Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે સતસ્વરૂપ નિત્ય છે, અર્થાત્ ત્રણે કાળમાં એક સરખું અવસ્થિત રહે છે.
એવું નથી કે કોઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ,વ્યય તથા ધ્રૌવ્ય કયારેક હોય અને કયારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશો અવશ્ય હોય છે.અને એજ સત નું નિત્યત્વ છે
પોતપોતાની જાતિને નછોડવીએજબધાં દ્રવ્યોનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેકસમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમનો ઉત્પાદ-વ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદ વ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે.
આ ચક્રમાંથી કયારે પણ કોઈ અંશ મુકત-લુપ્ત થતો નથી. એ જ આ સૂત્ર જણાવે છે.
પૂર્વના સૂત્રમાં ધ્રૌવ્યનું કથન છે તે દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને લઇને છે. અને અહીં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અંશોના અવિચ્છિન્નત્વને લઇને છે. પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રોમાં કથિત નિત્યત્વવચ્ચે આ જ મહત્વનું અંતર છે.
જ વિશેષ:- નિત્ય શબ્દથી ઉપર જણાવ્યા મુજબ પરિણામી નિત્યતા નું ગ્રહણ કરેલ છે. જો સૂત્રકારને નિત્ય શબ્દ થી સર્વથા અવ્યય[અવિનાશી પણાને જણાવવું હોત તો તેઓ તવ્યયે નિત્યમ્ એવું જ સૂત્ર બનાવત, પણ સૂત્રકાર મહર્ષિએ વચ્ચે માવ શબ્દ ગોઠવેલો છે. અર્થાત્ તમ્ભાવ-અવ્યય એમ કહેલું છે.
આ ભાવ નો અર્થ પરિણમન કરેલો છે. જેનો અર્થ ઉપર કહ્યા મુજબ મૂળ-દ્રવ્ય નું સ્વભાવમાં સ્થિર રહેવા પૂર્વક ભિન્ન ભિન્ન પરિણામ રૂપે ઉત્પન્ન થવું કે નષ્ટ થવું
સૂત્રકાર મહર્ષિને આ પરિણમનનો અવિનાશ-અવ્યય પણુંજ નિત્ય શબ્દ થી અપેક્ષિત છે. U [સંદર્ભ
૪ આગમસંદર્ભઃ-પરમાણુ પાન્ડે અંતે કિં સાસા સાસણ ? યમ !ત્રયાણ सासए
જ , શ૨૪-૩૪-જૂ. ૫૨૨. # તત્વાર્થ સંદર્ભઃ- સૂત્ર: ૫:રૂ નિત્યવસ્થિતીન્યરૂપણ U [9]પદ્ય- આ સૂત્રના બંને પદ્યો પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ - હવે પછીના સૂત્ર ૩૧ માં આ સૂત્રનો નિષ્કર્ષ મુકેલ છે.
(અધ્યાયઃ૫-સુગઃ૩૧) U [1]સૂત્રહેતુ- પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એકજ વસ્તુમાં રહેલા નિત્ય -અનિત્ય તત્વના અવિરૂધ્ધ પણાને જણાવવા દ્વારા સ્યાદ્વાદ કે અનેકાંત વાદના સ્વરૂપને સ્પષ્ટ કરે છે.
[2] સૂત્ર મૂળ અર્પિતાનસિ :
[3]સૂત્ર પૃથક:- મત મત સિદ્ધ U [4]સૂત્રસાર -અર્પિત[એટલે કે અપેક્ષાથી અને]અનર્પિત [એટલે અપેક્ષારહિત અથવા બીજી અપેક્ષાએ પરસ્પર વિરોધી જણાતા બે ધર્મોની] સિધ્ધિ [અર્થાત્ જ્ઞાન થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org