Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નથી,ફકત ઉત્પાદ પણ નથી ફકત વ્યય પણ નથી.આ ત્રણેના સમુદિત પણાને જ સત્ કહ્યું છે.
જ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા પાંચ શ્લોકનો અર્થ -
(૧)સંપૂર્ણ વ્યકિત-પદાર્થ માત્રમાં ક્ષણ-ક્ષણમાં અન્યત્વ થાય છે છતાં કોઈ વિશેષતા નથી લાગતી કેમ કે વૃધ્ધિ અને હાની અથવા ઉત્પાદ અને વ્યય બંનેના સદા સદ્ભાવ થી તેનામાં આકાર વિશેષરૂપ વ્યકિત અને સામાન્ય આકાર રૂપજાતિ એ બંને ધર્મોનું સદા રહેવું એ સિધ્ધ છે.
(૨)આ વસ્તુ સ્વભાવ મુજબ જ નરકાદિ ગતિનો ભેદ સંસાર-મોક્ષ પણ સિધ્ધ જ છે. નરકાદિનું કારણ મુખ્યત્વે હિંસાદિ છે અને મોક્ષનું કારણ મુખ્યત્વે સમ્યકત્વ આદિ છે.
(૩)વસ્તુને ઉત્પાદાદિ સ્વભાવથી યુક્ત માનવાથીજ આ ઉક્ત બધાં ભેદો અને કારણોનું વર્ણન નિશ્ચિત રૂપથી બની શકે છે. પરંતુ જો ઉત્પાદાદિ થી રહિત વસ્તુ માનશોતો વસ્તુનોજ અભાવ સિધ્ધ થશે અને એ રીતે આ ઉક્ત બધાં ભેદ અને કારણ પણ નિશ્ચયથી બની શકશે નહીં
(૪)ઉપાદાનવિના-અર્થ-કારણ વિના વસ્તુનો ઉત્પાદથઈ શકતો નથી. અને વસ્તુને સદા તદવસ્થ એટલે કે સ્થિર માનવાથી પણ ઉત્પાદ થઈ શકે નહીં. જો ઉત્પાદાદિની વિકૃતિને એકાન્ત માનશો તો પણ ચાલશે નહીં, કેમ કે પછી કોઈ સ્થિર દ્રવ્ય જ નહીં રહે તેથી વસ્તુને ઉત્પાદાદિ ત્રયાત્મક જ માનવી પડશે. તો જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતા યુકત સત્ સિધ્ધ થશે
(પ)એક સંસારી જીવ સિધ્ધ પર્યાયને ધારણ કરે છે તેમાં સિધ્ધ પર્યાયની ઉત્પત્તિ અને સંસાર ભાવનો વ્યય સમજવો જોઇએ. અને જીવતત્વ એટલે કે દ્રવ્યસ્વરૂપે જીવ તો બંને અવસ્થાઓમાં રહેલા જ છે. અર્થાત જીવ દ્રવ્ય તો ધ્રૌવ્ય જ છે એ પ્રકારે જીવદૂત્રમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યપણુ સિધ્ધ જ છે.
1 8] સંદર્ભઃ
# આગમ સંદર્ભ-મડિયાળુમો જ થાણા.૨૦ પૂ. ૩૨૭ માતૃછે. પ્રવેવની पुरुषस्य उत्पाद व्यय ध्रौव्य लक्षणा पदत्रयी...तस्य अनुयोगो इति मातृकानुयोगअभयदेचसूरिजी कृत स्थानाङ्गवृति, आगमोदय समिति प्रकाशीत प्रत-पृ. ४८१
૪ તત્વાર્થ સંદર્ભઃસંધ્યાક્ષેત્રસ્પર્શ. મશ-નૂ. ૮ સત્ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ (૧)સમ્મતિતર્કવૃત્તિ (૨) સટિક ઉત્પાદાદિ સિધ્ધિ દ્વાáિશિકા
સંદર્ભ સૂચના:- તત્વાર્થ સૂત્રની સિધ્ધસેનીય વૃત્તિ પણ ખાસ જોવી તેમાં અતિ વિસ્તારથી સમજણ મળે છે.
U [9]પદ્ય- સૂત્ર ૨૯:૩૦નું સંયુકત પદ્ય (૧) ઉત્પત્તિ નાશ અને સ્થિતિ જયાં હોય તે “સંત” સમજીએ
સ્વ સ્વરૂપ ને જ ઘારી રાખે “નિત્ય” તેને જાણીએ (૨) ઉત્પાદ વ્યયને ધ્રૌવ્ય ત્રણે થી યુકત સત્ સદા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org