Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧ ૨૧
અધ્યાય: ૫ સૂત્રઃ ૨૯ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ,વ્યય,અને ધ્રૌવ્ય રૂપે ત્રયાત્મક જ હોય છે.
* પ્રત્યેક વસ્તુના બંને અંશો જાણવાથી જ પૂર્ણ અને યથાર્થ બોધ થાય પૂર્વે જણાવ્યા મુજબ પ્રત્યેક વસ્તુના બે અંશ છે. (૧)એક અંશ એવો છે જે ત્રણે કાળમાં શાશ્વત છે. (૨)બીજો અંશ એવો છે જે સદા અશાશ્વત છે.
–શાશ્વત અંશ દિવ્યાંશ ને કારણે પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક એટલે કે સ્થિર છે. અને અશાશ્વત અંશ [પર્યાયાંશ ના કારણથી ઉત્પાદ વ્યયાત્મક અર્થાત અસ્થિર છે.
આ બે અંશોમાંથી કોઈ એક બાજુએ દૃષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફકત સ્થિરરૂપઅથવા અસ્થિર રૂપ માલૂમ પડે છે. પણ બંને અંશોની બાજુએ દ્રષ્ટી આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી બંને દૃષ્ટિઓ અનુસાર આ સૂત્રમાં સત–વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કરવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે તે સત છે તેમ સાબિત કરેલ છે.
જ કોઈ પક્ષને એકાન્ત માનવાથી થતી ક્ષતિઃ
-૧ જો એકાન્તથી આત્માને નિત્ય જ માનવામાં આવે તો તેના એક સ્વભાવને લીધે તેનો પર્યાય) અવસ્થાભેદ થઈ શકે નહીં. અને જો તેમ થાય તો સંસાર અને મોક્ષ રૂપભેદજ રહેશે નહીં. કેમ કે આત્મા નિત્ય હોવાથી સંસારી સંસારી રહેશે અને મુકત મુકત જ રહેશે. સંસારી નો પર્યાય બદલે નહીં માટે કોઈ મુકત થશે જ નહીં
-ર-જો અવસ્થા [પર્યાયના ભેદને કલ્પિત માનવામાં આવે તો વસ્તુનો પર્યાય એ વસ્તુનો સ્વભાવ તો છે નહીં. પરિણામે તે યથાર્થ જ્ઞાનનો વિષય થઈ શકે નહીં. એટલે કે પર્યાયોને કલ્પિત માનીએ તો વસ્તુ કે જીવને કલ્પિત અર્થાત્ નિઃસ્વભાવ જ માનવી પડશે કેમ કે સંસાર અને મોક્ષ એ જીવનાસ્વભાવ છે. અને તે પર્યાયોનેન માને તો મૂળદ્રવ્યને પણ કલ્પિત માનવું પડે એટલે મૂળ દ્રવ્યનો જ અસ્વીકાર થઈ જશે.
-૩ હવે જો તે પર્યાયોને વસ્તુ કે જીવનો સ્વભાવ જ માનવામાં આવે તો વસ્તુ કે જીવ ને અનિત્ય માન્યા વગર છૂટકો નથી. કેમ કે પર્યાય એટલે અવસ્થાએ તો બદલાવાની જ છે. તેથી પર્યાય ને દ્રવ્યનો સ્વભાવ માનશો તો દ્રવ્યો પણ બદલાશે. અર્થાત તે અનિત્વ છે તેવું સ્વીકારવું પડશે જો દ્રવ્યો ને અનિત્વ માનશો તો જ અવસ્થાન્તર ની ઉત્પત્તિનો સંભવ છે.
આ રીતે દ્રવ્યોને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માની શકાશે નહીં તેમજ તેના પર્યાયો ને કલ્પિત કે દ્રવ્યના જ સ્વભાવઅર્થાત્ ગુણ રૂ૫] પણ માની શકાશે નહીં
દ્રવ્ય દ્રવ્ય સ્વરૂપેતો ધ્રૌવ્ય એટલે કે સ્થિર જ છે. તેથી આત્માપણ જીવદ્રવ્ય જ હોવાથી નિત્ય છે. પણ તેની નિત્યતા દ્રવ્ય થી છે. પર્યાય થી તો તે આત્મા અનિત્ય જ છે. કેમ કે તેનું પર્યાય સ્વરૂપ ઉત્પાદ વ્યાયાત્મક સિધ્ધ થયેલું છે. માટે જ તે ચારગતિ રૂપ સંસારમાં જૂદી જૂદી અવસ્થા પ્રાપ્ત કરીને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. કરી શકે છે અને એ રીતે તેની પર્યાય-અવસ્થાઓ પણ કલ્પિત નથી પ્રમાણ સિધ્ધ જ છે.
આ રીતે કોઈ એકાન્ત પક્ષને નહીં સ્વીકારતા તેના ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય યુકત સ્વરૂપને સ્વીકારવું તે જ સત્ છે. તેમાંના એકનો પણ અસ્વીકાર તે અસત્ છે. ફકત ધ્રૌવ્ય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org