Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અવસ્થામાં પણ મૂળ માટી તો માટી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે જ છે. અર્થાત તેનું માટી પણાનું પુદ્ગલ દ્રવ્ય નથી નવું ઉત્પન્ન થતું કે નથી તેને વ્યય થતો. પણ તેનું પ્રૌવ્ય અર્થાત સ્થિરતા જેમની તેમ જળવાય રહે છે.
આ ત્રણ વાતને સારાંશ રૂપે કહીએ તો - દ્રવ્ય,દવ્યરૂપે હંમેશા સ્થિર હોય છે.જેમકે જીવ દ્રવ્ય કદી અજીવનથી થતું અને અજીવદવ્ય કદી જીવદ્રવ્ય બનતું નથી. અર્થાત દવ્ય સ્વરૂપે તે સ્થિર જ રહે છે. પરંતુ જીવના પર્યાયો એટલે કે અવસ્થાઓ બદલાય છે. જેમકે મનુષ્યત્વ,દેવત્વપર્યાય તિર્યંચ પર્યાય વગેરે. આ પર્યાયોના બદલાવાથી પૂર્વ અવસ્થાનો વ્યય થાય છે અને નવી અવસ્થાની ઉત્પતિ થાય છે. તેને ઉત્પાદન અને વ્યય કહયા.અને દ્રવ્ય સ્વરૂપને ધ્રૌવ્ય કહયું.
* યુed: યુકતનો અર્થ સહિત-સમુદ્રિત સમજવો. અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેનું સમુદિતપણું એ સત્ નું લક્ષણ છે. -યુક્તનો અર્થતાદાભ્ય પણ થાય છે. તે રીતે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક સતછેએવોઅર્થથશે.
- યુકત શબ્દને લીધે પર્યાયથી પર્યાયી દ્રવ્ય કથંચિત્ ભિન્ન છે તેવો અર્થ પણ નીકળશે.જેમકે કાણાવાળો થાંભલો [સાર યુકત સ્તષ્પ
અહીં કાણું થાંભલા સાથે યુeત જોડાયેલું જ છે. તેમાં ખરેખર કોઈ ભેદ છે નહીં તો પણ ભેદાહીનયની અપેક્ષાએ સર યુકૃત તમે એવુંવિધાન કર્યું કેમકે ત્યાં કથંચિત ભેદની વિવફા છે.
એ રીતે અહીં સૂત્રમાં યુeત શબ્દ હોવા છતાં ઉત્પાદાદિ ત્રણેનો અવિનાભાવ સંબંધ છે.જેમાં ઉત્પાદાદિ ત્રણે લક્ષણ છે અને તેનું લક્ષ્ય દ્રવ્ય છે.એવો કથંચિત ભેદ થઈ શકે છે. બાકી તો દ્રવ્ય હોય ત્યાં આ ત્રણે લક્ષણ હોવાના જ
સારાંશ એટલો જ કે યુછત, સમાદિત, તાત્મ વગેરે એકાઈક શબ્દો છે. છે -- સત્ એટલે વિદ્યમાનતા કે અસ્તિત્વ. -અથવા વર્તમાન,વર્તતું એવા પર્યાયાર્થે સમજવા.
-વસ્તુના હોવાપણાને સત્ કહે છે. જેમકે- અમુક વસ્તુ છેઆ છે' શબ્દ દ્વારા વસ્તુના અસ્તિત્વનું જે પ્રતિપાદન કર્યું તેને સત્ કહે છે.
વિશેષ:-સૂત્રોકત - ઉત્પાદ આદિ પાંચે શબ્દોના અર્થ જણાવ્યા પછી હવે સૂત્રને વિશેષ સ્પષ્ટ કરવા કેટલીક મહત્વની વાતો વૃત્તિકાર મહર્ષિ જણાવે છે. -
-૧-દરેક વસ્તુ પ્રતિસમયે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તથા દ્રવ્યરૂપે સ્થિર રહે છે. તેથી સૂત્રકાર મહર્ષિના જણાવ્યા મુજબ આ સંસારમાં દરેક પદાર્થ ઉત્પાદ,વ્યય અને સ્થિતિ વડે યુકત છે જેમકે -
-ર-જીવદૂત્ર:-જીવદ્રવ્યમાં મનુષ્યત્વ, દેવત્વ,નારકત્વ આદિ પર્યાય રૂપે ઉત્પતિ પણ છે અને વ્યય પણ છે કેમકે માનો કે કોઈ જીવ મનુષ્યમાંથી દેવ પણે ઉત્પન્ન થયો તો અહીં તેના દેવત્વ પર્યાયની ઉત્પતિ થઈ અને મનુષ્યત્વ પર્યાયનો વ્યય-નાશ થાય છે. જયારે તે જ જીવ - આત્મતત્વ અર્થાત્ જીવદવ્ય રૂપે ધ્રુવ-સ્થિર જ છે.
Jain Education International
For Private & Personal use only
.
www.jainelibrary.org