Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્ર: ૧૮
૭૧ આપવામાં પ્રયોજક તત્ત્વગણીએ છીએ અને અલોકનું અવગાહ-કાર્યઅપ્રસિધ્ધ રહે છે. તેથી આ સૂત્ર સ્પષ્ટ જણાવે છે કે અવગાહમાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યનું કાર્ય છે. તેનો અર્થ એ જ કે આકાશ દ્રવ્ય તો માધાર છે જ ત્યાં કોઈ બાધેય દ્રવ્ય રહે કે ન રહે.
જેમ એક ઘર બનાવવામાં આવે તેને રહેઠાણ રહેવાનું સ્થાનકહેવામાં આવે છે. તેમાં કોઈ રહેતું હોય કે ન રહેતું હોય પણ તેને રહેઠાણ તો કહેવાય જ છે. તે રીતે આકાશ દ્રવ્ય એ અવગાહઆપવાના લક્ષણને કારણે આધારતો કહેવાય છે. ત્યાં આધેય દ્રવ્ય હોય કે ન હોય તે વાત મહત્વની નથી.
* પ્રશ્ન - ઘડો અને પાણી વગેરે પૃથસિધ્ધ પદાર્થોમાં આધાર આધેય ભાવ જોવા મળે છે. જેમ કે ઘડો આધાર છે. પછી તેમાં પાણી આધેય છે. પણ આ ધર્મ, અધર્મ, આકાશ વગેરે તો પૃથક સિધ્ધ છે તો તેમાં આધાર-આધેય સંબંધ કઈ રીતે ઘટાવી શકાય?
-સમાધાન-પૃથફસિધ્ધ ન હોય તેવા પદાર્થોમાં પણ આધાર આધેય સંબંધ જોવા મળે છે. જેમકે હાથમાં આવેલી રેખાઓ. અહીં હાથ અને રેખા પૃથસિધ્ધ નથી છતાં હાથ આધાર છે. રેખાઓ આધેય છે. તે જ રીતે આકાશમાં [લોકાકાશમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય વ્યાપ્ત છે તે વાત વ્યવહાર સિધ્ધ જ છે.
જ પ્રશ્નઃ- જીવ અને પુદ્ગલ તો સક્રિય છે તેથી તેને અવગાહદેવાની વાત યોગ્ય છે. પણ ધર્મ અને અધર્મ તો નિષ્ક્રિય છે તેને અવકાશ દેવાની વાત કઈ રીતે સમજવી?
જ જો કે ધર્મ, અધર્મદ્રવ્યમાં અવગાહન ક્રિયા થતી નથી, કેમ કે આ દ્રવ્યોનો નિષ્ક્રિય છે. છતાં પણ ઉપચારથીતેને અવગાહીજ કહ્યા છે અને આકાશદ્રવ્યનું કાર્યઅવગાહ આપવો તે કહ્યું છે. વળી લોકાકાશમાં ધર્મ અધર્મદ્રવ્ય સર્વત્ર વ્યાપ્ત છે માટે વ્યવહારનયથીધર્મ અધર્મ દ્રવ્યનો આકાશ દ્રવ્યમાં પ્રવેશ માનવો તે ઉચિત જ છે તે જ પ્રશ્નઃ-જો આકાશવ્યમાં અવગાહદેવાની શક્તિ છે તો દીવાલમાં ગાય વગેરેનો અને વજમાં પત્થર વગેરેનો પ્રવેશ પણ થવો જોઈએને? કેમ કે આકાશદૂતો સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે?
જ સ્થળ હોવાથી ઉકત પદાર્થો પરસ્પર પ્રતિઘાત કરે છે. અહીં આકાશ દ્રવ્યનો દોષ નથી, પણ જે-તે પદાર્થોનો દોષ છે જયારે સૂક્ષ્મ પદાર્થ પરસ્પર અવકાશ આપે છે માટે તેમાં પ્રતિઘાત થતો નથી.
0 [B]સંદર્ભ
૪ આગમ સંદર્ભમાWIM નીવડ્યાણ ય મળીવ વ્યાખ ય માળખૂણ एगेण वि से पुन्ने दोहिवि पुन्ने सयंपि माएज्जा...! अवगाहणा लक्खणेणं आगासत्थिकाए
મ. . ૧૨, ૩.૪,૪૮૨-૪ ૪ તત્વાર્થ સંદર્ભ(૧) એllોવIK: ૫:૨૨ (૨) ગાીિનતા: ૫:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org