Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જીવત્વરૂપ સામાન્યથી જોઈએ છીએ ત્યારે આ જીવ છે,આય જીવ છે, તેય જીવ છે એમ દરેક જીવમાં જીવ રૂપે ઐકય બુધ્ધિ થાય છે. સઘળા જીવો જીવરૂપે સમાન ભાસે છે.
$ વિશેષ સ્વરૂપથી વિચારીએ તો જીવોના મનુષ્યપણું, તિર્યચપણું દેવપણું વગેરે વિશેષ સ્વરૂપ છે આથી જયારે જયારે આપણે આ મનુષ્ય છે,આ તિર્યંચ છે,આ દેવ છે એમ વિશેષ રૂપે જોઈએ છીએ ત્યારે તેમાં મનુષ્ય,તિર્યંચ કે દેવ રૂપ વિભિન્નતા અથવા અનેકતા ભાસે છે.
તેથી એક જીવમાં સામાન્ય તથા વિશેષ અથવા એકતા અને ભિન્નતા બંને ધર્મોનું સહ અસ્તિત્વ જોવા મળે છે.
આ સમગ્ર ચર્ચાને જરા જુદા સ્વરૂપે જોઈએ તો ? (૧) પ્રથમ અર્થ- -પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે
-કેમ કે અર્પિત અર્થાત્ અર્પણા કે અપેક્ષાથી -અને અનર્પિત અર્થાત અનર્પણા કે અપેક્ષાન્તરથી
-તે જ વસ્તુનું વિરુધ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. -આ સૂત્રનો ઉદ્દેશ એ છે કે પરસ્પર વિરુધ્ધ પણ પ્રમાણ સિધ્ધ ધર્મોનો સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે એ બતાવવું.
–તથા વિદ્યમાન અનેક ધર્મો માંથી કયારેક એકનું અને કયારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું.
–જેમ કે આત્મા સત્ છે [વિદ્યમાન છે] એવી પ્રતીતિ અથવા ઉકિતમાં જે સત્ત્વનું ભાન હોય છે તે બધી રીતે ઘટીત થતુ નથી. જો તેનું સત પણે બધી રીતે ઘટતું હોય તો જે રીતે આત્મા ચેતના આદિસ્વ-રૂપનીમાફકસિધ્ધ છે તે રીતે ઘડો આદિપર રૂપે પણ સત સિધ્ધ થાય અર્થાત્ તે આત્મામાં ચેતનાની માફક ઘડા પણું પણ ભાયમાન થાય. તો પરિણામ એ આવશે કે આત્માનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ સિધ્ધ થશે જ નહીં.
-વિશિષ્ટ સ્વરૂપનો અર્થ એ છે કે તે સ્વ-રૂપથી સત્ હોય અને પર-રૂપથી સત ન હોય અર્થાત અસત હોય.
-આ રીતે અમુક અપેક્ષાએસત્વ અને અમુક અપેક્ષાએ અસત્ત્વએ બંને ધર્મો આત્મામાં સિધ્ધ થાય છે.
-સત્ય અને અસત્વની માફક નિત્યત્વ- અનિયત્વ ધર્મપણ એમાં સિધ્ધ છે દ્રવ્ય [ એટલે સામાન્ય દ્રષ્ટિએનિત્યવછે અને પર્યાય [એટલે વિશેષ દૃષ્ટિએ અનિત્યત્વ સિદ્ધ થાય છે
– આ રીતે પરસ્પર વિરુધ્ધ દેખાતા,પરંતુ અપેક્ષા ભેદથી સિધ્ધ એવા બીજા પણ એકત્વ-અનેકત્વ આદિ ધર્મોનો સમન્વય જીવ વગેરે બધી વસ્તુઓમાં અબાધિત છે.
–આથી બધાય પદાર્થો અનેક ધર્માત્મક માનવામાં આવે છે. (૨) બીજો અર્થ:-- પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે
- કેમકે અર્પણા અને અનપણાથી અર્થાત
-વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાન ભાવે વ્યવહાર સિધ્ધિ થાય છે. -અપેક્ષાભેદથી સિધ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ કયારેક કોઈ એક ધર્મ દ્વારા અને કયારેક એના વિરુધ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુનો વ્યવહાર થાય છે અને તે વ્યવહાર અપ્રમાણિક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org