Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૩
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૯ પછી સૂત્ર ક્રમાનુસાર ચોથા અવકાય એવા પુદ્ગલ ના કાર્યને સૂત્રકાર મહર્ષિ જણાવે છે.
અનેક પૌદ્ગલિક કાર્યોમાંથી [ઉપકારો માંથી કેટલાંક કાર્યોને બે સૂત્રો થકી રજૂ કરેલા છે. જેમાં પ્રસ્તુત સૂત્રમાં શરીર,વાચા મન અને પ્રાણાપણ [શ્વાસોચ્છવાસ એ ચારે પૌદ્ગલિક કાર્યો બતાવ્યા છે કે જે જીવ ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરે છે.
બીજા શબ્દમાં આ વાત કરીએ તો-જીવ ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરવામાં શરીર,વાણી,મન,શ્વાસોચ્છવાસ થકી નિમિત્ત થવું એ પુદ્ગલ દ્રવ્યનું કાર્ય કિ ઉપકાર છે.
આ તથા અગ્રિમ સૂત્રએ બે સૂત્રો થકી સૂત્રકાર મહર્ષિએ જીવોની અપેક્ષાએ પુદ્ગલોનું માત્ર કાર્યકિઉપકાર જણાવેલ છેપુગલોનું લક્ષણ-“અરસાચવવા:પુw: ૫:૨૩ ''હવે પછી જણાવશે
જ સૂત્રકાર જણાવે છે કે શરીર, મન,વાચા અને શ્વાસોચ્છવાસ માં નિમિત્ત થવું તે પુદ્ગલ દ્રવ્યનું કાર્ય [ઉપકાર છે.
* शरीर:- पञ्चविधानि शरीराणि औदारिकादीनि ।
# શરીર પાંચ પ્રકારના છે. જેનું વર્ણન પૂર્વ સૂત્ર ૨:૩૭ મૌરિવૈયાહાર - તૈનર્મન શરીરમાં થઈ ગયેલ છે. આ ઔદારિક આદિ પાંચે શરીર પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી પૌલિક છે.
જે ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજ, કાર્મણ શરીર પૌગલિક કહયા કેમકે તે પુગલોના જ બનેલા છે.
જો કેકાર્મણશરીરઅતીન્દ્રિય છે. તોપણ તેબીજાં ઔદારિકાદિમૂર્તવ્યનાસંબંધથી સુખ-દુઃખ આદિ વિપાક આપે છે. જેમ પાણી વગેરેના સંબંધથી ધાચકણ થાય છે.તેમ અન્ય સંબંધથી કાર્પણ શરીર પણ કર્મના ફળ વિપાકને દેનાર થાય છે તેથી તેને પૌગલિક સમજવું જોઈએ.
# આત્માના પરિણામોના નિમિત્તથી કાશ્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ કર્મ રૂપે પરિણત થાય છે. આ કર્માનુસાર ઔદારિકાદિ શરીર ઉત્પન્ન થાય છે. માટે શરીરોને પૌદ્ગલિક અથવા પુદ્ગલનું કાર્ય કિ ઉપકાર ગણેલા છે.
$ ઔદારિક આદિ પાંચ શરીરોમાં સૂક્ષ્મતાને લીધે ઇન્દ્રિય ગોચરતા હોતી નથી પણ કર્મના ઉદયથી જે ઉપચય શરીર પ્રાપ્ત થાય છે. તેમાંથી કેટલુક શરીર ઈન્દ્રિય ગોચર છે અને કેટલુંક ઈન્દ્રિયાતીત છે અહીં શરીર પરથી તેના કારણભૂત કર્મોનું પણ ગ્રહણ થઈ જાય છે. તેથી તેની પૌદ્ગલિકતાને સ્વીકારીને જીવો ઉપર પુદ્ગલોનો ઉપકાર છે તેવું કથન અહીં કરેલ છે.
જ વા:-:- વાણી,વાચા દ્વિ-ન્ડિયા ગિન્દ્રિયસંયોદ્ ભાષાવૈન પૃષ્ણના
૪ વાણી અર્થાત ભાષા પણ પૌદ્ગલિક છે. જીવ જયારે બોલે છે ત્યારે પહેલાં આકાશમાં રહેલા ભાષાવર્ગણાના ભાષા રૂપે બનાવી શકાય તેવા પુદ્ગલોનું ગ્રહણ કરે છે.
-ત્યાર પછી પ્રયત્નવિશેષ થી તે પુદ્ગલોને ભાષારૂપે પરિણાવે છે -પછી પ્રયત્નવિશેષ થકી તે પુદ્ગલોને બહાર છોડે છે. -આ ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલો એટલે જ શબ્દ. -ભાષા રૂપે પરિણમેલા પુલોને છોડી દેવા એટલે જ “બોલવું”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org