Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
કારણ તેનું પ્રતિપક્ષી સ્થૂલત્વ પર્યાયના કથનનું ઔચિત્વ જાળવવું તે છે. કેમ કે સ્થૂલત્વ
પરમાણુ માં હોતું નથી.
આ રીતે હેતુપૂર્વક બંને સૂત્રોનું કથન ભિન્ન ભિન્ન છે. ] [8]સંદર્ભ:આગમ સંદર્ભ:
सद्दन्धयार उज्जोओ पभा छाया तवो इवा वण्णरसगन्धफासा पुग्गलाणं तु लकखणं एगत्तं च पुहुत्तं च संखा संठाणमेव च संजोगोय विभागा य पज्जवाणंतुलक्खणं
* ૩ાન્ગ.૨૮ . ૧૨-૧૨
તત્વાર્થ સંદર્ભઃ
વન્ધ ને વિશે આ જ અધ્યાયમાં ૩૨ થી ૩૬ સૂત્ર છે. તેમાં ની મુખ્ય વ્યાખ્યા રજૂ કરતું સૂત્ર છે નિધરક્ષાવT: ૬:૩૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ
(૧)નવતત્વ પ્રકરણ ગાથાઃ૧૧-મૂળ તથા વિસ્તાર-શબ્દ,અંધકાર,છાયા,આતપ અને ઉધોત એ પાંચનો પાઠ
(૨)દ્રવ્યલોકપ્રકાશસર્ગઃ૧૧-શ્લોક ૨૨ થી ૧૫૮ જેમાં શબ્દ,બંધ,સંસ્થાન, ભેદ,છાયા અંગે સાક્ષી પાઠો છે.
[] [9]પદ્યઃ- બંને પઘો સૂત્ર ૨૩:૨૪ના સંયુકત છે.
(૧)
(૨)
સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પુદ્ગલોને દેખવા વળી શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂલથી સંસ્થાન ભેદે જાણવા અંધકાર છાયા યુકત રૂપે આતપ અને ઉધોતથી અણુને વળી સ્કન્ધ ભાવે સુણ્યા ભેદો શ્રુતથી. છે સ્પર્શ,ગંધ,રસ વર્ણજ શબ્દ બંધ સ્થૂલત્વ સૂક્ષ્મપણું છાંય પ્રકાશવંત, સંસ્થાન ભેદ વળી આતપ સંઘકાર એ સર્વ પૌદ્ગલિક લક્ષણના પ્રકાર
] [10]નિષ્કર્ષ:- સ્પર્શ,રસ,ગંધ,વર્ણ,શબ્દ આદિ જે મુખ્યત્વે ઇન્દ્રિયોના જ વિષયો છે તે અંગે કેવો સુંદર ખુલાસો અહીં સૂત્રકાર કરે છે કે આ બધાંતો પુદ્ગલના પર્યાયો છે. અને આપણી સ્થિતિ કેવી છે કે જે [કર્મ] પુદ્ગલો આપણને ભવભ્રમણ કરાવી રહ્યા છે. તે પુદ્ગલોને વિશેજ હજી પણ આપણી પરિણતિ છે.
ઇન્દ્રિયના વિષયો કેવળ પૌદ્ગલિક હોવા છતાં હજી તેને છોડવાની ઇચ્છા થતી નથી. સૂત્રકારે મહર્ષિ એ અહીં પુદ્ગલના લક્ષણો ને પ્રગટ કરીને કમાલનો રાહ ચીંધી દીધો છે. હવે જો જીવને ખરેખર આ પૌદ્ગલિક અંઘકારમાં થી બહાર આવવું હશે તો સ્વયં ઉદ્યોતમય બનવું
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrary.org