યા છે તે જ એના ફળનો ભોકતા છે. અહીંઆ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં દ્રવ્ય દૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વ ની અપેક્ષા કરાય છે અને એ સમયે એનું પર્યાય દૃષ્ટિ-સિધ્ધ અનિત્યત્વ વિવક્ષિત હોતુ નથી. માટે તે ગૌણ બને છે.
પરંતુ કર્તુત્વકાળની અપેક્ષા એ ભોકતૃત્વકાળમાં આત્માના પર્યાય અર્થાત અવસ્થા બદલાઈ જાય છે. આવો કર્મ અને ફળનાસમયનો અવસ્થાભેદ બતાવવાને માટે જયારે પર્યાય દ્રષ્ટિ સિધ્ધ અનિયત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. ત્યારે દ્રવ્યદૃષ્ટિ સિધ્ધ નિત્યત્વ ગૌણ બની જાય છે અને પર્યાય દૂષ્ટિ પ્રધાન બની જાય છે.
આ રીતે વિવક્ષા અને અવિવાને લીધે કયારેક આત્મા નિત્ય અને કયારેક અનિત્ય કહેવાય છે જયારે બન્ને ધર્મોની વિવલા એકી સાથે થાય છે ત્યારે બન્ને ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરે એવો વાચક શબ્દ ન હોવાથી આત્માને અવકતવ્ય કહે છે.
વિવફા-અવિવક્ષા અને સહવિવાને લીધે ઉપરની ત્રણ વાકયરચનાઓના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાક્ય રચનાઓ બને છે. જેને નિત્યાનિત્ય , નિત્યઅવકતવ્ય,અનિત્ય,અવકતવ્ય અને નિત્યાનિત્યઅવકતવ્ય કહે છે.
આ સાત વાકય રચનાને સપ્તભંગી કહે છે. આ સપ્તભંગી વડે ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ સિધ્ધ કિંતુ પરસ્પર વિરુધ્ધ દેખાતા અનેક ધર્મ-યુગ્મોને સમજાવી શકાય છે.
સપ્તભંગી:(૧)નિત્ય:-કથંચિત્ નિત્ય. આત્મા અપેક્ષાએ નિત્ય જ છે.
અહીં અપેક્ષા શબ્દનો અર્થ કોઈ ચોકકસ ધારણા કેદ્રષ્ટિબિંદુ થાય છે અને તે અપેક્ષાએ નિત્ય જ છે એમ કહેવાથી બીજી કોઈક અપેક્ષાએ અનિત્ય પણ હોઇ શકે તે વાતનો નિષેધ થતો નથી.
(૨) યાત્-નિત્ય-કથંચિત અનિત્ય-આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે જો આત્માં કોઈ અપેક્ષા એ નિત્ય હોય તો બીજા કોઈ અપેક્ષાએ અનિત્ય પણ હોવો જોઇએ. કેમકે આત્મા જે અપેક્ષાએ નિત્ય છે તે જ અપેક્ષાએ નિત્ય રહેવાનો પણ બીજી કોઈ અપેક્ષાએ અનિત્ય કહેતાએ બીજી અપેક્ષાએ અનિત્ય જ રહેવાનો.
(૩) સવિતર્ગ-કથંચિત અવકતવ્ય-આત્મા અપેક્ષાએ અવકતવ્ય જ છે
કોઈ કહેશે કે જો આત્મામાં નિત્યત્વ-અનિત્યત્વબન્ને ધર્મો રહેલા છે.તો યુગપત-એકી સાથે ક્રમવિના આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ સમજવું.તો કહેવું પડે કે ક્રમવિના-એક સાથે આત્માને નિત્ય અને અનિત્ય એમ સમજાવી શકાય નહી. જો એક સાથે બંને નો જવાબ આપવો હોય તો આત્મા અવકતવ્ય જ રહેશે.
(૪) સ્થાનિત્ય-સ્થા નિત્ય કથંચિત નિત્ય કથંચિત અનિત્ય.- આત્મા અપેક્ષાએ નિત્ય જ છે અને અપેક્ષાએ અનિત્ય જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org