Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૫
અધ્યાય: પ સૂત્રઃ ૨૮ આશ્રીને–ચાક્ષુષ સ્કન્ધ બને ત્યારે તેમાં ભેદ-સંઘાત બંને ક્રિયાઓ અવશ્ય થાય જ છે પણ અહીં સૂક્ષ્મત્વના પરિણામની નિવૃત્તિ પૂર્વક પૂલત્વના પરિણામની ઉત્પત્તિ કહી છે. આ સ્થૂલત્વ એટલે કે બાદર પરિણામ થવાથી સ્કન્ધ ચાક્ષુષ એટલે કે જોઈ શકાય તેવો બને છે. – આ રીતે બને ર્રકારની વ્યાખ્યાનું તારણ વિચારીએતો કહી શકાય કે
જયારે કોઇ સૂક્ષ્મ સ્કન્ધ નેત્રથી ગ્રહણ કરવા યોગ્યબાદર [સ્થળ] પરિણામને ગ્રહણ કરે છે અથવા તો અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે ત્યારે (૧)વિશિષ્ટ-અનંતાણુ સંખ્યા- (સંઘાત)ની પણ અપેક્ષા રહે છે.
સાથે-સાથે (૨)સૂક્ષ્મતરૂપ પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્વક નવીન સ્કૂલત્વ પરિણામ ભેદની પણ અપેછા રહે છે.
આ રીતે સ્થૂળત્વ રૂપ ભેદ [પરિણામ અને વિશિષ્ટ સંખ્યા રૂપ સંઘાત એ બંનેના કારણથી ચાક્ષુષ રૂપ કાર્ય થાય છે.
જ અપવાદ:-અહીં એક વાત ખાસ નોંધનીય છે કે ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલ દરેક સ્કન્ધ આંખોથી જોઈ શકાય છે એવો કોઈ નિયમ નથી. પણ જે સ્કન્ધ જોઈ શકાય છે તે સ્કન્ધતો અવશ્ય ભેદ અને સંઘાત વડે જ ઉત્પન્ન થયેલા હોય છે.તેમ સમજવું.
જ ચાક્ષુષ શબ્દની વ્યાવૃતિઃ - જો કે સૂત્રગત ચાક્ષુષ પદથી તો ચક્ષુ વડે ગ્રાહ્ય સ્કન્ધનો જબોધ થાય છે. પરંતુ અહીંચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. એમ સમજવું.
અહીં ચક્ષુપદથી સમસ્ત ઇન્દ્રિયોનો લાક્ષણિક બોધ વિવિક્ષિત છે. અને તે અર્થ પ્રમાણે સૂત્રાર્થ લઇએતો-“બધાં અતીન્દ્રિય સ્કન્ધનાં ઇન્દ્રિય ગ્રાહ્ય બનવામાં ભેદ અને સંઘાત બંને હેતુ અપેક્ષિત છે..
-અહીં આટલી વ્યાખ્યા પછી બે મુદ્દા નોંધપાત્ર બને છે.
(૧)પૌદ્ગલિક પરિણામની અમર્યાદિતવિચિત્રતાના કારણથી જેમ પહેલાંનાઅતીન્દ્રીય સ્કન્ધ પણ પછીથી ભેદ અને સંઘાતરૂપનિમિત્ત વડે ઇન્દ્રિય ગ્રાહ્ય બની શકે છે. તે જ રીતે સ્થૂળ સ્કન્ધ સૂક્ષ્મ પણ બની જાય છે. અર્થાત ચાક્ષુષ સ્કન્ધ અચાક્ષુષ પણ બની જાય છે.
-(૨) પરિણામની વિચિત્રતાનેલીધે અધિક ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતોન્દઅલ્પઇન્દ્રિય ગ્રાહ્ય પણ બની જાય છે જેમકે-મીઠું-હિંગ વગેરે પદાર્થો ચક્ષુ-સ્પર્શ-રસ અને પ્રાણ ચારે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે. પરંતુ જો તેને પાણીમાં ઓગાળવામાં આવે તો તે રસના અને પ્રાણ બે ઇન્દ્રિયોથથી ગ્રાહ્ય રહે છે.પણ સ્પર્શ કે ચક્ષુ વડે ગ્રાહ્ય બનતા નથી.
* પ્રશ્ન – સ્કન્ધના ચાક્ષુષ બનવાના બે કારણ તો બતાવ્યા પણ અચાક્ષુષ સ્કન્ધની ઉત્પત્તિનું કારણ શું? તેતો જણાવ્યું નહીં.
સમાધાનઃ-પૂર્વેસૂત્ર ૧:૨૬-સ તમેJ:Jદ્યો માં સામાન્ય રૂપથી સ્કન્દમાત્રની ઉત્પત્તિના ત્રણ કારણોને જણાવેલા છે. જયારે આ સૂત્રમાં તો સૂત્રકાર મહર્ષિનું ધ્યેય ફકત વિશેષ સ્કન્દની ઉત્પત્તિને જણાવવાનું છે. એટલે કે અચાક્ષુષ સ્કન્ધને ચાક્ષુષ બનવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org