Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૭
અધ્યાયઃ પ સૂત્રઃ ૩૧
અથવા
અર્પિત એટલેઅર્પણાકે મુખ્ય કેપ્રધાન અને]અનર્પિત એટલેઅનપણકેગૌણ કેઅપ્રધાન ભાવ-પ્રત્યેક વસ્તુની અનેક પ્રકારની વ્યવહાર્યતાની સિધ્ધિ અર્થાત્ ઉપપત્તિ થાય છે.
U [5]શબ્દજ્ઞાનઃમff–અર્પિત,અર્પણા, અપેક્ષા પ્રધાન કે મુખ્ય મત-અનર્પિત,અન"ણા,અપેક્ષારહિતતા કે અપેક્ષાન્તર, અપ્રધાન કે ગૌણ સિદ્ધિ-જ્ઞાન, ઉત્પત્તિ
U [6]અનુવૃત્તિ-પૂર્વના બે સૂત્રનો સંબંધ જરૂર છે અને તેને લીધે જ સત્ - અસત્ નિત્ય - નિત્ય ધર્મની સિધ્ધિની વાત આ સૂત્રોમાં છે પણ પ્રત્યક્ષ રૂપે કોઇ અનુવૃત્તિ નથી.
U [7]અભિનવટીકા-અભિનવટીકાપૂર્વે અતિ આવશ્યક સુચનાઃ- તત્ત્વાર્થસૂત્રની અભિનવટીકાની રચના કરતી વખતે અમારું એક ધ્યેય અને લક્ષ્ય સતત રહ્યુ છે કે સર્વપ્રથમ સ્વોપજ્ઞ ભાષ્ય પછી તદનુસારિણી હારિભદ્રીય વૃત્તિ અને પછી સિધ્ધસેનીય ટીકાને પ્રધાન મહત્વ આપી પછી જ બીજી ટીકા,દિગમ્બરીય ટીકાઓ અને અન્ય સંદર્ભગ્રન્થોનો સ્પર્શ કરવો
અમારે આ સૂત્ર માટે નિખાલસ પણે કબૂલ કરવું પડે છે કે અમે સ્વોપજ્ઞ ભાષ્ય કે તદનુસારિણી ટીકાઓને ન્યાય આપી શકયા નથી. અથવા તે પૂર્વ પુરુષોના હેતુ રજૂઆત અને વિદ્વતાનો અમે પાર પામી શક્યા નથી.
અમારી સમક્ષ એક મહત્વની સમસ્યા આ સૂત્રના ભાષ્ય તથા ટીકા વાંચન સમયે ઉદ્દભવી કે અભ્યાસુ સમક્ષ આ સૂત્રની અભિનવટીકા કઈ રીતે રજૂ કરવી?
(૧)દિગમ્બર ટીકાઓ મુખ્ય એવી સર્વાર્થસિધ્ધિ, તત્વાર્થવાર્તિક,શ્લોક વાર્તિક,તત્વાર્થ વૃત્તિ, અર્થપ્રકાશિકા વગેરેમાં આવું અને આટલું લંબાણ ભર્યું કોઈ વિવરણ નથી. - (૨)જે શ્લોક વાર્તિકાલંકારમાં સ્વભાવિક પણે અન્ય કોઈપણ ટીકાની તુલનાએ જે વિપુલતા જણાય છે તેવી કોઈ લાંબી રજૂઆત આ સૂત્ર ના વાર્તિકમાં જોવા મળતી નથી.
(૩)સામે પક્ષે આ ત્રણ સૂત્રો પર પૂ.લાવણ્યસૂરિજી આદિ આચાર્યો ના જોરદાર વિવેચનો પણ જોવા મળેલા છે.
(૪)તો વળી ગુજરાતી વિવેચકો એ આખો જૂદો જ ઢાળ આપીને આ સૂત્રની રજૂઆત કરી છે. અમારી જાણના એકપણ વિવેચકે ભાષ્ય કે ટીકાનું સાર પધ્ધતિને અહીં સ્વીકારી નથી. અન્યથા મોટે ભાગે તેઓએ અન્ય સૂત્રોમાં આવું કરેલ નથી.
(૫)તૃતિય આગમ સૂત્ર - શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશમાં સ્થાનમાં સૂત્રઃ૭૨૭માં પિતાનર્પિતાનુયો[ ની અભયદેવની સૂરિકૃત વૃતિમાં પણ આ મતલબનું વિવેચન જોવા મળેલ નથી.
આ રીતે મૂળ આગમ સૂત્રની વૃતિમાં પણ અમને સૂત્ર સંબંધિ ભાષ્યાનુસારી સંવાદિતતા સાધવાનું અશકય બનતા છેલ્લા રસ્તા તરીકે અમારે દિગમ્બરીય ટીકા તથા ગુજરાતી વિવેચકોને અનુસરવું પડેલ છે. સાર બોધિની ટીકામાં પંડિત પ્રભુદાસ પારેખે પણ અમારા જેવી જ વ્યથાઓ ઠાલવી છે.
પ્રારંભ પૂર્વે ઉત્પાવ્યયયૌવ્ય સૂત્રમાં પરસ્પર વિરુધ્ધ ધર્મોનું પ્રતિપાદન થતું જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org