Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(૨) કોઇ સ્કન્ધ ભેદથી અને
(૩)કોઇ સ્કંધ, સંઘાત, ભેદ, બંને નિમિત્ત થી, એ ત્રણ કારણોમાંથી કોઇપણ એક કારણે ઉત્પન્ન થાય છે.
૧૦૮
સદ્દતઃ- ભિન્ન ભિન્ન પરમાણુ કે પદાર્થો ના બંધ થવાથી તેઓનું એક થઇ જવું તેને સંઘાત કહે છે.
– પરમાણુઓનું [કે દેશનું] જોડાવું અથવા ભેગાથવું તેને સંઘાત કહે છે
– અંતરંગ અને બહિરંગ એબંને પ્રકારના નિમિત્ત થી પૃથભૂત થયેલા પદાર્થોનું એકરૂપ થઇ જવું તેને સંઘાત કહે છે.
(૧)બે અણુના પરસ્પર જોડાવાથી [એટલે કે સંઘાતથી] દ્વયણુક [બે અણુનો] સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
(૨)બે અણુ ના દ્વિ પ્રદેશ સ્કન્ધમાં એક અણું જોડાવાથી ત્રયણુક [ત્રણ અણુનો] સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
(૩)ત્રણ અણુના ત્રિપ્રદેશ સ્કન્ધમાં એક અણું મળવાથી-ચતુરણુક [ચાર અણુઓના] સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
(૪)એ રીતે વધતા વધતા સંખ્યાત અણુઓના [સંખ્યાત પ્રદેશોના] જોડાવાથી સંખ્યાતાણુક સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
(૫)આગળ વધતા કહીએ તો અસંખ્યાત અણુઓના [અસંખ્યાત પ્રદેશોના] સંઘાતથી અસંખ્યાતાણુક સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
(૬)અનંત અણુના [અનંત પ્રદેશો ના] સંઘાતથી અનંતાણુક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. અહીંસમજવા માટે આ ક્રમ નોંધેલ છે. વાસ્તવમાં ક્રમશઃ એક એક અણુ જ જોડાય એવો નિયમ નથી. હ્રયણુક કે ત્રયણુકને બદલે સીધો દ્વાદશાણુક કે સંખ્યાતાણુક સ્કન્ધ પણ બની શકે છે. અહીં કેટલા પરમાણુઓ જોડાયા તે વાત મહત્વની નથી. પણ આ અણુ-પરમાણુના જોડાવાથી-ભેગાથવાથી સ્કન્ધ ની રચના થાય છે. તેમહત્વનું છે. અર્થાત્ અણુઓના જોડાવાથી જે સ્કન્ધ ઉત્પન્ન થાય છે. તેને સંઘાત કહે છે. એ એકજ વાત મહત્વની છે. શ્રમેવઃ-સંહત [જોડાયેલા] સ્કન્ધોના વિદારણ ને ભેદ કહે છે.
છૂટા પડવું તેને ભેદ કહે છે.
–અંતરંગ કે બહિરંગ એ બંને પ્રકારના નિમિત્તથી સંધાતોના વિદારણને ભેદ કહે છે. કોઇ મોટા સ્કન્ધના તુટવાથી નાના-નાના જે સ્કન્ધો બને તેને ભેદ જન્ય સ્કન્ધ કહે છે. (૧)અનંતાણુક સ્કન્ધમાંથી એક અણુ છુટો પડે તો એક અણુ ન્યૂન અનંતાણુક સ્કન્ધ બને છે (૨)બે અણુ છુટા પડે તો બે અણુન્યૂન અનંતાણુક સ્કન્ધ બને છે.
(૩)આ રીતે કદાચ એટલા બધા અણુ છૂટાપડી જાય કે કયારેક તે ઘટીને અસંખ્યાતાણુક સ્કન્ધ પણ બની જશે.
(૪)અસંખ્યાતાણુક માંથી ઘણાબધાં અણુ છુટા પડે તોતે સંખ્યાતાણુક સ્કન્ધ પણ બની જશે (૫)તેથી પણ વધુ અણુઓ છૂટા પડેતો તે ઘટતાં ઘટતાં દ્વયણુક સ્કન્ધ પણ બની જશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International